Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ રેલ્વે સ્ટેશન નજીક ટ્રેનની અડફેટે અજાણ્યા પુરુષનું મોત:મહેસાણા રેલ્વે પોલીસે ઓળખ માટે નાગરિકોને અપીલ કરી, મૃતદેહ કોલ્ડરૂમમાં

    1 day ago

    પાટણ રેલ્વે સ્ટેશન નજીક ટ્રેનની અડફેટે આવતા આશરે 50 વર્ષના એક અજાણ્યા પુરુષનું મોત થયું છે. મહેસાણા રેલ્વે પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 194 હેઠળ અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ મૃતકની ઓળખ મેળવવા પ્રયાસ કરી રહી છે. આ ઘટના પાટણ રેલ્વે સ્ટેશન નજીક રેલ્વે કિલોમીટર નંબર 38/11-12 વચ્ચે બની હતી. ટ્રેન નંબર 20492 સાબરમતી-જેસલમેર એક્સપ્રેસની અડફેટે આ પુરુષ આવી ગયો હતો. ટ્રેનની ટક્કરથી તેને ગંભીર ઇજાઓ થતા ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું. ઘટના બાદ મૃતદેહનું પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે પંચનામું અને પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. હાલમાં મૃતદેહને ઓળખ માટે ધારપુર સિવિલ હોસ્પિટલના કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો છે. મૃતકના શારીરિક વર્ણન પ્રમાણે, તેની ઊંચાઈ 5 ફૂટ 5 ઇંચ છે. તેનો રંગ શ્યામ છે અને તેનો બાંધો મધ્યમ છે. માથે કાળા-સફેદ વાળ અને ચહેરા પર અડધી કાળી-સફેદ દાઢી છે. મૃતકનો જમણો હાથ કોણીના ભાગેથી કપાયેલો છે. તેના જમણા હાથના કાંડાની ઉપરના ભાગે ગુજરાતીમાં "અજય" તથા "કાજલ" નામ ત્રોફાવેલું છે. ઘટના સમયે મૃતક શરીરે કપડાં વગરનો હતો અને કમરે કાળા કલરનું પેન્ટ પહેરેલું હતું. આ બનાવની વધુ તપાસ મહેસાણા રેલ્વે પોલીસ સ્ટેશન (પાટણ આઉટપોસ્ટ) ના એએસઆઈ વિસાભાઈ સરતાનભાઈ કરી રહ્યા છે. પોલીસે નાગરિકોને મૃતકની ઓળખ કરવામાં મદદ કરવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    1 કરોડની કિંમતના દારૂ પર રોલર ફેરવી દેવાયું:ઝોન-4 અને ઝોન-5ના 197 કેસના મુદ્દામાલનો નાશ કરાયો
    Next Article
    ભરૂચના સિંધવાઈ ગણેશ મંડળમાં 'લેખન સ્વરૂપ'માં બિરાજ્યા ગણેશજી:બાળકો અભ્યાસ માટે પત્ર લખીને આશીર્વાદ મેળવે છે, વાલીઓ પણ સંતાનના ભવિષ્ય માટે પત્ર લખે છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment