Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેલવે ટિકિટ બુકિંગ સિસ્ટમ 5 ગણી ઝડપી બનશે:AIથી એક મિનિટમાં 1.25 લાખ ટિકિટ બુક થશે, હાલ ક્ષમતા 25,000ની છે

    8 hours ago

    ભારતીય રેલવે તેની પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમને સંપૂર્ણપણે અપગ્રેડ કરી રહ્યું છે. આ મોટા ફેરફાર પછી, રેલવેની નવી બુકિંગ સિસ્ટમ દર મિનિટે 1.25 લાખ ટિકિટ બુક કરી શકશે. આ વર્તમાન ક્ષમતા કરતાં પૂરા 5 ગણા વધારે છે. હાલમાં, રેલવેની સિસ્ટમ એક મિનિટમાં માત્ર 25 હજાર ટિકિટ જ પ્રોસેસ કરી શકે છે, જેના કારણે તત્કાલ બુકિંગ અથવા ભારે લોડના સમયે મુસાફરો પરેશાન થાય છે. સેન્ટર ફોર રેલવે ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ (CRIS) એ બુધવારે તેના 41મા સ્થાપના દિવસ પર આ માહિતી આપી. વધતી માગ પૂરી કરશે નવી સિસ્ટમ, હેંગ થવાની સમસ્યા ઓછી થશે CRIS અનુસાર, ટિકિટ બુકિંગ ક્ષમતામાં 5 ગણા વધારાથી સિસ્ટમની કામગીરીમાં મોટો સુધારો થશે. તેનાથી ભારતીય રેલવે મુસાફરોની રિઝર્વેશનની વધતી માગને ઝડપથી પૂરી કરી શકશે. સામાન્ય મુસાફરોને હવે તત્કાલ ટિકિટ બુક કરતી વખતે એપ કે વેબસાઇટ વારંવાર હેંગ થવાની સમસ્યામાંથી રાહત મળવાની આશા છે. સુપર રેલવન એપ: 4.35 કરોડથી વધુ ડાઉનલોડ અધિકારીઓએ જણાવ્યું કે ગયા વર્ષે લોન્ચ થયેલી રેલવેની સુપર એપ 'રેલવન'ને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. તેની સરળ ડિઝાઇન મુસાફરોને સારો અનુભવ આપે છે. અત્યાર સુધીમાં તેને 4.35 કરોડથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે અને આ એપ દ્વારા દરરોજ સરેરાશ 10 લાખ ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે. રેલવેમાં AI ટેકનિકથી શું બદલાશે રેલવે હવે કામકાજને બહેતર અને સુરક્ષિત બનાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનિકનો ઉપયોગ કરી રહ્યું છે. તેના આવવાથી ટ્રેનોના મેન્ટેનન્સનું કામ ખરાબી આવે તે પહેલાં જ થઈ જશે, જેનાથી અકસ્માતો અટકશે અને સુરક્ષા મજબૂત બનશે. CRIS ના MD જીવીએલ સત્ય કુમારે કહ્યું કે ભલે નવી એપ હોય કે AI ટેકનિક, અમારો હેતુ માત્ર એટલો જ છે કે ટેકનિકનો પૂરો ફાયદો દેશના સામાન્ય નાગરિકોને મળે.
    Click here to Read More
    Previous Article
    July Horoscope 2026: जुलाई का महीना सभी 12 राशियों के लिए कैसा रहने वाला है? | Monthly Rashifal July
    Next Article
    અશ્નૂર કૌરના લક્ઝરી ઘરમાં વરસાદનું પાણી ઘૂસ્યું:તમન્ના ભાટિયાને ભીંજાયા બાદ ઠંડી ચડી; રણદીપ હુડ્ડાએ મોં છુપાવીને મેટ્રોમાં મુસાફરી કરી

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment