Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાઠિયાવાડ બાલાશ્રમનો 120માં વર્ષમાં પ્રવેશ:1600 બાળકોને મળ્યું દેશ-વિદેશમાં ઘર, 375 દીકરીનું કરાયું કન્યાદાન: અનાથથી લઈને આબાલ-વૃદ્ધોનો અડીખમ આશરો

    11 hours ago

    1899ના છપ્પનિયા દુષ્કાળની એ કારમી અને કાળઝાળ પરિસ્થિતિ, જ્યારે અસંખ્ય માસૂમ બાળકો અનાથ થઈને ગલીઓમાં ભીખ માંગવા મજબૂર બન્યા હતા. એ કપરા સમયે બાળકોની આંતરડી ઠારવા માટે 1908માં મોરબીના પ્રજાવત્સલ રાજવી અને સમાજના શ્રેષ્ઠીઓએ રાજકોટમાં જે પવિત્ર સંસ્થાનો પાયો નાખ્યો હતો, તે ‘કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ’ આજે પોતાના ગૌરવવંતા 119 વર્ષ પૂર્ણ કરીને 120માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે. આ ઐતિહાસિક અવસરને યાદગાર બનાવવા માટે બાલાશ્રમ ખાતે અનાથ બાળકોની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં ત્રણ દિવસના સુંદર મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અહીના 1600 બાળકોને દેશ-વિદેશમાં ઘર મળ્યું છે જ્યાં તેમને દત્તક આપવામાં આવ્યા. 375 દીકરીનું કન્યાદાન આ સંસ્થાએ કર્યું છે. અનાથથી લઈને આબાલ-વૃદ્ધોનો અડીખમ આશરો એટલે કાઠિયાવાડ બાલાશ્રમ એવું કહેવાય છે. આ વિશાળ વડલા સમાન સંસ્થાએ અત્યાર સુધીમાં 1,600 જેટલા અનાથ બાળકોને દેશ-વિદેશના પરિવારોમાં દત્તક અપાવીને નવું જીવન આપ્યું છે. આ ઉપરાંત, આશ્રમમાં મોટી થયેલી 375 અંતેવાસી દીકરીઓને ધામધૂમથી પરણાવીને તેમના ઘર વસાવ્યા છે. હાલમાં આ સંસ્થા હેઠળ ચાલતી એ.વી.જશાણી વિદ્યામંદિર સ્કૂલમાં આશરે 2,000 વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે. ફિલ્ડમાર્શલ કુમાર છાત્રાલયમાં 60 બાળકો અને બાલાશ્રમમાં 1 દિવસથી લઈને 18 વર્ષ સુધીની 100 જેટલી બાલિકાઓ આશ્રય મેળવી રહી છે. બાલાશ્રમ માત્ર બાળકો જ નહીં, પણ વડીલોનો પણ સહારો બન્યું છે. મોરબી ખાતે સંસ્થા સંચાલિત વૃદ્ધાશ્રમમાં 1,600થી વધુ વડીલો નિવૃત જીવન વિતાવી ચૂક્યા છે અને હાલ 50થી વધુ વડીલો ત્યાં રહી રહ્યા છે. રાજકોટમાં પણ નવું અદ્યતન ‘સિનિયર સિટીઝન હોમ એન્ડ ડે કેર સેન્ટર’ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. સંસ્થાના પ્રમુખ અરવિંદભાઈ પટેલ ફિલ્ડમાર્શલ, ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ અને ખજાનચી પ્રવીણભાઈ અઘારા સહિતના હોદ્દેદારોએ નગરજનોને આ ત્રણ દિવસીય ઉજવણીમાં રૂબરૂ આવી બાળકોને આશીર્વાદ આપવા અપીલ કરી છે. જ્યારે સોનાનો એક તોલાનો ભાવ રૂ.14 હતો, ત્યારે રાજકોટના રાજવીએ રૂ.1,000 અનુદાન આપ્યું હતું આ સંસ્થાના ભવ્ય ઈતિહાસ પર નજર કરીએ તો, મોરબીના પ્રજાવત્સલ રાજવી કુમાર હરભમજી મહારાજાની પ્રેરણા અને આર્થિક મદદથી આ સંસ્થાની સ્થાપના થઈ હતી. જેમાં સીતારામ પંડિતજી, સર પ્રભાશંકર પટ્ટણી અને શેઠ અબુબકર જીવાભાઈએ દીર્ઘદૃષ્ટિપૂર્વક મોટું આર્થિક યોગદાન આપ્યું હતું. સૌથી રસપ્રદ બાબત એ છે કે જ્યારે બજારમાં સોનાનો એક તોલાનો ભાવ રૂ.14 હતો, ત્યારે રાજકોટના રાજવી લાખાજીરાજ બહાદુર મહારાજાએ આશ્રમને સૌ પ્રથમ રૂ.1,000 અનુદાન આપ્યું હતું, જેની કિંમત આજના સમયમાં આશરે રૂ.1 કરોડ જેટલી થવા જાય છે! તેમણે સ્ટેટની શાળાઓમાં આશ્રમના બાળકો માટે મફત શિક્ષણ અને સંસ્થા માટે જમીન પણ અર્પણ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    20 કર્મચારીઓના સ્ટાફ માટે મોકલાઈ દરખાસ્ત:‘વઢવાણના ઉતારા’માં આવતા સપ્તાહથી ગ્રામ્ય DEO 597 શાળાનું સંચાલન કરશે
    Next Article
    ફિયાસ્કો:મિશન જી સફલથી રોજગારીનો દાવો, એક વર્ષથી સહાય નહિ‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment