Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચના સિંધવાઈ ગણેશ મંડળમાં 'લેખન સ્વરૂપ'માં બિરાજ્યા ગણેશજી:બાળકો અભ્યાસ માટે પત્ર લખીને આશીર્વાદ મેળવે છે, વાલીઓ પણ સંતાનના ભવિષ્ય માટે પત્ર લખે છે

    1 day ago

    ભરૂચના સિંધવાઈ ગણેશ મંડળમાં ગણેશજી 'લેખન સ્વરૂપ'માં બિરાજ્યા છે. અહીં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ જ્ઞાન અને વિદ્યાના આશીર્વાદ મેળવવા પહોંચી રહ્યા છે. સિંધવાઈ ગણેશ મંડળમાં સ્થાપિત ગણેશજીનું આ રૂપ વિદ્યાર્થીઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ગણેશજી 'લેખન સ્વરૂપ'માં ભક્તોને દર્શન આપી રહ્યા છે. માન્યતા છે કે અભ્યાસ કરતા બાળકો જો સાચા મનથી આ લેખન ગણેશ સમક્ષ પ્રાર્થના કરે, તો તેમને વિદ્યા અને જ્ઞાન માટે વિશેષ આશીર્વાદ મળે છે. આ પંડાલની ખાસિયત એ છે કે બાળકો પોતાના નામ સાથે અભ્યાસને લગતો પત્ર લખીને પ્રભુને ચડાવે છે. બાળકો ઉપરાંત તેમના વાલીઓ પણ પોતાના સંતાનના સારા ભવિષ્ય માટે પત્ર લખીને પ્રભુની ખાસ 'ટપાલપેટી'માં નાખે છે. વિદ્યાના દાતા ગણેશજીના દરબારમાં આ પત્ર વ્યવહારની પરંપરાને જોવા ભરૂચના નાગરિકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. આજના ડિજિટલ યુગમાં જ્યારે બધું સ્ક્રીન અને કી-બોર્ડ સુધી સીમિત છે, ત્યારે સિંધવાઈ ગણેશ મંડળની આ પહેલ અલગ છે. અહીં પત્ર દ્વારા રજૂ થતી બાળકોની આશાઓ અને સપનાંઓ તેમની મહેનત અને શ્રદ્ધા દર્શાવે છે.
    Click here to Read More
    Previous Article
    પાટણ રેલ્વે સ્ટેશન નજીક ટ્રેનની અડફેટે અજાણ્યા પુરુષનું મોત:મહેસાણા રેલ્વે પોલીસે ઓળખ માટે નાગરિકોને અપીલ કરી, મૃતદેહ કોલ્ડરૂમમાં
    Next Article
    શંખેશ્વરમાં ચાર ઇંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા:મામલતદાર અને સરપંચે હિટાચી મશીનથી પાણીનો નિકાલ કર્યો, ગ્રામજનોની કાયમી ઉકેલની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment