Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં ભટકતી બિહારની મહિલાને 181 અભયમ ટીમે મદદ કરી:જાગૃત નાગરિકની જાણ બાદ સુરક્ષિત આશ્રય અપાવી પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો

    7 hours ago

    વલસાડ શહેરમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી એકલી ભટકતી આશરે 30 વર્ષની મહિલાને 181 અભયમ વલસાડની ટીમે મદદ કરી સુરક્ષિત આશ્રય અપાવ્યો. એક જાગૃત નાગરિકે મહિલા અંગે 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર જાણ કરતા ટીમ તરત સ્થળ પર પહોંચી હતી. ટીમે મહિલાનો વિશ્વાસ મેળવી સહાનુભૂતિ સાથે કાઉન્સેલિંગ શરૂ કર્યું. શરૂઆતમાં મહિલા માત્ર પોતાનું નામ જ જણાવી શકી હતી. ટીમે કોઈ દબાણ કર્યા વગર ધીરજપૂર્વક વાતચીત કરતા મહિલાએ ધીમે-ધીમે પોતાની સ્થિતિ વિશે માહિતી આપી. મહિલાએ જણાવ્યું કે તે મૂળ બિહારની છે. તે એકલી દરગાહે જવા માટે ટ્રેનમાં નીકળી હતી. મુસાફરી દરમિયાન ઊંઘ આવી જતાં તે વલસાડ પહોંચી ગઈ. વલસાડથી પાછા જવા વિશે તેને કોઈ માહિતી ન હોવાથી તે છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં ભટકી રહી હતી. મહિલા પાસે ઓળખપત્ર કે પરિવારનો સંપર્ક નંબર નહોતો. આથી અભયમ ટીમે કાઉન્સેલિંગ દરમિયાન મળેલી માહિતીના આધારે પરિવારજનો અને સગા-સંબંધીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. જોકે, તરત કોઈનો સંપર્ક થઈ શક્યો નહીં. મહિલા અજાણ્યા શહેરમાં એકલી હોવાથી ટીમે તેની સુરક્ષાને પ્રાથમિકતા આપી. જરૂરી પ્રક્રિયા અને સંકલન પછી મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે સુરક્ષિત આશ્રય અપાવવામાં આવ્યો. અહીં તેને જરૂરી કાઉન્સેલિંગ, મદદ અને આગળનું માર્ગદર્શન મળી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    બ્લિંકટ સ્ટોરમાં ગંદકી મળતા લાયસન્સ સસ્પેન્ડ કરી સ્ટોર બંધ કરાવાયો:NID, NIFT સહિત 14 હોસ્ટેલ-કેન્ટીનમાં ફૂડ વિભાગની તપાસ, ખાદ્ય પદાર્થના 34 નમૂના લેવાયા
    Next Article
    અમદાવાદ કોંગ્રેસમાં આંતરિક વિવાદ ચરમસીમાએ:પ્રમુખ સોનલબેન સામે વોર્ડ પ્રમુખો અને કાર્યકરોમાં રોષ, 15 જેટલા વોર્ડ પ્રમુખોની હકાલપટ્ટીની તૈયારીથી સંગઠનમાં બળવો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment