Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડૂત મહિલાઓ પર કથિત લાઠીચાર્જનો મામલો:મોરબીના જેતપર ગામની ઘટનાના ગાંધીનગર સુધી પડઘા પડ્યા, જવાબદારો સામે કડક કાર્યવાહીની આપની માગ

    12 hours ago

    મોરબી જિલ્લાના જેતપર ગામમાં ખેડૂત મહિલાઓ પર થયેલા કથિત લાઠીચાર્જ અને શારીરિક હિંસાની ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના ગુજરાત મહિલા પ્રમુખ પાયલ સાકરિયાએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે મહિલાઓ પોતાના હક અને લોકશાહી અધિકારો માટે આંદોલન કરી રહી હતી ત્યારે તેમની સામે બળપ્રયોગ કરાયો, જે માત્ર કેટલીક મહિલાઓ સામેનો અન્યાય નથી, પરંતુ સમગ્ર મહિલા સમાજના આત્મસન્માન, સુરક્ષા અને ગૌરવ પર ગંભીર પ્રહાર છે. આપ દ્વારા મહિલા આયોગને રજૂઆત કરવામાં આવી પાયલ સાકરિયાએ કહ્યું કે આવી ઘટનાઓ મહિલાઓમાં ભય અને અસુરક્ષાની લાગણી ઊભી કરે છે તેમજ ન્યાય પ્રત્યેનો વિશ્વાસ પણ ડગમગાવે છે. ગુજરાતમાં મહિલા સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા હોવા છતાં રાજ્ય મહિલા આયોગ તરફથી કોઈ નોંધપાત્ર હસ્તક્ષેપ જોવા મળ્યો નથી, જે ચિંતાજનક બાબત છે. તેમણે જણાવ્યું કે આમ આદમી પાર્ટીએ ગુજરાત રાજ્ય મહિલા આયોગને લેખિત રજૂઆત કરીને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરાવવા, જવાબદારો સામે કડક અને દંડાત્મક કાર્યવાહી કરવા તેમજ પીડિત મહિલાઓને ન્યાય અપાવવા માંગ કરી છે. સાથે જ ભવિષ્યમાં કોઈ પણ મહિલા, બહેન કે માતાને આવી પીડા સહન ન કરવી પડે તે માટે અસરકારક અને કડક પગલાં ભરવાની પણ રજૂઆત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ગુપ્તાંગની સારવાર બાદ વિશ્વામિત્રીમાં છોડાયેલા 8 ફૂટના મગરનું મોત:પશુ ચિકિત્સકે કહ્યું-'આંતરિક અંગોમાં હેમરેજ-લોહી વહી જવાથી મૃત્યું થયું, મોટા ભાગે ‘મેલ મગર ફાઇટિંગ'થી મોત થાય છે
    Next Article
    મુસ્કાન સોસાયટીએ અધિક માસની અમાસે 20 માતાઓનું સન્માન કર્યું:'Adoption of Maa' પ્રોજેક્ટ હેઠળ ભોજન, રાશન કિટ, છત્રીનું વિતરણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment