Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં તુકારામવાળી, બ્લિન્કીટનું લાયસન્સ સસ્પેન્ડ:ગંદકી અને કરોળિયાના જાળા મળ્યા, રાજ્યમાં ક્વિક કોમર્સ કંપની સામે પ્રથમવાર કડક કાર્યવાહી

    8 hours ago

    મહારાષ્ટ્રમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા તત્વો પર તવાઈ બોલાવનાર તુકારામ મુંઢે નામના અધિકારી ચર્ચામાં છે. ગાંધીનગર મનપાની ફૂડ શાખાએ રાયસણ વિસ્તારમાં આવેલા બ્લિનકીટ સ્ટોર પર દરોડો પાડ્યો. સ્ટોરમાં જે સ્થળ પર ખાદ્ય પદાર્થ રખાયા હતા ત્યાંથી ગંદકી અને કરોળિયાના જાળા મળતા ફૂડ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું. સ્ટોરને ઈમ્પ્રુવમેન્ટ નોટિસ આપી બંધ કરી દેવામાં આવ્યો. જો સુધારો કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કાયમી માટે લાયસન્સ સસ્પેન્ડ થઈ શકે છે. આ ઉપરાંત ફૂડ વિભાગની ટીમે ગાંધીનગરમાં આવેલી NID, NIFT સહિત 14 હોસ્ટેલ-કેન્ટીનમાં તપાસ કરી ખાદ્ય પદાર્થના 34 નમૂના લેવામાં આવ્યા. સ્ટોરમાં ગંદકી અને કરોળિયાના જાળા બાઝેલા જોવા મળ્યા ગાંધીનગર મહાનગરપાલિકાને મળેલી ચોક્કસ ફરિયાદના આધારે ફૂડ સેફ્ટી ટીમે રાયસણ સ્થિત બ્લિનકીટ સ્ટોર પર ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ 2006’ હેઠળ દરોડો પાડવામાં આવ્યો. તપાસ દરમિયાન સ્ટોરમાં સબ-સ્ટાન્ડર્ડ સેનિટેશન અને હાઇજીન સ્થિતિ જોવા મળી. દુકાનની દીવાલો પર કરોળિયાના જાળાં બાઝેલાં હતાં તો સ્ટોરેજની યોગ્ય વ્યવસ્થા નહોતી અને ગ્રાહકોને ડિલિવર કરવાની ખાદ્યસામગ્રી અત્યંત ગંદા તથા સફાઈ વગરના રેક પર રાખવામાં આવી હતી. સ્ટોરને ઈમ્પ્રુવમેન્ટ નોટિસ આપી લાયસન્સ સસ્પેન્ડ કરાયું જે અંતગર્ત શિડ્યુલ-4 ની જોગવાઈઓનો ભંગ માલૂમ પડતાં જ તંત્રે ઇમ્પ્રુવમેન્ટ નોટિસ ફટકારીને તેનું લાયસન્સ તાત્કાલિક સસ્પેન્ડ કર્યું હતું. જો નિયત સમયમાં સુધારો કરવામાં નહીં આવે તો લાયસન્સ કાયમી ધોરણે રદ કરવા સહિતની સખત કાયદાકીય કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે. આ સંસ્થાઓની હોસ્ટેલમાં તપાસ કરવામાં આવી બીજી તરફ સમગ્ર રાજ્યમાં ચાલી રહેલી હોસ્ટેલ કિચન તપાસ ઝુંબેશ અંતર્ગત પાલિકાની ટીમે ગાંધીનગરની પ્રતિષ્ઠિત સંસ્થાઓ પર દરોડા પાડ્યા. જેમાં યુથ હોસ્ટેલ ગીતા રેસિડેન્સી, જી.આઈ.ડી.એમ., સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજ હોસ્ટેલ, ઈડીઆઈ (EDI) ભાટ, આદર્શ નિવાસી શાળા, એનઆઈડી (NID), ઉત્કર્ષ હોસ્ટેલ, અન્નપૂર્ણા ધામ, આઈએઆર (IAR), કડી સર્વ વિદ્યાલય, એનઆઈએફટી (NIFT) અને ડીએઆઈઆઈસીટી (DAIICT) કેમ્પસની કેન્ટીન સહિત 14 સ્થળે તપાસ કરાઈ હતી. વિવિધ સ્થળો પરથી 34 ખાદ્ય પદાર્થના નમૂના લેવામાં આવ્યા આ દરોડા દરમિયાન યુથ હોસ્ટેલ ગીતા રેસિડેન્સીમાં અસ્વચ્છતા દેખાતાં તેને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ અપાઈ છે. આ તપાસ દરમિયાન વિવિધ સ્થળોએથી ખાદ્યપદાર્થોના 34 નમૂના લેવાયા છે. જે અંગે લેબ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરાશે. મહાનગર પાલિકાના ડેઝિગ્નેટેડ ઓફિસર એસ. એ. ઓડે તમામ ફૂડ બિઝનેસ ઓપરેટરો, હોસ્ટેલ અને કેન્ટીન સંચાલકોને કડક સૂચના આપી છે કે રસોડામાં કામ કરતા કર્મચારીઓએ કેપ, એપ્રોન અને ગ્લોવ્ઝ ફરજિયાત પહેરવાના રહેશે. તૈયાર ખોરાકમાં કૃત્રિમ રંગોનો ઉપયોગ ન કરવા, ન્યૂઝપેપરમાં ખોરાક ન પીરસવા અને નાશવંત ચીજો યોગ્ય તાપમાને રાખવા સ્પષ્ટ આદેશ અપાયા છે. નાગરિકોને શુદ્ધ અને સલામત ખોરાક મળી રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા આ કડક ઝુંબેશ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે. BLINKIT સામે લાયસન્સ સસ્પેન્ડ સુધીની કાર્યવાહીનો ગુજરાતનો પ્રથમ કેસ આ અંગે સ્ટેટ FSSAI વિભાગના ડેપ્યુટી કમિશનર વી. ડી. રાણાએ કહ્યું કે, blinkit સામે આ પ્રકારની કાર્યવાહીનો ગુજરાતમાં પ્રથમ કેસ છે. અગાઉ ભરૂચમાં કાર્યવાહી કરી હતી. પરંતુ એ વખતે ઇમ્પ્રુવમેન્ટ નોટિસ અપાઈ હતી. જ્યારે ગાંધીગરના સ્ટોરનું લાયસન્સ સસ્પેન્ડ કરીને ધંધો બંધ કરાવી દીધાંનો આ ગુજરાતનો પ્રથમ કેસ છે. નિયમ મુજબ 14 દિવસનો સમય આપવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન કંપની દ્વારા જરૂરી સુધારા વધારા કરીને દસ્તાવેજો રજુ કર્યાં પછી જ ધંધો શરૂ કરશે.
    Click here to Read More
    Previous Article
    મરાઠી ફિલ્મ 'ગોંધલ' ઓસ્કારમાં ભારતની સત્તાવાર એન્ટ્રી:ધુરંધર, બોર્ડર 2, હનુમાન અંશ જેવી 33 ફિલ્મોની રેસમાં બાજી મારી; લોક પરંપરા પર આધારિત છે સ્ટોરી
    Next Article
    ગણપતિ બાપાના જયઘોષ સાથે પાંચમા દિવસે કોળીયાકના દરિયામાં વિસર્જન કરાયું:શહેર-જિલ્લામાં આગતા-સ્વાગતા બાદ ગણપતિ વિસર્જનના દૌરનો આરંભ થયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment