Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફિયાસ્કો:મિશન જી સફલથી રોજગારીનો દાવો, એક વર્ષથી સહાય નહિ‎

    10 hours ago

    રાજ્ય સરકારે ગુજરાત સ્કીમ ફોર અંત્યોદય ફેમિલીઝ ફોર ઓગ્યુમેન્ટિંગ લાઇવલીહુડ યોજના અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ અંત્યોદય કાર્ડ ધરાવતાં પરિવારોને ચાર ક્ષેત્રોના માધ્યમથી રોજગારી આપવાની જાહેરાત કરવામાં આવી છે. નર્મદા જિલ્લામાં આ યોજનાનો ફિયાસ્કો થયો હોય તેમ લાગી રહ્યું છે. નાંદોદ તાલુકામાં ગરીબોના ઉત્થાન માટે ફેબ્રુઆરી-2025માં શરૂ કરાયેલી મિશન જી-સફલ યોજના અત્યારે પોતે આઈસીયુમાં હોય તેમ લાગી રહ્યું છે. યોજના અંતર્ગત અંત્યોદય કાર્ડ ધારકોને ડેરી ફાર્મિંગ, બકરા-પાલન, નાનો વ્યવસાય અને એગ્રીકલ્ચર જેવા ચાર વિકલ્પો આપીને રોજગારી આપવાનો વાયદો કરાયો હતો. આજે આશરે 1 વર્ષ અને 3 મહિના જેટલો સમય વિતવા છતાં એગ્રીકલ્ચર સિવાય અન્ય કોઈ જ કેટેગરીના લાભાર્થીઓને હજુ સુધી સહાય મળી નથી, એવું જાણવા મળ્યું છે. યોજનાનો લાભ મેળવવા માટે કેટલાક ગરીબ પરિવારોએ પોતાના ખર્ચે શેડ પણ તૈયાર કરી લીધા. ડિજિટલ વોલેટ ઓપરેટ કરવા માટે વ્યાજે કે ધિરાણ પર નવા સ્માર્ટફોન પણ ખરીદી લીધા. હવે આ ગરીબ પરિવારો દેવાના બોજ નીચે દબાયા છે. દરરોજ ઓફિસોના ધક્કા ખાઈ રહ્યા છે. બીજી તરફ, આ યોજનાને ગ્રાઉન્ડ લેવલ પર ચલાવતા ફિલ્ડકોચને જાન્યુઆરી-2026થી પગાર મળ્યો નથી. ગત 11મી એપ્રિલથી તમામ ફિલ્ડકોચને હોલ્ડ પર મૂકી દેવાયા છે. ગરીબ પરિવારો અને પગાર વગર ટળવળતા કર્મચારીઓએ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવીને ન્યાયની માગ કરી છે. મિશન જી સફલ યોજના શું છે ? આ યોજના ચાર સ્તંભો પર કામ કરે છે. તેમાં સામાજિક સુરક્ષા, આજીવિકા નિર્માણ, નાણાકીય સમાવેશ અને સામાજિક વિકાસ તથા સશક્તિકરણનો સમાવેશ થાય છે. દેશમાં પ્રથમ વાર આ યોજનામાં ‘રિંગ ફેન્સિંગ ડિજિટલ વૉલેટ ટ્રાન્સફર’ સિસ્ટમ લાવવામાં આવી છે. આ અંતર્ગત લાભાર્થી બહેનોના ખાતામાં સીધી નાણાકીય સહાય જમા થાય છે. આ રકમ માત્ર નક્કી કરેલા વ્યવસાય કે આજીવિકાના સાધનો ખરીદવા માટે જ વાપરી શકાય છે.
    Click here to Read More
    Previous Article
    કાઠિયાવાડ બાલાશ્રમનો 120માં વર્ષમાં પ્રવેશ:1600 બાળકોને મળ્યું દેશ-વિદેશમાં ઘર, 375 દીકરીનું કરાયું કન્યાદાન: અનાથથી લઈને આબાલ-વૃદ્ધોનો અડીખમ આશરો
    Next Article
    મનપાએ કર્યો નવો નિર્ણય:ચોમાસામાં રામનાથ મંદિરને મળશે કાદવ કચરાથી સુરક્ષા કવચ, નદીના વહેણમાં ટ્રેશ બેરિયર લગાવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment