Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અંબાજીમાં મેઘરાજાની તોફાની બેટિંગ, રાધનપુરમાં મસ્જિદ પર વીજળી પડી:ગીર સોમનાથ-અમરેલીમાં નદી-ચેકડેમમાં પાણીની ભરપૂર આવક; 12 કલાકમાં રાજ્યના 224 તાલુકામાં મેઘમહેર

    14 hours ago

    સાત દિવસમાં ફરી એક વાર રાજ્યમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. આજે 18 સપ્ટેમ્બરે સવારે 6થી સાંજે 6 વાગ્યા સુધીમાં 224 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ ગીર સોમનાથના ગીર ગઢડા અને અરવલ્લીના મેઘરજમાં ત્રણ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે 68 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે સાંજના 4થી 6 વાગ્યા સુધીમાં 17 તાલુકામાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. તો 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને પવનની દિશા દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ તરફની રહેશે. આજે બે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને અમદાવાદ, વડોદરા સહિત 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 616.8 મીમી (24.28 ઈંચ) વરસાદ નોંધાયો છે. જે 673.9 મીમી (26.53 ઈંચ) સામાન્ય હોવો જોઈએ. એટલે કે સામાન્ય કરતા 8 ટકા વરસાદ ઓછો છે. જ્યારે કચ્છ-સૌરાષ્ટ્રમાં 23 ટકા વરસાદની ઘટ છે. અમદાવાદના વરસાદની પળેપળેની અપડેટ વાંચવા ક્લિક કરો રાજ્યના વરસાદની તસવીરો 'એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રફના સ્વરૂપમાં સક્રિય' હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ.કે. દાસે જણાવ્યું હતું કે, રાજ્યમાં આજે અને આવતીકાલે ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે અમદાવાદમાં આજે 6.5થી 11.5 સેન્ટીમીટર(2.55 ઈંચથી 4.52 ઈંચ) વરસાદ વરસી શકે છે. વરસાદી સિસ્ટમની વાત કરીએ તો અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર ગુજરાતની આસપાસ બનેલું છે, જે આવતીકાલે લો પ્રેશર સિસ્ટમમાં કન્વર્ટ થશે. અત્યારે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રફના સ્વરૂપમાં સક્રિય છે. મુંબઈથી રાજકોટ આવતી 2 ફ્લાઈટ વડોદરા ડાયવર્ટ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ખરાબ હવામાનના કારણે આજે સવારે મુંબઈથી આવતી બે ફ્લાઈટ વડોદરા ડાયવર્ટ કરવામાં આવી છે. જેને કારણે આ બંને ફ્લાઈટમાં બેસેલા 200થી વધુ હવાઈ મુસાફરોને કલાકો સુધી પરેશાની ભોગવવી પડી હતી. હિરાસર પાસે વરસાદને કારણે એર ક્રાફટનું ઉતરાણ મુશ્કેલીભર્યું છે. જેના કારણે હાલ 2 જ ફ્લાઈટ ડાયવર્ટ થઈ છે, પરંતુ વધુ ફ્લાઈટ ડાયવર્ટ થવાની શક્યતાઓ છે. રાજ્યના 43 ડેમ હાઈએલર્ટ પર રાજ્યની જીવનદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ તેની કુલ ક્ષમતાના 95.55 ટકા જળસંગ્રહ છે. ડેમમાં 38,847 ક્યુસેક પાણીની આવક સામે 41,746 ક્યુસેક જાવક ચાલુ છે. રાજ્યના અન્ય 206 જળાશયમાં 3,88,095 એમસીએફટી પાણીનો સંગ્રહ થયો છે, જે કુલ ક્ષમતાના 69.56 ટકા છે. રાજ્યના 206 ડેમમાંથી 27 ડેમ 100 ટકા ભરાયેલા છે, 37 ડેમ 70થી 100 ટકા વચ્ચે, 27 ડેમ 50થી 70 ટકા વચ્ચે, 41 ડેમ 25થી 50 ટકા વચ્ચે અને 74 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા છે. સુરક્ષા અને પાણીના સ્તર મુજબ રાજ્યના 43 ડેમ હાઈ એલર્ટ પર, 11 ડેમ એલર્ટ પર અને 10 ડેમ વોર્નિંગ પર મુકવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ગણપતિ બાપાના જયઘોષ સાથે પાંચમા દિવસે કોળીયાકના દરિયામાં વિસર્જન કરાયું:શહેર-જિલ્લામાં આગતા-સ્વાગતા બાદ ગણપતિ વિસર્જનના દૌરનો આરંભ થયો
    Next Article
    મસ્જિદ પર વીજળી પડી:અમદાવાદમાં જળબંબાકાર, 224 તાલુકામાં વરસાદ, સ્વિફ્ટ કારમાં કાળ ત્રાટક્યો, એકસાથે ત્રણ મિત્રોનાં મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment