Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં લારી-ગલ્લાના દબાણો સામે સ્ટેન્ડિંગ કમિટી લાલઘૂમ:વરાછા-કતારગામના કોર્પોરેટરોની રજૂઆત બાદ સર્વે એજન્સીને તાકીદ, રોડ થશે દબાણમુક્ત

    7 hours ago

    સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનમાં ગેરકાયદે લારી-ગલ્લાના દબાણોથી માર્ગો સાંકડા થઈ ગયા છે પરંતુ, મોટાભાગના વિસ્તારોના કોર્પોરેટરો આ મુદ્દે ચૂપકીદી સાધી રહ્યા છે. તેની સામે વરાછા, કતારગામ અને અમરોલી વિસ્તારના જાગૃત કોર્પોરેટરોએ પ્રજાના હિતમાં રોજબરોજ સર્જાતા ભયાનક ટ્રાફિકજામ સામે મોરચો માંડ્યો છે. સવાર અને સાંજના પીક અવર્સમાં મુખ્ય રસ્તાઓ પર લારીધારકોના અડીંગાના કારણે વાહનચાલકો તોબા પોકારી ઊઠ્યા છે. સ્થાનિક કોર્પોરેટરોની સતત ફરિયાદોને પગલે આજે મળેલી મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં આ મામલે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સાત મહિનાથી ચાલતા સર્વેના કારણે દબાણ ખાતું લાચાર હતું સુરત મહાનગરપાલિકા દ્વારા અંદાજે સાત મહિના પૂર્વે ‘સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી’ના અમલ માટે 'અર્થ પ્લાનિંગ રિસર્ચ સેન્ટર' નામની એજન્સીને તમામ લારી-ગલ્લાઓની ગણતરી અને નોંધણીની જવાબદારી સોંપી હતી. જોકે, સર્વેની કામગીરી લાંબા સમયથી ચાલી રહી હોવાથી પાલિકાનું દબાણ ખાતું સીધી કડક કાર્યવાહી કરી શકતું નહોતું, જેનો ગેરલાભ ઉઠાવીને રસ્તાઓ પર દબાણો બેફામ વધી ગયા હતા. હવે સ્થિતિ કાબૂ બહાર જતાં સ્ટેન્ડિંગ કમિટીએ આ સર્વે એજન્સીને ઢીલાશ છોડીને તાત્કાલિક સમગ્ર પ્રક્રિયા આટોપી લેવા કડક સૂચના આપી છે. "સર્વે રિપોર્ટ મળ્યા બાદ જ જગ્યા ફાળવાશે": સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલે જણાવ્યું હતું કે, વરાછા, કતારગામ અને અમરોલીના સભ્યો તરફથી ટ્રાફિક અને દબાણ મુદ્દે આક્રમક રજૂઆતો થઈ હતી. વેન્ડર્સનું રજિસ્ટ્રેશન ચાલુ હોવાથી પાલિકા સીધું દબાણ કરી શકતી નહોતી, પરંતુ આજે એજન્સીને પોતાનો સર્વે વહેલી તકે પૂર્ણ કરી સમગ્ર વિગતવાર અહેવાલ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ જમા કરાવવા આદેશ કરાયો છે. કમિશનર દ્વારા આ રિપોર્ટ મંજૂર કરાયા બાદ યોગ્ય જગ્યાઓ નિયત કરવામાં આવશે, જેથી મુખ્ય રસ્તાઓ ટ્રાફિકમુક્ત બની શકે. રોજીરોટી છીનવ્યા વિના જાહેર જનતાને ટ્રાફિકમાંથી કાયમી મુક્તિ અપાશે એજન્સી દ્વારા હાલ શહેરના તમામ ઝોનમાં જઈને કયા માર્ગ પર કેટલી લારીઓ, કયા સમયગાળા દરમિયાન ઊભી રહે છે તેનો ચોક્કસ ડેટા એકત્ર કરવામાં આવી રહ્યો છે. સર્વે પૂર્ણ થયા બાદ તમામ પાત્ર વેન્ડર્સની નોંધણી કરી તેમને યુનિક નંબર ફાળવવામાં આવશે. 'સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી' અંતર્ગત ચોક્કસ આંકડાના આધારે લારીધારકોને નિયત હોકર્સ ઝોન કે યોગ્ય સ્થળે શિફ્ટ કરવામાં આવશે, જેથી નાના વેપારીઓની રોજીરોટી પણ સચવાઈ રહે અને રાહદારીઓ તથા વાહનચાલકોને કાયમી ધોરણે ટ્રાફિકની હાલાકીમાંથી મુક્તિ મળે.
    Click here to Read More
    Previous Article
    જયમાતાજી ગ્રુપ દ્વારા પંચવટી ચોકમાં શિવનંદન ગણેશોત્સવ યોજાયો:7 વર્ષથી પંચધાતુમાંથી બનાવેલી ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરાયું
    Next Article
    ટેબલો પર ડ્રેનેજની ફાઈલોનો ખડકલો જોઈ મ્યુનિ. કમિશનર લાલઘૂમ:સુરતમાં સફાઈ અભિયાન બાદ રાદેર ઝોનમાં આકસ્મિક ચેકિંગ, ફાઈલોનો નિકાલ કરી ઓનલાઈન સિસ્ટમ શરૂ કરવા આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment