Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાએ કર્યો નવો નિર્ણય:ચોમાસામાં રામનાથ મંદિરને મળશે કાદવ કચરાથી સુરક્ષા કવચ, નદીના વહેણમાં ટ્રેશ બેરિયર લગાવાયા

    9 hours ago

    મનપાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા દર ચોમાસા દરમિયાન શહેરીજનોના અતૂટ શ્રદ્ધા સમાન રામનાથ મહાદેવની જગ્યા પર જળકુંભી અને અન્ય કચરો અને ગંદકી વરસાદમાં નદીના પ્રવાહ સાથે આગળથી આવે છે તેને અટકાવવા માટે મંદિરની આસપાસ ટ્રેશ બેરિયર લગાવી મંદિર ફરતે સુરક્ષા કવચ બનાવી શ્રદ્ધાળુઓની લાગણીને માન આપ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા અને સેન્ટર ફોર એન્વાયયમેન્ટ દ્વારા શહેરને વધુ સ્વચ્છ અને પર્યાવરણમૈત્રી બનાવવાના ભાગરૂપે આજી નદીમાં રામનાથ મહાદેવ મંદિર પહેલાં ટ્રેશ બેરિયર કરવામાં આવ્યું છે. આ કારણે ખાસ કરીને ચોમાસા દરમિયાન રામનાથ મંદિરમાં ફેલાતી ગંદકીને રોકવામાં મદદ મળશે. આ નવતર વ્યવસ્થાથી નદીમાં પાણી સાથે તણાઈ આવતો પ્લાસ્ટિક, ગાંડી વેલ તથા અન્ય તરતો કચરો બેરિયર પાસે જ અટકી જશે. આ વ્યવસ્થાના કારણે રામનાથ મહાદેવ મંદિર નજીક કચરો પહોંચશે નહીં, જેના પરિણામે મંદિર પરિસર તેમજ નદીનો આ વિસ્તાર વધુ સ્વચ્છ અને સુંદર રહેશે. સાથે જ સમયાંતરે બેરિયર પાસે એકત્રિત થતા કચરાનો મનપા દર અઠવાડિયે જેસીબી મારફત નિયમિત રીતે ઉપાડ કરી નિકાલ કરશે. ગુજરાતમાં સૌ પ્રથમ રાજકોટ મહાનગરપાલિકાએ એમઓયુ કરીને એકપણ રૂપિયાના ખર્ચ વગર આ પાઇલટ પ્રોજેક્ટ અમલમાં મુક્યો છે. આ પ્રોજેક્ટનો અમલ કરતાં પહેલા આજી નદી જે વિસ્તારોમાંથી પસાર થાય છે તેવી મુંજકા ચોકડી, 80 ફૂટ બ્રિજ, કૈસરે હિંદ પુલ સહિત અલગ અલગ 14 સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ટેક્નિકલ એનાલિસિસ કરીને રામનાથ મંદિર પાસે સાડા ચાર ફૂટ ઊંચું સાડા ચાર ફૂટ ઊંડું અને સાડા ચાર મીટર પહોળું ટ્રેશ બેરિયર મૂકવામાં આવ્યા છે. જો કે, નદીમાં પૂર આવ્યા બાદ સાચી સ્થિતિની ખબર પડશે.
    Click here to Read More
    Previous Article
    ફિયાસ્કો:મિશન જી સફલથી રોજગારીનો દાવો, એક વર્ષથી સહાય નહિ‎
    Next Article
    મહાપાલિકાની ઠગાઈ:નટરાજનગર પીપીપીમાં બિલ્ડરને રૂ.1.40 કરોડની જમીન ઓછી આપી!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment