Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાના પર્વતારોહક હિતેશ પટેલની ઐતિહાસિક સિદ્ધિ:માત્ર 8 દિવસમાં 6000 મીટરથી વધુ ઊંચા બે શિખરો સર કર્યા, લદ્દાખ સરહદે તિરંગો લહેરાવ્યો

    6 hours ago

    વડોદરા શહેરના સાહસિક પર્વતારોહક હિતેશ પટેલે હિમાચલ પ્રદેશ અને લદ્દાખના અત્યંત દુર્ગમ અને બરફીલા પર્વતીય વિસ્તારોમાં એક વિરલ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. 1થી 8 સપ્ટેમ્બર, 2026 દરમિયાન યોજાયેલા વિશેષ પર્વતારોહણ અભિયાન હેઠળ તેમણે માત્ર એક સપ્તાહના ટૂંકા ગાળામાં 6,000 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા બે વિશાળ હિમાલયન શિખરો સફળતાપૂર્વક સર કરીને સમગ્ર દેશ અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. માઉન્ટ શિન્કુન ઈસ્ટ અને માઉન્ટ યુનમ પર વિજયપતાકા હિતેશ પટેલે સાથી પર્વતારોહક સાથે મળીને બે સભ્યોની ટીમ તરીકે હિમાચલ-લદ્દાખ સરહદ પર આવેલા માઉન્ટ શિન્કુન ઈસ્ટ (6,081 મીટર) તેમજ માઉન્ટ યુનમ (6,111 મીટર) પર વિજયી કદમ માંડ્યા હતા. આ સમગ્ર અભિયાન ‘આલ્પાઇન સ્ટાઇલ’ પદ્ધતિથી પાર પાડવામાં આવ્યું હતું, જે પર્વતારોહણ જગતમાં સૌથી કઠિન માનવામાં આવે છે. તેમાં કોઈપણ પોર્ટર કે હેલ્પરની સહાય વિના, અગાઉથી ગોઠવેલા કેમ્પ્સ કે ફિક્સ રોપના ટેકા વગર જ બંને પર્વતારોહકોએ પોતાના ટેન્ટ, ખોરાક અને ઓક્સિજન-સાધનો જાતે ઊંચકીને શૂન્ય નીચેના તાપમાન અને તોફાની બરફીલા પવન વચ્ચે આ પડકાર જીતી બતાવ્યો હતો. પેંગોંગ ત્સો નજીક અણસર્યા શિખર પર સાહસિક પ્રયાસ બે ગગનચુંબી શિખરો પર તિરંગો લહેરાવ્યા બાદ, હિતેશ પટેલ અને તેમની ટીમે લદ્દાખના સુપ્રસિદ્ધ પેંગોંગ તળાવ નજીક આવેલા અને અત્યાર સુધી કોઈ પણ આરોહણ ન થયું હોય તેવા એક 'અનએક્સપ્લોર્ડ' શિખર પર પણ ચઢાઈ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પ્રતિકૂળ હવામાન અને પથરાળ ભૌગોલિક સ્થિતિ વચ્ચે ટીમ 5,800 મીટરની ઊંચાઈ સુધી પહોંચવામાં સફળ રહી હતી. હિતેશ પટેલની આ અદમ્ય ઇચ્છાશક્તિ, શારીરિક સજ્જતા અને સાહસિક વૃત્તિએ ગુજરાતના યુવાનો માટે પર્વતારોહણ ક્ષેત્રે નવી પ્રેરણા પૂરી પાડી છે.
    Click here to Read More
    Previous Article
    ભાડભૂતમાં PM મોદીનો 76મો જન્મદિવસ ઉજવાયો:નર્મદા કિનારે મહામૃત્યુંજય જપ, રક્તદાન શિબિર અને 76 નાવડીઓમાં દીપ પ્રગટાવાયા
    Next Article
    જામનગરમાં કૃષ્ણભક્તિમાં રાજ્યમંત્રી રિવાબા ઝૂમી ઉઠ્યાં:જેન-ઝી સાથે ભજનોના સથવારે પહેલીવાર નૃત્ય અને ગાયન કર્યુ, યુવાઓને આકર્ષવાનો પ્રયાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment