Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુપ્તાંગની સારવાર બાદ વિશ્વામિત્રીમાં છોડાયેલા 8 ફૂટના મગરનું મોત:પશુ ચિકિત્સકે કહ્યું-'આંતરિક અંગોમાં હેમરેજ-લોહી વહી જવાથી મૃત્યું થયું, મોટા ભાગે ‘મેલ મગર ફાઇટિંગ'થી મોત થાય છે

    14 hours ago

    વડોદરા શહેરની શાન ગણાતી વિશ્વામિત્રી નદીમાં એક 8 ફૂટ લાંબો મગર મૃત હાલતમાં મળી આવતાં વન વિભાગ અને વન્યજીવ પ્રેમીઓમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે. આશ્ચર્યની વાત એ છે કે, આ જ મગરને બરાબર એક અઠવાડિયા અગાઉ ગુપ્તાંગની ગંભીર ઇજાની સારવાર આપ્યા બાદ વન વિભાગે સ્વસ્થ જાહેર કરીને નદીમાં મુક્ત કર્યો હતો. નદીમાં છોડાયાના ગણતરીના દિવસોમાં જ તેનો મૃતદેહ પાણીમાંથી મળી આવતાં પશુ ચિકિત્સકો દ્વારા તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું, જેમાં તેના મોતના અસલી કારણો સામે આવ્યા છે. શરીરની બહાર નીકળી ગયેલા ગુપ્તાંગને ઓપરેશન કરી અંદર બેસાડાયું હતું બનાવની વિગત એવી છે કે, અઠવાડિયા પહેલાં આ 8 ફૂટના મગરના ગુપ્તાંગનો ભાગ કોઈ અજ્ઞાત કારણોસર શરીરની બહાર નીકળી આવ્યો હતો. વડોદરા પશુ દવાખાનાના પશુ ચિકિત્સા અધિકારી ડૉ. વિમલ પટેલ અને તેમની ટીમ દ્વારા મગરની સારવાર કરવામાં આવી હતી. ડૉક્ટરે જણાવ્યું કે, મગરની ઉપર કોઈ વધારે પડતું વજન કે દબાણ આવ્યું હશે, જેના લીધે આ ભાગ બહાર આવી ગયો હતો. ટીમે આજુબાજુનો ભાગ સાફ કરીને ગુપ્તાંગને પાછું શરીરમાં પ્રેસ કરીને બેસાડી દીધું હતું અને એક નાનો ટાંકો લીધો હતો, જેથી તે બહાર ન આવે. સારવાર બાદ તેને 2થી 3 દિવસ વન ચેતના કેન્દ્ર (નર્સરી) ખાતે નિરીક્ષણ હેઠળ રખાયો હતો અને હેલ્થ સર્ટિફિકેટ આપી નદીમાં મુક્ત કરાયો હતો. ‘ઇન્ટરનલ હેમરેજ અને લોહી વહી જવાને કારણે મગરે જીવ ગુમાવ્યો’ નદીમાં મુક્ત કરાયા બાદ રવિવારે આ મગર પાણીમાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. પશુ ચિકિત્સકોએ મગરના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરતાં પ્રાથમિક તારણ આવ્યું કે, નદીમાં ગયા બાદ ફરીથી કોઈ દબાણ કે ઈજાના કારણે ગુપ્તાંગનો ભાગ બહાર આવી ગયો હતો. તેના આંતરિક અંગોમાં ગંભીર હેમરેજ (ઇન્ટરનલ હેમરેજ) થયું હતું અને અંદરખાને પુષ્કળ લોહી વહી જવાને કારણે આખરે મગરનું મોત નીપજ્યું હતું. ‘દર વર્ષે આ જ સમયગાળામાં 7થી 8 મગરોના મોત થાય છે’ વડોદરાના પશુ ચિકિત્સક ડૉ. વિમલ પટેલે આ અંગે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 4 વર્ષથી અહીં ફરજ બજાવે છે અને દર વર્ષે અત્યારના (જૂન મહિનાના) સમયગાળા દરમિયાન જ મગરોના મૃત્યુનું પ્રમાણ વધુ જોવા મળે છે. વર્ષ દરમિયાન સરેરાશ 7થી 8 મગરોના મોત થાય છે, જેની પાછળ 'મેલ ફાઇટિંગ' જવાબદાર હોય છે. મગરો પોતાની ટેરિટરી સાચવવા માટે અંદરોઅંદર ભયંકર લડાઈ લડે છે. આ લડાઈના કારણે શરીરે ગંભીર ઇજાઓ થાય છે અને ત્યારબાદ શરીરમાં 'સેપ્ટિસેમિયા' (એક પ્રકારનો ચેપ/ઝેર ફેલાવતો રોગ) થઈ જવાથી મગરો મરી જાય છે. 15 દિવસ પહેલાં કારેલીબાગમાંથી પણ મૃત મગર મળ્યો હતો ડૉક્ટરે ઉમેર્યું કે, આશરે 15 દિવસ પહેલાં પણ કારેલીબાગ વિસ્તારમાંથી એક 8 ફૂટનો મૃત મગર મળી આવ્યો હતો. જોકે, તેની ડેડ બોડી 2થી 3 દિવસ જૂની હોવાથી સંપૂર્ણ ડી-કમ્પોઝ થઈ ગઈ હતી, જેને કારણે તેના મરણનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. આ સિવાય એકાદ વર્ષ પહેલાં 'બ્રોન્કોન્યુમોનિયા' એટલે કે ફેફસાના ગંભીર સોજા અને ચેપના કારણે પણ એક મગરનું મોત થયું હોવાનું રેકોર્ડ પર નોંધાયેલું છે.
    Click here to Read More
    Previous Article
    સિંહે યુવકનું માથું ધડથી અલગ કર્યું, આખું શરીર ખાઈ ગયો:પાંસળીના ટુકડા-અડધું ખાધેલું માથું મળ્યું; બે સિંહનું રેસ્ક્યૂ, સેમ્પલ બાદ માનવભક્ષીની ઓળખ થશે
    Next Article
    ખેડૂત મહિલાઓ પર કથિત લાઠીચાર્જનો મામલો:મોરબીના જેતપર ગામની ઘટનાના ગાંધીનગર સુધી પડઘા પડ્યા, જવાબદારો સામે કડક કાર્યવાહીની આપની માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment