Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગણપતિ બાપાના જયઘોષ સાથે પાંચમા દિવસે કોળીયાકના દરિયામાં વિસર્જન કરાયું:શહેર-જિલ્લામાં આગતા-સ્વાગતા બાદ ગણપતિ વિસર્જનના દૌરનો આરંભ થયો

    6 hours ago

    ભાવનગર શહેર તથા તાલુકા, ગામડાઓમાં જે મોટા ભાગના શ્રદ્ધાળુઓ ઘરે માટે પાંચ દિવસીય ગણપતિ ઉત્સવનું આયોજન કરતા હોય છે, એ લોકોએ પાંચ દિવસ સંપન્ન થતાં વિસર્જન કોળીયાકના દરિયા ખાતે કર્યો છે તથા જિલ્લામાં આવેલ વિવિધ જળાશયોમાં વહેલી સવારથી જ ગણપતિ વિસર્જન માટે ભારે ભીડ જોવા મળી હતી. એક દિવસથી લઈને અગિયાર દિવસીય આયોજન દર વર્ષે જાહેર તથા ઘરમેળે ગણપતિ ઉત્સવના આયોજનોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે એ સાથે ભાવનગર શહેર-જિલ્લામાં પણ ગણપતિ મહોત્સવને લઈને આબાલવૃદ્ધ સૌવ કોઈ લોકોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકો એક દિવસથી લઈને અગિયાર દિવસીય આયોજન કરતા હોય છે, જે અંતર્ગત પાંચ દિવસ પૂર્ણ થતાં અનેક શ્રદ્ધાળુઓએ ગણપતિ વિસર્જનની શરૂઆત કરી છે, 56 ભોગનો અન્નકૂટ ધરાવી ભગવાન ગણેશજીની ભવ્ય મહા આરતી કરવામાં આવી વોરા બજાર ખાતે બાપા સીતારામ ગ્રુપ મિત્ર મંડળ દ્વારા ગણેશ મહોત્સવની ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. ગણેશ મહોત્સવ અંતર્ગત ભગવાન ગણેશજીને 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મહા આરતી દરમિયાન સમગ્ર વિસ્તાર ‘ગણપતિ બાપા મોરિયા’ના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો.બાપા સીતારામ ગ્રુપ મિત્ર મંડળના કાર્યકરો દ્વારા સમગ્ર કાર્યક્રમની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. ગણેશજીના દર્શન અને મહા આરતીમાં જોડાઈ ભક્તોએ ધન્યતા અનુભવી હતી. વિસર્જન માટે લોકો સૌથી વધુ નિષ્કલંકના દરિયા જતા હોય છે જેમાં ગણપતિ વિસર્જન માટે લોકો સૌથી વધુ નિષ્કલંકના દરિયા જતા હોય છે, દર વર્ષે હજારોની સંખ્યામાં અહીં ગણપતિ વિસર્જન કરવામાં આવે છે આજે સવારથી જ પ્રોફેશનલ તથા નોકરી-વ્યવસાયમાં વ્યસ્ત રહેતા લોકો દ્વારા ગણપતિજીનું વાજતેગાજતે વિસર્જન કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં તુકારામવાળી, બ્લિન્કીટનું લાયસન્સ સસ્પેન્ડ:ગંદકી અને કરોળિયાના જાળા મળ્યા, રાજ્યમાં ક્વિક કોમર્સ કંપની સામે પ્રથમવાર કડક કાર્યવાહી
    Next Article
    અંબાજીમાં મેઘરાજાની તોફાની બેટિંગ, રાધનપુરમાં મસ્જિદ પર વીજળી પડી:ગીર સોમનાથ-અમરેલીમાં નદી-ચેકડેમમાં પાણીની ભરપૂર આવક; 12 કલાકમાં રાજ્યના 224 તાલુકામાં મેઘમહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment