Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાડોશી વચ્ચે નજીવી બાબતે મારામારી:પાડોશમાં થતી ચર્ચાઓનો ખાર રાખી યુવાને 81 વર્ષીય વૃદ્ધ પર લાકડી વડે હુમલો

    3 days ago

    ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના દરેડ ગામમાં રહેતા પાડોશી સાથેની સામાન્ય બોલાચાલીનો ખાર રાખી એક યુવાને 81 વર્ષીય વૃદ્ધ પર લાકડી વડે હુમલો કરી ગંભીર ઈજાઓ કરતા વૃદ્ધએ વલ્લભીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી, આ બનાવ અંગે વલ્લભીપુર પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર ગત તા.11/6 ના રોજ રાત્રે પાડોશમાં રહેતા ઘનશ્યામ કરશનભાઈ નાયાણી અને તેમના દાદા ભીખા વિઠ્ઠલભાઈ નાયાણી વચ્ચે પોતાના ઘરે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેની જાણ બીજા દિવસે સવારે ફરિયાદી લાલજીને થઈ હતી, ​તા. 12/6 ના રોજ સવારે લાલજીભાઈ ગામમાં અન્ય લોકો સાથે બેઠા હતા, ત્યારે ત્યાંથી પસાર થતા ઘનશ્યામએ આ જોઈને રોષે ભરાયા હતા ઘનશ્યામએ "તમે અમારા ઘરની વાતો કેમ કરો છો?" તેમ કહીને લાલજીભાઈ સાથે ઝઘડો શરૂ કર્યો હતો, આ સમયે ઘનશ્યામએ પાસે રહેલી લાકડી વડે 81 વર્ષીય વૃદ્ધ લાલજી પર હુમલો કર્યો હતો તેમણે લાલજીને પેટમાં લાકડીના ઘા માર્યા હતા, તેમજ તેમના બંને હાથના પંજા અને કપાળના ભાગે ઈજા પહોંચાડી હતી. આ દરમિયાન જીવરાજ નામના વ્યક્તિએ વચ્ચે પડીને લાલજીને વધુ મારથી બચાવ્યા હતા, જતા-જતા આરોપીએ વૃદ્ધને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી, આ મારમારીમાં લાલજીને ગંભીર ઈજાઓ પહોંચતા તેમણે ગામના ડોક્ટર પાસે પ્રાથમિક સારવાર લીધી હતી, આ હુમલા અને ધમકીના મામલે લાલજીએ વલ્લભીપુર પોલીસ મથકે ઘનશ્યામ સામે ગુન્હો નોંધાવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં ટ્રક પાછળ લકઝરી ઘૂસી, 7ના મોત:મૃતકમાં એક 9 વર્ષનું બાળક, 27 ઈજાગ્રસ્ત; બાલાજી ટ્રાવેલ્સની બસ રાજસ્થાનના બાસવાડાથી સુરત જતી હતી
    Next Article
    જામનગર મનપાને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી:બોમ્બ સ્કોડ, ડોગ સ્કોડ સહિતનો કાફલો દોડ્યો; તમામને બહાર કાઢી સર્ચ ઓપરેશન હાથ ધરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment