Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં ગણેશ વિસર્જનના પાંચમે દિવસે બાપાને વિદાય:ઓવારા, ધારાગીરી અને દાંડી દરિયાકિનારે ભક્તોની ભીડ ઉમટી

    6 hours ago

    નવસારી જિલ્લા અને શહેરમાં ગણેશ ઉત્સવના પાંચમા દિવસે ગણપતિજીને વિદાય આપવામાં આવી હતી. શહેરની પૂર્ણા નદી કિનારે ગણેશ ભક્તોની મોટી ભીડ ઉમટી હતી, જ્યાં ભાવિકોએ 'ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ જલ્દી આના' ના નારા લગાવ્યા હતા. બપોર બાદ વિસર્જન પ્રક્રિયાએ વેગ પકડ્યો હતો. આ પ્રક્રિયામાં મહાનગરપાલિકાના તંત્રની સાથે વિરાવળ વિસ્તારના સ્થાનિક સ્વયંસેવક યુવાનો પણ મોટી સંખ્યામાં જોડાઈને વ્યવસ્થા સંભાળવામાં મદદ કરી હતી. નવસારી શહેરમાં આવેલા પૂર્ણા નદીના ઓવારા, ધારાગીરી અને દાંડીના દરિયા કિનારે સુરક્ષા અને વિસર્જનની સઘન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પાંચમા દિવસે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા ન હતા. જોકે, વિસર્જનના અંતિમ દિવસે કૃત્રિમ તળાવો ઊભા કરવામાં આવે તેવી શક્યતા છે. તંત્ર અને આયોજકો પાસેથી મળતી માહિતી મુજબ, મોડી સાંજ સુધીમાં અંદાજે 550 અને આખા દિવસ દરમિયાન નાની-મોટી મળીને કુલ 600થી વધુ ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે. વિસર્જનને લઈને નદી કિનારે ચુસ્ત બંદોબસ્ત અને વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં LCBએ નકલી દારૂ બનાવવાનું નેટવર્ક ઝડપ્યું:નવાગામમાંથી કેમિકલયુક્ત દારૂ ઝડપાયો, 2 આરોપીના 12 દિવસના રિમાન્ડ મંજૂર
    Next Article
    વલસાડમાં ગૌરી વિસર્જનની તંત્રએ ઔરંગા નદી તટ પર તૈયારીઓ તપાસી:સિટી PI અને વહીવટી ટીમે જેટ્ટી પર જઈને સૂચનાઓ આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment