Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં LCBએ નકલી દારૂ બનાવવાનું નેટવર્ક ઝડપ્યું:નવાગામમાંથી કેમિકલયુક્ત દારૂ ઝડપાયો, 2 આરોપીના 12 દિવસના રિમાન્ડ મંજૂર

    6 hours ago

    જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમે સમયસર દરોડો પાડીને કેમિકલયુક્ત ઝેરી નકલી દારૂ બનાવવાનું કૌભાંડ પકડી પાડ્યું છે. પોલીસની આ કાર્યવાહીને કારણે સંભવિત મોટો લઠ્ઠાકાંડ થતો અટકી ગયો છે. LCB પોલીસે નવાગામ ઘેડની મધુવન સોસાયટીમાં રહેતા સમંદરસિંગ ભરતસિંગ ખટાણાના મકાનમાં દરોડો પાડ્યો હતો. આ મકાનમાં નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ચાલતી હતી. પોલીસે તલાશી દરમિયાન નકલી દારૂ બનાવવાની સામગ્રીનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. જપ્ત કરાયેલી ચીજવસ્તુઓમાં પ્લાસ્ટિકની 96 ખાલી બોટલો, વિવિધ બ્રાન્ડના દારૂની બોટલના 270 ઢાંકણાં, નકલી દારૂ બનાવવા માટેનું કેમિકલ અને સ્પિરિટ, દારૂ જેવો દેખાવ અને સ્વાદ આપવા માટે વપરાતા કલર તથા એસેન્સ, અને પ્રખ્યાત બ્રાન્ડ્સના નકલી સ્ટીકરોનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ કેમિકલ અને સ્પિરિટના મિશ્રણથી ઝેરી દારૂ તૈયાર કરતા હતા. ત્યારબાદ તેના પર જાણીતી બ્રાન્ડના ડુપ્લિકેટ સ્ટીકર અને ઢાંકણા લગાવી બજારમાં વેચવાની તૈયારી કરી રહ્યા હતા. પોલીસે આ સમગ્ર નેટવર્ક મામલે કુલ ત્રણ લોકો સામે ગુનો નોંધ્યો છે. જેમાં સમંદરસિંગ ભરતસિંગ ખટાણા અને રીંકુસિંગ પરશુરામસિંગ કુશવાહાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે વિશ્વુ ગુર્જર ફરાર છે. ઝડપાયેલા બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા અદાલતે તેમના 12 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. આ કેમિકલ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે દિશામાં LCB દ્વારા વધુ તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    Pakistan के Kohat में नमाज के दौरान Blast, CCTV में क्या दिखा? Pakistan Khyber Pakhtunkhwa blast
    Next Article
    નવસારીમાં ગણેશ વિસર્જનના પાંચમે દિવસે બાપાને વિદાય:ઓવારા, ધારાગીરી અને દાંડી દરિયાકિનારે ભક્તોની ભીડ ઉમટી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment