Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    1 કરોડની કિંમતના દારૂ પર રોલર ફેરવી દેવાયું:ઝોન-4 અને ઝોન-5ના 197 કેસના મુદ્દામાલનો નાશ કરાયો

    1 day ago

    સુરત શહેરમાં પોલીસ દ્વારા પ્રોહિબિશન વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપ પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં સેફ નજીક આવેલા રોડ પર લાખો રૂપિયાની કિંમતના વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવીને તેનો નાશ કરવામાં આવ્યો છે. છેલ્લા 6 માસ દરમિયાન પકડાયેલા આ જથ્થાના નિકાલ માટે નામદાર કોર્ટના હુકમ અને SDM તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં આ સમગ્ર પ્રક્રિયા પાર પાડવામાં આવી હતી. ઝોન-4 હેઠળ 88 કેસનો 30 લાખથી વધુનો દારૂ જપ્ત અને નાશ આ કાર્યવાહી વિશે વિગત આપતા અધિકારીએ જણાવ્યું હતું કે, આજરોજ પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં ઝોન-4 હેઠળ આવતા અઠવા, ઉમરા, વેસુ, પાંડેસરા, ખટોદરા અને અલથાણ પોલીસ સ્ટેશનના છેલ્લા 6 માસ દરમિયાન એકત્રિત થયેલા વિદેશી દારૂના જથ્થાનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. ઝોન-4 ની અધ્યક્ષતા તેમજ સુરત સિટી ઉત્તરના એસડીએમની ઉપસ્થિતિમાં હાથ ધરાયેલી આ કામગીરીમાં કુલ 6 પોલીસ સ્ટેશનના 88 ગુનાના કેસ હેઠળ પકડાયેલી 13,240 બોટલોનો નાશ કરાયો હતો, જેની ભારતીય બજાર મુજબ અંદાજીત કિંમત 30,78,000 થાય છે. ઝોન-5 હેઠળ 109 ગુનાના કેસનો 76 લાખના મુદ્દામાલનો નાશ કરાયો આ અભિયાન અંતર્ગત ઝોન-5 વિસ્તારમાં પણ કડક કાર્યવાહી કરાઈ હતી.આ અંગે વધુ માહિતી આપતા બીજા અધિકારીએ જણાવ્યું હતું કે, ઝોન-5 હેઠળ આવતા ઉત્તરાણ, અમરોલી, જહાંગીરપુરા, રાંદેર અને અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રોહિબિશનના મુદ્દામાલનો નાશ કરાઈ રહ્યો છે. પોલીસ વિભાગ, એસડીએમ સાહેબની ટીમ તથા પ્રોહિબિશન ટીમની સંયુક્ત આગેવાની હેઠળ ચાલી રહેલી આ કામગીરીમાં કુલ 109 ગુનાના કેસનો મુદ્દામાલ સામેલ છે, જેની કુલ કિંમત 76,81,325 જેટલી થાય છે. સુરત પોલીસની આ કડક કાર્યવાહીથી ગેરકાયદે પ્રવૃત્તિઓ કરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.
    Click here to Read More
    Previous Article
    BRC વિસ્તારમાંથી 1 વર્ષથી ગુમ યુવકની શોધખોળ તેજ:પત્તો આપનારને મળશે 25,000નું રોકડ ઇનામ, સોશિયલ મીડિયાના માધ્યમથી નાગરિકોને અપીલ
    Next Article
    પાટણ રેલ્વે સ્ટેશન નજીક ટ્રેનની અડફેટે અજાણ્યા પુરુષનું મોત:મહેસાણા રેલ્વે પોલીસે ઓળખ માટે નાગરિકોને અપીલ કરી, મૃતદેહ કોલ્ડરૂમમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment