Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    BRC વિસ્તારમાંથી 1 વર્ષથી ગુમ યુવકની શોધખોળ તેજ:પત્તો આપનારને મળશે 25,000નું રોકડ ઇનામ, સોશિયલ મીડિયાના માધ્યમથી નાગરિકોને અપીલ

    1 day ago

    સુરતના ઉધના વિસ્તારમાંથી રાજસ્થાનના બાડમેર જિલ્લાના ગઢારડ તાલુકાના ખાનીયાણી ગામના વતની એવા 18 વર્ષ અને 8 મહિનાના યુવાન તગારામ હરચંદરામ મેહરડા (મેઘવાલ) ગત વર્ષે 28 સપ્ટેમ્બર 2025ના રોજ સાંજે 5:30 વાગ્યાની આસપાસ શંકાસ્પદ સંજોગોમાં ગુમ થઈ ગયા હતા. તગારામ સુરતના ઉધના સ્થિત BRC કોલોનીના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રિયલ ફાટા નં. F/192 ખાતે નોકરી અર્થે રહેતા હતા અને રોજિંદા કામકાજ દરમિયાન અચાનક અદ્રશ્ય થઈ ગયા હતા. આ મામલે ઉધના પોલીસ સ્ટેશનમાં મિસિંગ ફરિયાદ નોંધવામાં આવી છે, પરંતુ આટલા લાંબા સમય વીતી જવા છતાં પોલીસ કે પરિવારજનોને આ યુવકનું કોઈ ચોક્કસ પગેરું મળ્યું નથી. પોલીસે જાહેર કર્યો 25,000 રૂપિયાનો રોકડ પુરસ્કાર યુવકની સતત શોધખોળ કરવા છતાં કોઈ પુરાવો ન મળતા આખરે ઉધના પોલીસે જનતાની સહાયતા લેવાનો નિર્ણય કર્યો છે. પોલીસે જાહેરાત કરી છે કે, તગારામ મેહરડા વિશે સાચી માહિતી અથવા ભાળ આપીને તેમને શોધી કાઢવામાં મદદરૂપ બનનાર વ્યક્તિને 25,000નો રોકડ પુરસ્કાર ઇનામ તરીકે આપવામાં આવશે. પોલીસ વિભાગ દ્વારા ખાતરી આપવામાં આવી છે કે, માહિતી આપનાર નાગરિકની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. ગુમ થયેલા તગારામના શારીરિક હુલિયાની વાત કરીએ તો તેમનું શરીર પાતળા બાંધાનું, રંગે ઘઉંવર્ણ, ચહેરો ગોળ અને ઊંચાઈ આશરે 5 ફૂટ 5 ઇંચ છે. તેઓ છેલ્લે સફેદ રંગની ટી-શર્ટ અને બ્લુ કલરનું જીન્સ પેન્ટ પહેરેલા હતા, ધોરણ 12 સુધી અભ્યાસ કરેલો છે અને હિન્દી ભાષા જાણે છે. સોશિયલ મીડિયાના માધ્યમથી નાગરિકોને અપીલ આ ગંભીર મામલે પરિવાર અને પોલીસે સોશિયલ મીડિયા પર વ્યાપક અભિયાન શરૂ કર્યું છે. નાગરિકોને વ્હોટ્સ એપ ગ્રુપ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર આ મેસેજ અને તગારામનો ફોટો શેર કરવા અપીલ કરવામાં આવી છે, જેથી કોઈ ખૂણેથી તેમની ભાળ મળી શકે. જો કોઈપણ વ્યક્તિને આ યુવક અંગે જરાય માહિતી મળે તો તેમણે તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો અથવા જાહેર કરાયેલા સંપર્ક નંબરો (7069258258 / 6359628229) પર ત્વરિત સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે. એક શેર કોઈ પરિવારને તેમના સ્વજન સુધી પહોંચાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    અંબાજીમાં મેઘરાજાની તોફાની બેટિંગ, રાધનપુરમાં મસ્જિદ પર વીજળી પડી:રાજ્યના 224 તાલુકામાં વરસાદ; આજે બે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અમદાવાદ સહિત 8 જિલ્લામાં યલો એલર્ટ
    Next Article
    1 કરોડની કિંમતના દારૂ પર રોલર ફેરવી દેવાયું:ઝોન-4 અને ઝોન-5ના 197 કેસના મુદ્દામાલનો નાશ કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment