Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બ્લિંકટ સ્ટોરમાં ગંદકી મળતા લાયસન્સ સસ્પેન્ડ કરી સ્ટોર બંધ કરાવાયો:NID, NIFT સહિત 14 હોસ્ટેલ-કેન્ટીનમાં ફૂડ વિભાગની તપાસ, ખાદ્ય પદાર્થના 34 નમૂના લેવાયા

    7 hours ago

    ગાંધીનગર મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી શાખાએ શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ અને સંસ્થાઓ સામે લાલ આંખ કરી છે. રાયસણ ખાતે આવેલા જાણીતા Blinkit સ્ટોરમાં અત્યંત ગંદકી અને અસ્વચ્છતા જોવા મળતાં તંત્રે તાત્કાલિક ધોરણે તેનું ફૂડ લાયસન્સ સસ્પેન્ડ કરી સ્ટોર બંધ કરાવી દીધો છે. આ સાથે જ શહેરની વિવિધ 14 જેટલી નામાંકિત શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્ટેલો અને કેન્ટીનોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરીને 34 જેટલા ખાદ્યપદાર્થોના સેમ્પલ લેવાયા છે. જેનાથી અસ્વચ્છ ખોરાક વિતરકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સ્ટોરમાં ગંદકી અને કરોળિયાના જાળા બાઝેલા જોવા મળ્યા ગાંધીનગર મહાનગરપાલિકાને મળેલી ચોક્કસ ફરિયાદના આધારે ફૂડ સેફ્ટી ટીમ દ્વારા રાયસણ સ્થિત બ્લિંકિટ સ્ટોર પર ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ 2006’ હેઠળ દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન સ્ટોરમાં સબ-સ્ટાન્ડર્ડ સેનિટેશન અને હાઇજીન સ્થિતિ જોવા મળી હતી. દુકાનની દીવાલો પર કરોળિયાના જાળાં બાઝેલાં હતાં. તો સ્ટોરેજની યોગ્ય વ્યવસ્થા નહોતી અને ગ્રાહકોને ડિલિવર કરવાની ખાદ્યસામગ્રી અત્યંત ગંદા તથા સફાઈ વગરના રેક પર રાખવામાં આવી હતી. જે અંતગર્ત શિડ્યુલ-4 ની જોગવાઈઓનો ભંગ માલૂમ પડતાં જ તંત્રે ઇમ્પ્રુવમેન્ટ નોટિસ ફટકારીને તેનું લાયસન્સ તાત્કાલિક સસ્પેન્ડ કર્યું હતું. જો નિયત સમયમાં સુધારો કરવામાં નહીં આવે તો લાયસન્સ કાયમી ધોરણે રદ કરવા સહિતની સખત કાયદાકીય કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે. આ સંસ્થાઓની હોસ્ટેલમાં તપાસ કરવામાં આવી બીજી તરફ સમગ્ર રાજ્યમાં ચાલી રહેલી હોસ્ટેલ કિચન તપાસ ઝુંબેશ અંતર્ગત પાલિકાની ટીમે ગાંધીનગરની પ્રતિષ્ઠિત સંસ્થાઓ પર દરોડા પાડ્યા હતા. જેમાં યુથ હોસ્ટેલ ગીતા રેસિડેન્સી, જી.આઈ.ડી.એમ., સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજ હોસ્ટેલ, ઈડીઆઈ (EDI) ભાટ, આદર્શ નિવાસી શાળા, એનઆઈડી (NID), ઉત્કર્ષ હોસ્ટેલ, અન્નપૂર્ણા ધામ, આઈએઆર (IAR), કડી સર્વ વિદ્યાલય, એનઆઈએફટી (NIFT) અને ડીએઆઈઆઈસીટી (DAIICT) કેમ્પસની કેન્ટીન સહિત 14 સ્થળે તપાસ કરાઈ હતી. વિવિધ સ્થળો પરથી 34 ખાદ્ય પદાર્થના નમૂના લેવામાં આવ્યા આ દરોડા દરમિયાન યુથ હોસ્ટેલ ગીતા રેસિડેન્સીમાં અસ્વચ્છતા દેખાતાં તેને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ અપાઈ છે. આ તપાસ દરમિયાન વિવિધ સ્થળોએથી ખાદ્યપદાર્થોના 34 નમૂના લેવાયા છે. જે અંગે લેબ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરાશે. મહાનગર પાલિકાના ડેઝિગ્નેટેડ ઓફિસર એસ. એ. ઓડે તમામ ફૂડ બિઝનેસ ઓપરેટરો, હોસ્ટેલ અને કેન્ટીન સંચાલકોને કડક સૂચના આપી છે કે રસોડામાં કામ કરતા કર્મચારીઓએ કેપ, એપ્રોન અને ગ્લોવ્ઝ ફરજિયાત પહેરવાના રહેશે. તૈયાર ખોરાકમાં કૃત્રિમ રંગોનો ઉપયોગ ન કરવા, ન્યૂઝપેપરમાં ખોરાક ન પીરસવા અને નાશવંત ચીજો યોગ્ય તાપમાને રાખવા સ્પષ્ટ આદેશ અપાયા છે. નાગરિકોને શુદ્ધ અને સલામત ખોરાક મળી રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા આ કડક ઝુંબેશ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં કૃષ્ણભક્તિમાં રાજ્યમંત્રી રિવાબા ઝૂમી ઉઠ્યાં:જેન-ઝી સાથે ભજનોના સથવારે પહેલીવાર નૃત્ય અને ગાયન કર્યુ, યુવાઓને આકર્ષવાનો પ્રયાસ
    Next Article
    વલસાડમાં ભટકતી બિહારની મહિલાને 181 અભયમ ટીમે મદદ કરી:જાગૃત નાગરિકની જાણ બાદ સુરક્ષિત આશ્રય અપાવી પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment