Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં PIની વિદાયમાં ડાયરો:માયાભાઈ, કીર્તિદાન અને મૈથિલી ઠાકુરની જુગલબંધી જામી, પોલીસ કર્મીઓ અને ચાહકોએ ઉડાવી નોટો

    10 hours ago

    સુરતમાં પોલીસ વિભાગના એક અધિકારીના નિવૃત્તિ કાર્યક્રમ નિમિત્તે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં જ PI (પોલીસ ઇન્સ્પેક્ટર) તરીકે બઢતી મેળવનાર અને ત્યારબાદ સેવા નિવૃત્ત થનાર જયરાજસિંહ ગઢવીનો આ વિદાય સમારોહ રખાયો હતો. આ નિવૃત્તિ કાર્યક્રમમાં સુરત પોલીસ પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સામાન્ય રીતે પોલીસ વિભાગમાં નિવૃત્તિ કાર્યક્રમ ઔપચારિક રીતે યોજાતા હોય છે, પરંતુ આ વિદાય સમારોહમાં ડાયરાના આયોજને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. મંચ પર ત્રણ કલાકારોની જુગલબંધી આ ડાયરામાં ગુજરાત અને દેશના જાણીતા કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. મંચ પર લોકસાહિત્યકાર માયાભાઈ આહીર, લોકગાયક કીર્તિદાન ગઢવી અને બિહારના ધારાસભ્ય તેમજ લોકગાયિકા મૈથિલી ઠાકુર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ આ ત્રણેય કલાકારોની જુગલબંધી રહી હતી. માયાભાઈ આહીરની વાતો અને લોકગીતો સાથે કીર્તિદાન અને મૈથિલી ઠાકુરે શ્રોતાઓ સમક્ષ પોતાની રજૂઆત કરી હતી. એક જ મંચ પર ત્રણ મોટા કલાકારોની ઉપસ્થિતિએ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. પોલીસ કર્મીઓ અને ચાહકોએ કર્યો નોટોનો વરસાદ કાર્યક્રમ દરમિયાન જ્યારે ત્રણેય કલાકારો મંચ પરથી લોકગીતો અને ભજનોની રજૂઆત કરી રહ્યા હતા, ત્યારે ત્યાં ઉપસ્થિત શ્રોતાઓ ઉત્સાહમાં આવી ગયા હતા. કલાકારોની જુગલબંધી જામતા મંચ પર નોટોનો વરસાદ જોવા મળ્યો હતો. ડાયરાની પરંપરા મુજબ, આ કાર્યક્રમમાં હાજર પોલીસ કર્મીઓ અને કલાકારોના ચાહકો દ્વારા મંચ પર સતત નોટો ઉડાડવામાં આવી હતી. આ સમયે મોટી સંખ્યામાં લોકો મંચની નજીક એકઠા થઈ ગયા હતા. નિવૃત્ત PI જયરાજસિંહ ગઢવી મંચ પર ઉપસ્થિત રહ્યા જેમની નિવૃત્તિ નિમિત્તે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેવા નિવૃત્ત PI જયરાજસિંહ ગઢવી પણ આ સમગ્ર સમય દરમિયાન મંચ પર જ ઉપસ્થિત રહ્યા હતા. ત્રણ કલાકારોની હાજરી અને ચાહકો તથા પોલીસ સ્ટાફ દ્વારા ઉડાડવામાં આવતી નોટો વચ્ચે જયરાજસિંહ ગઢવીને વિદાય આપવામાં આવી હતી. આ નિવૃત્તિ કાર્યક્રમમાં પોલીસ વિભાગના અન્ય કર્મચારીઓ અને અધિકારીઓએ પણ તેમને નિવૃત્તિની શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમની કામગીરીને યાદ કરી હતી. કાર્યક્રમના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ પોલીસ પરિવારની મોટી ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા આ ડાયરાના દ્રશ્યો ત્યાં હાજર લોકોએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતા. જેમાં પોલીસ કર્મીઓ દ્વારા નોટો ઉડાડવાના અને કલાકારોની જુગલબંધીના વીડિયો મુખ્ય હતા. હાલ આ કાર્યક્રમના અનેક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાઇરલ થઈ રહ્યા છે. સુરત શહેરમાં પોલીસ અધિકારીના વિદાય સમારોહમાં યોજાયેલા આ ડાયરા અને તેમાં થયેલા નોટોના વરસાદ અંગે લોકોમાં વિવિધ ચર્ચાઓ જોવા મળી રહી છે.
    Click here to Read More
    Previous Article
    અશ્નૂર કૌરના લક્ઝરી ઘરમાં વરસાદનું પાણી ઘૂસ્યું:તમન્ના ભાટિયાને ભીંજાયા બાદ ઠંડી ચડી; રણદીપ હુડ્ડાએ મોં છુપાવીને મેટ્રોમાં મુસાફરી કરી
    Next Article
    શેલારશા ચોકમાંથી લાખોના મુદ્દામાલ સાથે કુખ્યાત બૂટલેગર ઝડપાયો:પોલીસે વિદેશી દારૂની 811 બોટલો તથા બિયર ટીન 48 મળી અંદાજે રૂ.3.82 લાખથી વધુનો મુદામાલ સાથે "ખબરી ઉર્ફે મામા" ઝડપી લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment