Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાડભૂતમાં PM મોદીનો 76મો જન્મદિવસ ઉજવાયો:નર્મદા કિનારે મહામૃત્યુંજય જપ, રક્તદાન શિબિર અને 76 નાવડીઓમાં દીપ પ્રગટાવાયા

    6 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 76મો જન્મદિવસ વાગરા વિધાનસભા મતવિસ્તારના ભાડભૂત ગામમાં ઉજવાયો. આ પ્રસંગે અનેક ધાર્મિક, સેવાકીય અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. ધારાસભ્ય અરુણસિંહ રણાના આયોજન હેઠળના આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો અને ગ્રામજનો જોડાયા. કાર્યક્રમની શરૂઆત વડાપ્રધાનના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે મહામૃત્યુંજય જપ અને ભજનો સાથે થઈ. 76 યુનિટ રક્ત એકત્ર કરવાના લક્ષ્ય સાથે એક રક્તદાન કેમ્પ પણ યોજાયો. સેવાના ભાગરૂપે 77 વૃક્ષો વાવવામાં આવ્યા અને 'સ્વચ્છતા એ જ સેવા' અભિયાન હેઠળ સફાઈ પણ કરાઈ. આ કાર્યક્રમમાં મહિલાઓ અને બાળકીઓની મોટી સંખ્યામાં ભાગીદારી સાથે કળશયાત્રા પણ નીકળી. સાંજે વંદે માતરમ ગાન પછી નર્મદા મૈયાને 450 મીટર લાંબી ચૂંદડી ચઢાવવામાં આવી. ઉજવણીનું મુખ્ય આકર્ષણ નર્મદા નદીમાં 76 નાવડીઓમાં પ્રગટાવેલા દીવડાઓનું દૃશ્ય હતું. ત્યાર પછી નર્મદા મૈયાની મહાઆરતી અને શ્રી ભારેશ્વર મહાદેવની આરતી ઉતારવામાં આવી. કાર્યક્રમના અંતે આતશબાજી પણ કરાઈ. ધારાસભ્ય અરુણસિંહ રણાએ જણાવ્યું કે, વાગરા વિધાનસભા વિસ્તારના 76થી વધુ ગામોમાં દીપોત્સવનું આયોજન કરીને વડાપ્રધાન દેશ અને ગુજરાતની સતત સેવા કરતા રહે તેવી પ્રાર્થના કરાઈ છે. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ પરમાર, અજયસિંહ રણા, રવિસિંહ રણા સહિતના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    અંબાજીમાં મેઘરાજાની તોફાની બેટિંગ, રાધનપુરમાં મસ્જિદ પર વીજળી પડી:ગીર સોમનાથ, અમરેલીમાં ધોધમાર વરસાદ; આજે બે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અમદાવાદ સહિત 8 જિલ્લામાં યલો એલર્ટ
    Next Article
    વડોદરાના પર્વતારોહક હિતેશ પટેલની ઐતિહાસિક સિદ્ધિ:માત્ર 8 દિવસમાં 6000 મીટરથી વધુ ઊંચા બે શિખરો સર કર્યા, લદ્દાખ સરહદે તિરંગો લહેરાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment