Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં ફ્લાઈટથી બસ સુધીનું ડ્રગ સિન્ડિકેટ પકડાયું:નાના ચિલોડાથી ₹55.50 લાખના MD ડ્રગ્સ સાથે બેંગ્લોરનો યુવક ઝડપાયો, નાઈજીરિયન કનેક્શન ખુલ્યું

    6 hours ago

    અમદાવાદ શહેરના પ્રવેશદ્વાર સમા નાના ચિલોડા વિસ્તારમાંથી નરોડા પોલીસે ફિલ્મી ઢબે વોચ ગોઠવીને આંતરરાજ્ય ડ્રગ્સ તસ્કરીના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. બેંગ્લોરથી નીકળી ચંડીગઢથી ડ્રગ્સનો મોટો જથ્થો લઈને આવી રહેલા બેંગ્લોરના એક યુવકને પોલીસે અંદાજે 1.85 કિલોગ્રામ (આશરે બે કિલો) એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જપ્ત કરાયેલા નશીલા પદાર્થની કિંમત ₹55.50 લાખ જેટલી આંકવામાં આવી છે. નરોડા સર્વેલન્સ સ્ક્વોડની બાતમી આધારે કાર્યવાહી નરોડા પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ એસ. એ. કોટડીયાને સચોટ બાતમી મળી હતી કે, એક શંકાસ્પદ શખ્સ મોટા પ્રમાણમાં નશીલા પદાર્થ સાથે નાના ચિલોડા સર્કલ પાસેથી પસાર થવાનો છે. બાતમીના આધારે સર્વેલન્સ સ્ક્વોડના જવાનોએ વોચ ગોઠવી હતી. શંકાસ્પદ હિલચાલ સાથે આવી પહોંચેલા શખ્સને કોર્ડન કરી ઝડપી લેવાયો હતો. પૂછપરછમાં તેણે પોતાનું નામ નિખિલેશ ક્રિષ્નપ્પા (રહે. બેંગ્લોર) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસે રહેલી ટૂરિસ્ટ બેગની તલાશી લેતાં અંદરથી વ્યવસ્થિત પ્લાસ્ટિકમાં પેક કરેલો 1.85 કિલો એમડી ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ચંડીગઢમાં કાળી સ્કોર્પિયોમાં આવેલા નાઈજીરિયને માલ આપ્યો ઝડપાયેલા આરોપીની સઘન પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપી બેંગ્લોરમાં ખાનગી નોકરી કરતો હતો અને 'ફ્રેન્ક' નામના નાઈજીરિયન શખ્સે વ્હોટ્સએપ મારફતે સંપર્ક કરી ડ્રગ્સ લાવવા લાલચ આપી હતી. યોજના મુજબ આરોપી બેંગ્લોરથી ફ્લાઇટ પકડી ચંડીગઢ પહોંચ્યો હતો, જ્યાં કાળા રંગની સ્કોર્પિયો કારમાં આવેલા બે નાઈજીરિયન શખ્સોએ તેને આ ડ્રગ્સની ડિલિવરી આપી હતી. પોલીસને ચકમો આપવા આરોપી ચંડીગઢથી સીધો બસ મારફતે દિલ્હી અને ત્યાંથી જયપુર આવ્યો હતો. જયપુરથી બસ દ્વારા અમદાવાદ પહોંચી તે બેંગ્લોર જવાની બસ પકડે તે પહેલાં જ નરોડા પોલીસે તેને ઝડપી પાડી આંતરરાજ્ય ડ્રગ્સ સિન્ડિકેટના મૂળ સુધી પહોંચવા તપાસ તેજ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ટેબલો પર ડ્રેનેજની ફાઈલોનો ખડકલો જોઈ મ્યુનિ. કમિશનર લાલઘૂમ:સુરતમાં સફાઈ અભિયાન બાદ રાદેર ઝોનમાં આકસ્મિક ચેકિંગ, ફાઈલોનો નિકાલ કરી ઓનલાઈન સિસ્ટમ શરૂ કરવા આદેશ
    Next Article
    TV Newsance 352 | Modi At 76: Ads, aura and unlimited bhakti

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment