Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    20 કર્મચારીઓના સ્ટાફ માટે મોકલાઈ દરખાસ્ત:‘વઢવાણના ઉતારા’માં આવતા સપ્તાહથી ગ્રામ્ય DEO 597 શાળાનું સંચાલન કરશે

    13 hours ago

    રાજકોટ ગ્રામ્યની નવી શિક્ષણાધિકારી કચેરી આગામી સપ્તાહથી વઢવાણના ઉતારામાં વિધિવત રીતે ધમધમતી થાય તેવી પ્રબળ સંભાવના છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજકોટ ગ્રામ્ય શિક્ષણાધિકારીના ઇન્ચાર્જ તરીકે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દીક્ષિત પટેલની નિમણૂક કરી દેવામાં આવી છે. આ નવી કચેરી શરૂ કરવા માટે જરૂરી સ્ટાફ અને કર્મચારીઓના મહેકમની મંજૂરી મેળવવા રાજ્ય સરકારમાં સત્તાવાર દરખાસ્ત મોકલી દેવામાં આવી છે. રાજકોટ સિટીમાં 961 શાળા અને રાજકોટ ગ્રામ્ય કચેરીમાં 597 શાળાનું સંચાલન થશે. રાજકોટ ગ્રામ્ય શિક્ષણાધિકારી કચેરીના ઇન્ચાર્જ દીક્ષિત પટેલે જણાવ્યું હતું કે, આ નવી રચાયેલી કચેરી હેઠળ ગ્રામ્ય વિસ્તારની 597 શૈક્ષણિક સંસ્થાઓને આવરી લેવામાં આવશે અને તેનું સંચાલન અહીંથી જ થશે. આ કચેરીને કાર્યરત કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા સ્ટાફની વિગતો મગાવવામાં આવી હતી, જેના આધારે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર અને ક્લેરિકલ સ્ટાફ સહિત કુલ 20 જેટલા કર્મચારીઓનું મહેકમ ફાળવવા માટે રાજ્ય સરકારને દરખાસ્ત મોકલી દેવાઈ છે. સરકાર દ્વારા કર્મચારીઓનું આ મહેકમ ફાળવવામાં આવ્યા બાદ, સંભવતઃ આગામી સપ્તાહથી શહેરના વઢવાણના ઉતારા તરીકે ઓળખાતી જગ્યામાં આ નવી ગ્રામ્ય DEO કચેરીની કામગીરી પૂર્ણ સ્તરે શરૂ કરી દેવામાં આવશે. વિભાજનના ફાયદા | વહીવટી-શૈક્ષણિક કામ સરળ થશે 1. શાળાઓનું કડક મોનિટરિંગ | અત્યાર સુધી એક જ કચેરી હોવાથી અધિકારીઓનું ધ્યાન રાજકોટ શહેરની શાળાઓ પર વધુ રહેતું હતું. હવે અલગ કચેરી બનવાથી નવી ટીમનું સિંગલ પોઈન્ટ ફોકસ માત્ર ગ્રામ્ય શાળાઓ પર રહેશે, જેથી મોનિટરિંગ અત્યંત મજબૂત બનશે. 2. ગુટલીબાજ શિક્ષકો પર કસાશે સકંજો | કચેરી પાસે 20 કર્મચારીઓનું અલગ મહેકમ અને એજ્યુકેશન ઇન્સ્પેક્ટરો (EI) હશે. આ ટીમ અચાનક જેતપુર, ધોરાજી કે ઉપલેટા જેવા અંતરિયાળ ગામડાની શાળાઓમાં સરપ્રાઈઝ ચેકિંગ કરશે, જેનાથી ગુટલી મારતા શિક્ષકો પર લગામ કસાશે. 3. પેન્ડિંગ ફાઈલોનો ઝડપી નિકાલ | એક જ કચેરી પર રાજકોટ શહેર અને તમામ તાલુકાઓનો થઈને હજારો ફાઈલોનો ભરાવો રહેતો હતો. વિભાજન થતાં જ વહીવટી બોજ અડધો થઈ જશે અને વર્ષોથી લટકતી ફાઈલોનો નિકાલ દિવસોમાં થશે. 4. મધ્યાહ્ન ભોજન અને ગ્રાન્ટનું સીધું ઓડિટ | ગામડાંની સરકારી શાળાઓમાં બાળકોને અપાતા મધ્યાહ્ન ભોજનની ગુણવત્તા અને સરકાર તરફથી મળતી અલગ-અલગ ગ્રાન્ટના વપરાશનું ગ્રાઉન્ડ લેવલ પર ઓડિટ કરવું હવે સરળ બનશે. 5. RTE પ્રવેશ પ્રક્રિયા વધુ સરળ અને પારદર્શક | RTE હેઠળ ગરીબ બાળકોના એડમિશન વખતે ગ્રામ્ય વિસ્તારના વાલીઓને ફોર્મની ખામીઓ સુધારવા કે વેરિફિકેશન માટે હવે ગ્રામ્ય DEO ટીમ પ્રક્રિયા સરળ બનાવી શકશે. 6. બોર્ડ પરીક્ષાઓનું સેન્ટર વાઈઝ માઇક્રો-પ્લાનિંગ | ધોરણ 9થી 12ની સ્કોલરશિપ, બોર્ડની પરીક્ષાઓના કેન્દ્રોની ફાળવણી અને સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો પર સીધી નજર રાખવા માટે ગ્રામ્ય DEO કચેરી પોતાની રીતે સ્વતંત્ર અને સચોટ માઇક્રો-પ્લાનિંગ કરી શકશે. 7. ‘ડ્રોપઆઉટ રેશિયો’ ઘટાડવામાં મદદ મળશે | ગામડાંઓમાં ખાસ કરીને ધોરણ 8 પછી દીકરીઓ શાળા છોડી દેતી હોય છે. નવી ગ્રામ્ય કચેરી દરેક તાલુકા વાઇઝ ડેટા એનાલિસિસ કરીને જે-તે ગામમાં કેમ્પેન ચલાવી શકશે અને ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા પર પર્સનલ ફોકસ કરી શકશે. 8. NEPનું ઝડપી અમલીકરણ | નવી શિક્ષણ નીતિ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં જે નવા બદલાવો, કૌશલ્ય વિકાસ અને ડિજિટલ લર્નિંગ પ્રોજેક્ટ્સ લાવવાના છે, તેનું પ્લાનિંગ અને અમલીકરણ આ નવી સમર્પિત કચેરી દ્વારા ખૂબ જ ઝડપથી થઈ શકશે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં 81 જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા:ઘરેલુ હિંસા અને મહિલા અત્યાચારના કેસમાં રાજકોટ રાજ્યમાં બીજા ક્રમે અને દેશમાં છઠ્ઠા ક્રમે
    Next Article
    કાઠિયાવાડ બાલાશ્રમનો 120માં વર્ષમાં પ્રવેશ:1600 બાળકોને મળ્યું દેશ-વિદેશમાં ઘર, 375 દીકરીનું કરાયું કન્યાદાન: અનાથથી લઈને આબાલ-વૃદ્ધોનો અડીખમ આશરો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment