Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM મોદીના 76મા જન્મદિવસે સોમનાથ યુનિવર્સિટીમાં 612 દીવડા પ્રગટાવ્યા:દીર્ઘાયુષ્ય અને રાષ્ટ્રસેવા માટે મંગલકામના કરાઈ

    6 hours ago

    વેરાવળમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે ભારતના પ્રધાનમંત્રીના 76મા જન્મદિવસની ખાસ ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે યુનિવર્સિટી પરિવારે 612 દીવડા પ્રગટાવ્યા હતા.આ દીવડા પ્રધાનમંત્રીના લાંબા આયુષ્ય, સુખ, સમૃદ્ધિ અને રાષ્ટ્રસેવાના કાર્યમાં સતત સફળતા માટે મંગલકામના સાથે પ્રગટાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડૉ. નરેન્દ્રકુમાર પંડ્યાના માર્ગદર્શન હેઠળ થયું હતું. તેમણે જણાવ્યું કે દીપ પ્રગટાવીને ભારતીય સંસ્કૃતિની પરંપરા અને આધ્યાત્મિક ભાવના દર્શાવવામાં આવી. આ સાથે દેશની પ્રગતિ, શાંતિ, સુખાકારી અને સર્વાંગી વિકાસ માટે પ્રાર્થના પણ કરાઈ. યુનિવર્સિટીના કુલસચિવ ડૉ. મહેશકુમાર મેતરાએ કહ્યું કે 612 દીવડાઓના પ્રકાશથી સમગ્ર પરિસરમાં ભક્તિ, રાષ્ટ્રભાવના અને શુભેચ્છાનો માહોલ બન્યો હતો. આ કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના મૂલ્યોને અનુરૂપ દીપ પ્રગટાવીને શુભેચ્છા અપાઈ હતી. યુનિવર્સિટી પરિવારે પ્રધાનમંત્રીના દીર્ઘાયુષ્ય, સારા સ્વાસ્થ્ય અને સફળ કાર્યકાળ માટે શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે યુનિવર્સિટીના તમામ અધિકારીઓ, અધ્યાપકો, કર્મચારીઓ, સંશોધકો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ઉપસ્થિત સૌએ રાષ્ટ્રની પ્રગતિ અને સુખાકારી માટે સારા સંકલ્પો લીધા. યુનિવર્સિટી પરિવારે પ્રધાનમંત્રીને જન્મદિવસની શુભેચ્છાઓ આપી અને તેમના લાંબા અને યશસ્વી જીવન માટે શુભકામનાઓ વ્યક્ત કરી.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદીઓ બહાર ના નીકળતા, કોર્પોરેશને હાથ ઉંચા કરી લીધા છે:વૃદ્ધો-બાળકોને ઘરમાં રહેવા અપીલ કરી, દોશીવાળા પોળમાં એક મકાન ધરાશાયી
    Next Article
    મોંઘવારીના લીધે ખાનગીમાંથી સરકારી શાળા તરફ વળતા બાળકો.:​મોંઘી ફી અને દુષ્કાળ જેવા માહોલથી પાયમાલ થયેલા વાલીઓ મજબૂર: દેડકીયાળીમાં ખાનગી શાળાઓ છોડી બાળકો સરકારી શાળામાં દાખલ થયા.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment