Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં કૃષ્ણભક્તિમાં રાજ્યમંત્રી રિવાબા ઝૂમી ઉઠ્યાં:જેન-ઝી સાથે ભજનોના સથવારે પહેલીવાર નૃત્ય અને ગાયન કર્યુ, યુવાઓને આકર્ષવાનો પ્રયાસ

    7 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે જામનગરમાં એક ભજન સંધ્યા યોજાઈ હતી. જેમાં શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા કૃષ્ણભક્તિમાં લીન થયા હતા. તેમણે જેન-ઝી સાથે ભજન સાથે નૃત્ય કરીને પોતાની કૃષ્ણભક્તિ વ્યક્ત કરી હતી. યુવાનો સહિત રિવાબા જાડેજા પણ ભક્તિના રંગમાં રંગાઈ ગયા હતા અને ઝૂમી ઉઠ્યા હતા. ડી.કે.વી. કોલેજ ખાતે 'આશીર્વાદનો દીવડો' નામનો ભક્તિસભર કાર્યક્રમ યોજાયો હતો. મોદીના જન્મદિવસ અને મુખ્યમંત્રી તથા પ્રધાનમંત્રી તરીકેના તેમના 25 વર્ષના રાષ્ટ્રસેવાના કાર્યકાળની ઉજવણી નિમિત્તે યોજાયો હતો. આ વિશેષ કાર્યક્રમ ગઈકાલે સાંજે ડી.કે.વી. કોલેજ ખાતે યોજાયો હતો. ભજન અને કૃષ્ણભક્તિના સંગીતથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. પહેલીવાર ભક્તિમય દેખાયાં રિવાબા શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાનું કૃષ્ણભક્તિથી ભરેલું અનોખું સ્વરૂપ જામનગરના લોકોને પહેલીવાર જોવા મળ્યું. ભજનની ધૂન સાથે તેઓ કૃષ્ણભક્તિમાં લીન થઈ ગયા હતા. તેમણે ભક્તિભાવપૂર્વક નૃત્ય કરીને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી. તેમના આ ભાવસભર સ્વરૂપથી હાજર રહેલા લોકોમાં પણ ભક્તિ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. રિવાબા જાડેજા ભજન ગાયક સાથે મંચ પર પહોંચ્યા હતા. તેમણે ભજન ગાઈને કૃષ્ણ પ્રત્યેની પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી. ત્યારબાદ ગાયક સાથે તાલ મિલાવીને નૃત્ય કરતા તેમનું આ ભક્તિમય સ્વરૂપ કાર્યક્રમનું ખાસ આકર્ષણ બન્યું. હાજર રહેલા લોકોએ રિવાબા જાડેજાના આ ભક્તિભાવના દ્રશ્યને ઉત્સાહપૂર્વક વધાવી લીધું હતું. મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે 'આશીર્વાદનો દીવડો' પ્રગટાવીને સ્નેહ, સંકલ્પ અને કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરવામાં આવી. 25 વર્ષના જાહેર જીવન અને રાષ્ટ્રસેવાના કાર્યકાળને બિરદાવતા આ કાર્યક્રમમાં ભક્તિ, સંસ્કૃતિ અને સામાજિક એકતાનો સંગમ જોવા મળ્યો. જેમાં જિલ્લાના પ્રભારી ધનસુખ ભંડેરી, મેયર મોનિકાબેન વ્યાસ સહિત ભાજપના કોર્પોરેટરો, મહિલા આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં નગરજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને મહિલાઓ અને યુવતીઓની મોટી હાજરીએ કાર્યક્રમને વધુ આકર્ષક બનાવ્યો હતો. જામનગર માટે યાદગાર દિવસ બન્યો ડી.કે.વી. કોલેજના પરિસરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મહિલાઓ અને યુવતીઓની મોટી સંખ્યામાં ભાગીદારી જોવા મળી. આનાથી નારીશક્તિના દર્શન થયા. એક તરફ કૃષ્ણભક્તિના ભજનો અને બીજી તરફ રિવાબા જાડેજાનું ઉત્સાહભર્યું નૃત્ય તથા ગાયન, આ સમગ્ર માહોલે કાર્યક્રમને યાદગાર બનાવી દીધો હતો. ભક્તિ સંગીતના સૂર અને કૃષ્ણનામના ગુંજારવ વચ્ચે યોજાયેલો 'આશીર્વાદનો દીવડો' કાર્યક્રમ ભક્તિ અને ઉત્સાહના રંગો પાથરી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરાના પર્વતારોહક હિતેશ પટેલની ઐતિહાસિક સિદ્ધિ:માત્ર 8 દિવસમાં 6000 મીટરથી વધુ ઊંચા બે શિખરો સર કર્યા, લદ્દાખ સરહદે તિરંગો લહેરાવ્યો
    Next Article
    બ્લિંકટ સ્ટોરમાં ગંદકી મળતા લાયસન્સ સસ્પેન્ડ કરી સ્ટોર બંધ કરાવાયો:NID, NIFT સહિત 14 હોસ્ટેલ-કેન્ટીનમાં ફૂડ વિભાગની તપાસ, ખાદ્ય પદાર્થના 34 નમૂના લેવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment