Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અશ્નૂર કૌરના લક્ઝરી ઘરમાં વરસાદનું પાણી ઘૂસ્યું:તમન્ના ભાટિયાને ભીંજાયા બાદ ઠંડી ચડી; રણદીપ હુડ્ડાએ મોં છુપાવીને મેટ્રોમાં મુસાફરી કરી

    9 hours ago

    બિગ બોસ 19માં જોવા મળેલી એક્ટ્રેસ અશ્નૂર કૌરના લક્ઝરી ઘરમાં મુંબઈના વરસાદની ખરાબ અસર પડી છે. એક્ટ્રેસે તાજેતરમાં એક વીડિયો જાહેર કરીને જણાવ્યું છે કે તેના ઘરના સામાનને ઘણું નુકસાન થયું છે. મુંબઈના વરસાદની અસર સેલેબ્સ પર પણ પડી રહી છે. એક્ટરે રણદીપ હુડ્ડાએ ટ્રાફિકથી બચવા માટે મોં છુપાવીને મેટ્રોમાં મુસાફરી કરી છે. જ્યારે તમન્ના ભાટિયા વરસાદની મજા માણતી જોવા મળી છે. અશ્નૂર કૌરે ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેમના પરિવારના લગભગ તમામ સભ્યો અને હાઉસહેલ્પ મળીને ઘરમાંથી પાણી કાઢવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ વીડિયો સાથે અશ્નૂરે લખ્યું છે, “મારે એક ઇવેન્ટ માટે નીકળવાનું હતું, અને ત્યારે જ ઘરમાં આ થઈ ગયું. મારા પર લાગેલી દરેક નજર ખુશીઓ, સફળતા અને પ્રગતિમાં બદલાઈ જાય.” એક્ટર રણદીપ હુડ્ડાએ મેટ્રોમાં પ્રવાસ કર્યો મુંબઈ મેટ્રોમાંથી રણદીપ હુડ્ડાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ માસ્કથી ચહેરો છુપાવીને મેટ્રોમાં પ્રવાસ કરતા જોવા મળ્યા હતા. તેમની સાથે ટીમના કેટલાક સભ્યો પણ સામેલ હતા. માસ્કના કારણે એક્ટર સામાન્ય લોકો જેવા દેખાતા હતા. આસપાસના લોકો પણ તેને ઓળખી શક્યા ન હતા. તમન્ના ભાટિયા વરસાદમાં ધ્રૂજતી જોવા મળી એક્ટ્રેસ તમન્ના ભાટિયાએ તાજેતરમાં જ ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ઘરની બાલ્કનીમાં વરસાદમાં ભીંજાતી જોવા મળી હતી. એક્ટ્રેસ થોડી જ વારમાં ધ્રૂજવા લાગી. વીડિયોમાં એક્ટ્રેસે કહ્યું- મુંબઈમાં ધ્રુજારી માત્ર આ રીતે જ થઈ શકે છે. વીડિયો સાથેના કેપ્શનમાં તમન્ના લખે છે, મને હજુ પણ ઠંડી લાગી રહી છે. તમન્નાની પોસ્ટ પર રવીના ટંડનની દીકરી અને તેની નજીકની મિત્ર રાશાએ લખ્યું છે, તેં આ મારા વગર કેમ કર્યું. સિંગર નેહા કક્કડને પણ મુંબઈના વરસાદમાં લંચ ડેટ પર પતિ રોહનપ્રીત સાથે સ્પોટ કરવામાં આવી છે. રોહનપ્રીત નેહા માટે છત્રી પકડેલા જોવા મળ્યો છે. જણાવી દઈએ કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસાની શરૂઆતમાં જ મુંબઈના ઘણા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું છે. ઘણી જગ્યાએ ટ્રાફિક વ્યવસ્થા પર અસર પડી છે. જ્યારે નવી મુંબઈમાં રસ્તામાં ભરાયેલા પાણીમાં કરંટ પણ ફેલાઈ ગયો છે.
    Click here to Read More
    Previous Article
    રેલવે ટિકિટ બુકિંગ સિસ્ટમ 5 ગણી ઝડપી બનશે:AIથી એક મિનિટમાં 1.25 લાખ ટિકિટ બુક થશે, હાલ ક્ષમતા 25,000ની છે
    Next Article
    સુરતમાં PIની વિદાયમાં ડાયરો:માયાભાઈ, કીર્તિદાન અને મૈથિલી ઠાકુરની જુગલબંધી જામી, પોલીસ કર્મીઓ અને ચાહકોએ ઉડાવી નોટો

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment