Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોટેશ્વર મંદિરમાં દર્શન કરવા ગયેલી મહિલાની સોનાની ચેઈન ચોરાઈ:ભીડનો લાભ ઉઠાવી 1.40 લાખની કિંમતની ચેઈન ચોરી તસ્કર ફરાર

    1 day ago

    પાટણના શંખેશ્વર તાલુકાના લોટેશ્વર ગામમાં આવેલા મહાદેવ મંદિરે દર્શન કરવા ગયેલી એક મહિલાના ગળામાંથી સોનાની ચેઈન ચોરાઈ ગઈ છે. રૂ. 1,40,000ની કિંમતની 20 ગ્રામ સોનાની ચેઈન ચોરીને તસ્કર ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. સરસ્વતી તાલુકાના સરીયદ ગામના રહેવાસી લીલાબેન મનુ જોષી 11 સપ્ટેમ્બર 2026ના રોજ પોતાના પરિવાર સાથે લોટેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા ગયા હતા. બપોરના સમયે મંદિરમાં દર્શન કરતી વખતે ઘણી ભીડ હતી. દર્શન કરીને લીલાબેન મંદિરની બહાર આવ્યા. જ્યારે તેઓ પર્સમાંથી કંઈક લેવા ગયા, ત્યારે તેમને ખબર પડી કે ગળામાં પહેરેલી સોનાની ચેઈન ગાયબ છે. ચોરાયેલી સોનાની ચેઈનનું વજન આશરે 20 ગ્રામ (2 તોલા) હતું, જેની કિંમત 1,40,000 રૂપિયા થાય છે. ઘટના બન્યા પછી પરિવારજનોએ આસપાસના વિસ્તારમાં અને ભીડમાં તપાસ કરી, પણ ચોરનો કોઈ પત્તો મળ્યો નહીં. સ્થાનિક સ્તરે શોધખોળ કર્યા બાદ, આખરે 17 સપ્ટેમ્બર 2026ના રોજ શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી.
    Click here to Read More
    Previous Article
    ધારાસભ્ય ઉમેશ મકવાણાએ હોસ્પિટલમાં દવાઓની ગુણવત્તા પર સવાલ:સોનાવાલા હોસ્પિટલમાં બાળરોગ નિષ્ણાત અને સ્ટાફના મહેકમનો મુદ્દો પણ ઉઠાવ્યો
    Next Article
    અનેક બીમારીનો ઈલાજ ગણાતા 'ઘી'માં જ ભેળસેળ !:રાજકોટ મનપા-SOGએ 'વોલ્ગા ઘી'માંથી 6 નમુનાઓ લઈ રૂ. 2.83 લાખનો જથ્થો જપ્ત કર્યો, ફૂડ વિભાગએ ડેરી પ્રોડક્ટ્સ, માવા અને મોદકનાં મળી કુલ 37 નમુના લીધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment