Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુર-વડગામ રોડ પર સામાન્ય વરસાદમાં પાણી ભરાયા:પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી અનેક વાહનો અટવાયા, લોકો પરેશાન

    1 day ago

    બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરથી વડગામને જોડતા રોડ પર સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ ગયું હતું. માધુપુરા નજીક રોડ પર વરસાદી પાણી ભરાતા વાહનચાલકોને પસાર થવામાં ઘણી મુશ્કેલી પડી હતી. કેટલાક નાના વાહનો પાણીમાંથી પસાર થતી વખતે અટકી ગયા હતા. પાણી ભરાયેલા રોડ પર વાહનચાલકોને ધીમી ગતિએ વાહન ચલાવવું પડ્યું હતું. સ્થાનિક લોકોના કહેવા મુજબ, વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી સામાન્ય વરસાદમાં પણ અહીં પાણી ભરાઈ જાય છે. આના કારણે વાહનચાલકો અને સ્થાનિક લોકોને પરેશાની થાય છે. મુખ્ય રોડ પર વારંવાર થતી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે તંત્ર યોગ્ય વ્યવસ્થા કરે તેવી માંગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    NID, NIFT સહિત 14 હોસ્ટેલ-કેન્ટીનમાં ફૂડ વિભાગની તપાસ:જાણીતા બ્લિંકિટ સ્ટોરમાં ગંદકી મળી આવતા સીલ, વિવિધ સ્થળેથી 34 નમૂના લઈ તપાસ માટે મોકલાયા
    Next Article
    ધારાસભ્ય ઉમેશ મકવાણાએ હોસ્પિટલમાં દવાઓની ગુણવત્તા પર સવાલ:સોનાવાલા હોસ્પિટલમાં બાળરોગ નિષ્ણાત અને સ્ટાફના મહેકમનો મુદ્દો પણ ઉઠાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment