Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધારાસભ્ય ઉમેશ મકવાણાએ હોસ્પિટલમાં દવાઓની ગુણવત્તા પર સવાલ:સોનાવાલા હોસ્પિટલમાં બાળરોગ નિષ્ણાત અને સ્ટાફના મહેકમનો મુદ્દો પણ ઉઠાવ્યો

    1 day ago

    બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ બોટાદની સોનાવાલા હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે દર્દીઓની ખબર પૂછી અને તેમને ફળનું વિતરણ કરીને સેવા કાર્ય કર્યું હતું.આ મુલાકાત દરમિયાન ધારાસભ્યએ હોસ્પિટલમાં દર્દીઓને મળતી સારવાર વિશે માહિતી મેળવી. તેમણે દર્દીઓ અને હોસ્પિટલના સ્ટાફને પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરી. ધારાસભ્યએ હોસ્પિટલના પી.આઈ.યુ. (PIU) સાથે વાતચીત કરીને દર્દીઓને જરૂરી સુવિધાઓ તાત્કાલિક આપવા જણાવ્યું. ધારાસભ્ય ઉમેશ મકવાણાએ સોનાવાલા હોસ્પિટલમાં ઉપલબ્ધ દવાઓની તપાસ કરી. તેમણે મન ફાર્મા અને ડીપ ફાર્મા કંપની દ્વારા મોકલવામાં આવતી દવાઓની ગુણવત્તા પર ગંભીર સવાલો ઉઠાવ્યા. તેમના કહેવા મુજબ, આ કંપનીઓની કેટલીક દવાઓની ગુણવત્તા હલકી હોવાનું સામે આવ્યું હતું. વધુમાં, એક સીલબંધ દવાનું પેકેટ ખોલતા તેમાંથી કીડીઓ અને નાના જીવજંતુઓ મળ્યા હોવાનો દાવો કરાયો હતો. આ બાબતને ગંભીરતાથી લઈને, દર્દીઓને સારી અને સુરક્ષિત દવાઓ મળે તે માટે સ્ટાન્ડર્ડ કંપનીઓની દવાઓ ખરીદવા સંબંધિત વિભાગને રજૂઆત કરાશે.બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં બાળકોની સારવાર માટે કાયમી બાળરોગ નિષ્ણાત ડોક્ટરની નિમણૂક થાય તેવી માંગ કરાશે. જેથી બાળકોને સમયસર અને યોગ્ય સારવાર મળી શકે. બોટાદની સોનાવાલા હોસ્પિટલ જિલ્લા કક્ષાની હોસ્પિટલ છે, તેમ છતાં તેમાં સામુદાયિક આરોગ્ય કેન્દ્ર (CHC) જેટલો જ સ્ટાફ હોવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો.જિલ્લા કક્ષાની હોસ્પિટલને અનુરૂપ પૂરતો સ્ટાફ મંજૂર થાય અને દર્દીઓને આધુનિક સારવાર સહિતની જરૂરી સુવિધાઓ મળે તે માટે સંબંધિત વિભાગને રજૂઆત કરાશે. બોટાદમાં આધુનિક સુવિધાઓવાળી સરકારી સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ બને તો સ્થાનિક નાગરિકો તેમજ આસપાસના ગામડાના લોકોને સારી આરોગ્ય સેવાઓ મળી શકે. આ મુદ્દે ધ્યાન આપવા રજૂઆત કરાઈ હતી.બોટાદની જનતાને સારી સારવાર, સુરક્ષિત દવાઓ, પૂરતો તબીબી સ્ટાફ અને આધુનિક આરોગ્ય સુવિધાઓ મળે તે માટે ધારાસભ્ય ઉમેશ મકવાણાએ હોસ્પિટલના પ્રશ્નો અંગે રજૂઆત કરવાની તૈયારી બતાવી.
    Click here to Read More
    Previous Article
    પાલનપુર-વડગામ રોડ પર સામાન્ય વરસાદમાં પાણી ભરાયા:પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી અનેક વાહનો અટવાયા, લોકો પરેશાન
    Next Article
    લોટેશ્વર મંદિરમાં દર્શન કરવા ગયેલી મહિલાની સોનાની ચેઈન ચોરાઈ:ભીડનો લાભ ઉઠાવી 1.40 લાખની કિંમતની ચેઈન ચોરી તસ્કર ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment