Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટેબલો પર ડ્રેનેજની ફાઈલોનો ખડકલો જોઈ મ્યુનિ. કમિશનર લાલઘૂમ:સુરતમાં સફાઈ અભિયાન બાદ રાદેર ઝોનમાં આકસ્મિક ચેકિંગ, ફાઈલોનો નિકાલ કરી ઓનલાઈન સિસ્ટમ શરૂ કરવા આદેશ

    6 hours ago

    2 ઓક્ટોબર સુધી યોજાનારા ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ ઝોનમાં 56 સ્થળોએ મેગા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ જનઅભિયાનમાં મ્યુનિસિપલ કમિશનર રાજકુમાર બેનિવાલ, મનપાના 20 હજાર કર્મચારીઓ અને 30 હજારથી વધુ શહેરીજનો જોડાયા હતા. તમામ ઝોન, વોર્ડ કચેરીઓ, બગીચા, માર્કેટ, સ્લમ વિસ્તારો અને પ્રાણી સંગ્રહાલય જેવા વિસ્તારોમાં સઘન સફાઈ કામગીરી કરવામાં આવી હતી. ટેરેસ સફાઈ કરી મચ્છરોનો ઉપદ્રવ રોકવા તાકીદ કરી મ્યુનિસિપલ કમિશનરે રાંદેર ઝોન કચેરી પરિસરમાં એક કલાક શ્રમદાન કર્યા બાદ કચેરીના વિવિધ વિભાગોનું આકસ્મિક નિરીક્ષણ કર્યું હતું. ડ્રેનેજ વિભાગમાં ફાઈલોનો મોટો જથ્થો પેન્ડિંગ જોઈને તેમણે નારાજગી વ્યક્ત કરી હતી અને તમામ ફાઈલોનો ત્વરિત નિકાલ કરવા તેમજ ડ્રેનેજ કનેક્શનની પ્રક્રિયા તાત્કાલિક ઓનલાઈન શરૂ કરવા આદેશ આપ્યો હતો. આ ઉપરાંત તેમણે કચેરીઓમાં લીકેજ નળ બદલી પાણીનો વ્યય અટકાવવા અને ટેરેસ સફાઈ કરી મચ્છરોનો ઉપદ્રવ રોકવા તાકીદ કરી હતી. મ્યનિસિપલ કમિશનરની સુરતને ઘરની જેમ સ્વચ્છ રાખવા અપીલ સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા મુજબ વેસ્ટ મેનેજમેન્ટની ‘ફોર-બિન’ (Four-Bin) સિસ્ટમ (સૂકો, ભીનો, સોલિડ અને અન્ય કચરો અલગ રાખવો) અંગે મનપા કર્મચારીઓ ઘરે-ઘરે જઈને નાગરિકોને માહિતગાર કરશે. મ્યનિસિપલ કમિશનરે તમામ શહેરીજનોને દરરોજ અડધોથી એક કલાકનું શ્રમદાન આપી સુરતને ઘરની જેમ સ્વચ્છ રાખવા અપીલ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં લારી-ગલ્લાના દબાણો સામે સ્ટેન્ડિંગ કમિટી લાલઘૂમ:વરાછા-કતારગામના કોર્પોરેટરોની રજૂઆત બાદ સર્વે એજન્સીને તાકીદ, રોડ થશે દબાણમુક્ત
    Next Article
    અમદાવાદમાં ફ્લાઈટથી બસ સુધીનું ડ્રગ સિન્ડિકેટ પકડાયું:નાના ચિલોડાથી ₹55.50 લાખના MD ડ્રગ્સ સાથે બેંગ્લોરનો યુવક ઝડપાયો, નાઈજીરિયન કનેક્શન ખુલ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment