Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોંઘવારીના લીધે ખાનગીમાંથી સરકારી શાળા તરફ વળતા બાળકો.:​મોંઘી ફી અને દુષ્કાળ જેવા માહોલથી પાયમાલ થયેલા વાલીઓ મજબૂર: દેડકીયાળીમાં ખાનગી શાળાઓ છોડી બાળકો સરકારી શાળામાં દાખલ થયા.

    6 hours ago

    ​રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાંથી એક અત્યંત ચિંતાજનક અને આંખ ઉઘાડતી હકીકત સામે આવી છે. જૂનાગઢ જિલ્લાના દેડકીયાળી ગામમાં નબળો વરસાદ, અનિશ્ચિત હવામાન અને મોંઘવારીના ભરડાએ અન્નદાતા અને મજૂર વર્ગની કમર ભાંગી નાખી છે. ખાનગી શાળાઓની આકાશને આંબતી મોંઘી ફી અને પરિવારનું ગુજરાન ચલાવવાની મજબૂરીને કારણે વાલીઓ પોતાના બાળકોને ખાનગી શાળાઓમાંથી કાઢીને ગામની સરકારી પ્રાથમિક શાળામાં બેસાડવા મજબૂર બન્યા છે. ​ગામના મજૂરી કામ કરતા વાલી દિનેશભાઈ ઠુમ્મરે પોતાની વેદના ઠાલવતા જણાવ્યું હતું કે, તેમનો દીકરો અગાઉ ખાનગી શાળામાં ભણતો હતો, જ્યાં રૂ. 25,000 થી 30,000 ફી અને બસનું ભાડું અલગથી ચુકવવું પડતું હતું. આજની ભયંકર મોંઘવારીમાં રૂ. 40,000 થી 45,000નો ખર્ચ કાઢવો અસંભવ છે, જ્યાં ઘરખર્ચ અને ગેસના બાટલાના પૈસા પણ માંડ ભેગા થાય છે. સરકારી શાળામાં શિક્ષણ સારું છે અને સ્માર્ટ ટીવી જેવી સુવિધાઓ ઉપલબ્ધ હોવાથી તેમણે બાળકને સરકારી શાળામાં મૂક્યો છે. ​સ્થાનિક રહીશ રમેશભાઈ કોરાટે જણાવ્યું હતું કેઅમારા ગામના ખેડૂતોએ 50 દિવસ પહેલાં વીઘે 12 થી 13 હજારનો ખર્ચ કરીને વાવેતર કર્યું હતું. પરંતુ વરસાદ ન હોવાથી ઉત્પાદન આવે તેવી શક્યતા નથી. ખાનગી શાળાઓની રૂ. 50 હજારથી 1.5 લાખ સુધીની ફી ભરી શકાય તેમ ન હોવાથી ખેડૂતોએ બાળકોને સરકારી શાળામાં બેસાડીને ફીના પૈસાથી પરિવારનું ગુજરાન ચલાવવાનો બુદ્ધિપૂર્વકનો રસ્તો અપનાવ્યો છે. આજે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થતાં ખાનગી શાળાઓની વાહનોની બસો પણ અડધી ખાલી જોવા મળે છે. ​સરકારી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીના વાલી સંજય વઘાસિયાએ જણાવ્યું હતું કે વરસાદની અછતને કારણે ખાનગી શાળાની રૂ. 45 થી 50 હજાર ફી ભરાય તેમ ન હતી, તેથી મારી દીકરીને દેડકીયાળીની સરકારી શાળામાં મૂકી છે. પ્રાઇવેટમાં 4 વર્ષમાં જે ન શીખી શકી, તે અહીં સરકારી શાળામાં 6 મહિનામાં તેનાથી પણ સારું શીખી ગઈ છે. ​દેડકીયાળી પ્રાથમિક શાળાના આચાર્ય અશોકભાઈ છોડવડિયાએ જણાવ્યું હતું કેઅમારી શાળામાં હાલ 72 વિદ્યાર્થીઓ છે. આ વર્ષે ખાનગી શાળાઓ અને હોસ્ટેલોમાંથી 7 થી 8 બાળકો અમારી શાળામાં દાખલ થયા છે. મોંઘી ફી, ટ્રાન્સપોર્ટેશન અને વરસાદ ખેંચાવાથી વાલીઓ પર બોજ વધ્યો છે. તેની સામે સરકારી શાળામાં ઉત્તમ શિક્ષણ, સ્માર્ટ ક્લાસ, શિષ્યવૃત્તિ, મધ્યાહન ભોજન, ગણવેશ અને સારા શિક્ષકો હોવાથી વાલીઓનો ભરોસો સરકારી શાળા પર વધ્યો છે. ​સરકારી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પ્રિન્સિબેન ઠુમ્મરે પોતાનો અનુભવ શેર કરતાં કહ્યું કે હું અગાઉ પ્રાઇવેટ શાળામાં ભણતી હતી, જ્યાં ફી ખૂબ મોંઘી હતી અને વ્યાકરણ કે ગણિત જેવા વિષયો યોગ્ય રીતે ભણાવવામાં આવતા ન હતા. તેથી મેં સરકારી શાળા પસંદ કરી. અહીં પાંચમા ધોરણથી આવ્યા બાદ અહીંનું ઉત્તમ શિક્ષણ જોઈને મને આ જ શાળામાં ભણવાનું મન થઈ ગયું, કારણ કે અહીં બધા મુદ્દા ખૂબ જ સરળ રીતે..
    Click here to Read More
    Previous Article
    PM મોદીના 76મા જન્મદિવસે સોમનાથ યુનિવર્સિટીમાં 612 દીવડા પ્રગટાવ્યા:દીર્ઘાયુષ્ય અને રાષ્ટ્રસેવા માટે મંગલકામના કરાઈ
    Next Article
    વેરાવળ રેલવે સ્ટેશન પર ટ્રેન અકસ્માત અને આગની મોકડ્રીલ:NDRF, ફાયર વિભાગ અને પોલીસ સહિતના તંત્રએ બચાવ કામગીરીનું નિદર્શન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment