Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શેલારશા ચોકમાંથી લાખોના મુદ્દામાલ સાથે કુખ્યાત બૂટલેગર ઝડપાયો:પોલીસે વિદેશી દારૂની 811 બોટલો તથા બિયર ટીન 48 મળી અંદાજે રૂ.3.82 લાખથી વધુનો મુદામાલ સાથે "ખબરી ઉર્ફે મામા" ઝડપી લીધો

    12 hours ago

    ભાવનગર શહેરના શેલારશા ચોક વિસ્તારમાં દરોડો પાડીને વિદેશી દારૂના મોટા જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે, સિપાઇ જમાતખાનાની એક દુકાનમાં દારૂનો વેપલો ચલાવતા દિપક ઉર્ફે ખબરી ઉર્ફે મામા નામના આરોપી પાસેથી પોલીસે વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ 811 તથા બિયર ટીન 48 મળી અંદાજે રૂ. 3.82 લાખથી વધુનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, ઝડપાયેલ આરોપી અગાઉ પણ શહેરના અનેક પોલીસ સ્ટેશનોમાં વિવિધ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અંગે એલસીબી કચેરીએથી મળતી માહિતી મુજબ LCBનો સ્ટાફ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો, તે દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, શેલારશા ચોક ખાતે આવેલ સિપાઇ જમાતખાનાની બીજા માળની એક દુકાનમાં દિપક ઉર્ફે ખબરી ઉર્ફે મામા રમેશભાઇ વાઘેલા દ્વારા વિદેશી દારૂનો જથ્થો રાખીને તેનું વેચાણ કરવામાં આવે છે ​આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા આરોપી સ્થળ પર હાજર મળી આવ્યો હતો, પોલીસે દુકાનની તલાશી લેતા ત્યાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની નાની-મોટી બોટલો અને બિયરના ટીન મળી આવ્યા હતા જેમાં વ્હીસ્કીની 180 MLની બોટલ નંગ-672 કિ.રૂ.1,00,800, બીયર ટીન નંગ-48 કિ.રૂ.6912, વ્હીસ્કી 2 લીટરની બોટલ નંગ-72 કિ.રૂ.1,65,600, બ્લેક ડીલક્ષ વ્હીસ્કી 2 લીટરની બોટલ નંગ-27 કિ.રૂ.45,063, કલાસીક ગોલ્ડ વ્હીસ્કીની 2 લીટરની બોટલ નંગ-40 કિ.રૂ.64,000 તથા લાઇટ બિલ મળી કુલ રૂ.3,82,375 નો મુદ્દામાલ ઝડપી લીધો હતો, ​ઝડપાયેલા આરોપી દિપક ઉર્ફે ખબરી ઉર્ફે મામા રમેશભાઇ વાઘેલા રહે. કુંભારવાડા, ભાવનગર સામે અગાઉ પણ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, જેમાં ઘોઘારોડ પોલીસ સ્ટેશન, નિલમબાગ પોલીસ સ્ટેશન, બોરતળાવ પોલીસ સ્ટેશન તથા વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનઓમાં એક્ટની વિવિધ કલમો હેઠળ અગાઉ પણ ગુના નોંધાયા હોવાનું બહાર આવ્યું છે, ​આ સમગ્ર મામલે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે...
    Click here to Read More
    Previous Article
    સુરતમાં PIની વિદાયમાં ડાયરો:માયાભાઈ, કીર્તિદાન અને મૈથિલી ઠાકુરની જુગલબંધી જામી, પોલીસ કર્મીઓ અને ચાહકોએ ઉડાવી નોટો
    Next Article
    અમરેલીમાં પ્રથમ વરસાદે જ ભાવનગર-સોમનાથ હાઈવે ફાટ્યો:રાજુલાના ચારનાળા બ્રિજ પર મોટી તિરાડો, નબળી ગુણવત્તાનો આક્ષેપ; થોડા દિવસો પહેલા સમારકામ કરી 'થીંગડા' માર્યા હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment