Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદીઓ બહાર ના નીકળતા, કોર્પોરેશને હાથ ઉંચા કરી લીધા છે:વૃદ્ધો-બાળકોને ઘરમાં રહેવા અપીલ કરી, દોશીવાળા પોળમાં એક મકાન ધરાશાયી

    15 hours ago

    અમદાવાદમાં સવારે 7 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં સરેરાશ 2.77 ઇંચ વરસાદ પડ્યો છે. સૌથી વધારે સરખેજ-વેજલપુરમાં સાડા પાંચ ઇંચ વરસાદ પડ્યો છે. નવરંગપુરા, ગુજરાત યુનિવર્સિટી, પાલડી, આશ્રમરોડ, વિજય ચાર રસ્તા, લાંભા, કાલુપુર, બાકરોલ-સરખેજ અને મક્તમપુરામાં ચાર ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. ચાંદલોડિયા, મેમનગર દુધેશ્વર, શાહપુર, દરિયાપુર સહિતના વિસ્તારોમાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. ગોતા, ઓગણજ, રાણીપ, ઉસ્માનપુરા, મોટેરા, સાબરમતી, ન્યુ રાણીપ, જોધપુર, બોપલ ઘુમા, સેટેલાઈટ, નેહરુનગર, બોડકદેવ, જમાલપુર, માધુપુરા, દિલ્હી દરવાજા, શાહીબાગ, અસારવા, જશોદાનગર સીટીએમ સહિતના વિસ્તારોમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. ચાંદખેડા, સાયન્સ સીટી, વિરાટનગર, મણીનગર, સરદારનગર, એરપોર્ટ, લાંભા, વટવા, ઇસનપુર, ગોમતીપુર, ઓઢવ, મનમોહન પાર્ક, એસપી રિંગ રોડ, વસ્ત્રાલ સહિતના અલગ અલગ વિસ્તારોમાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે બાકીના વિસ્તારોમાં બેથી દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. મેઘરાજાની તોફાની ઇનિંગે અમદાવાદને બાનમાં લીધુ છે. પાણીમાં વાહન ચાલકો ફસાતા ઠેર-ઠેર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં સરેરાશ બે ઇંચ વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર થઈ જાય તેવી સ્થિતી જોવા મળતા મ્યુનિસિપલ કોર્પોરેશનની આગોતરી આયોજનની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. કરોડો રૂપિયાનો ગટર અને વરસાદી પાણીની લાઈનની સફાઈ પાછળ ખર્ચો કરવામાં આવે છે, પરંતુ તંત્રની બેદરકારીથી લોકો હેરાન-પરેશાન થઈ ચૂક્યા છે. સવારે ભારે વરસાદ પડતા જ નોકરી-ધંધે જનારા નાગરિકોને હાલાકી પડી રહી છે. શહેરમાં મુખ્ય 10 જંકશનનો પર પાણી ભરાયેલા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દિનેશ ગુરવ રમેશે જણાવ્યું હતું કે શહેરમાં આજે એક કલાકમાં ચાર ઇંચ વરસાદ કેટલાક વિસ્તારોમાં પડ્યો છે અને ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે. પાણી ભરાવવાના પગલે તાત્કાલિક ધોરણે નિકાલ કરવાની કામગીરી કરવામાં આવી હતી. શહેરમાં મુખ્ય 18 જંકશનનો પર વધુ પાણી ભરાય છે જેમાં હજી સુધી ચાર કલાક બાદ પણ 10 જગ્યાએ નિકાલ કરવાની કામગીરી બાકી છે. ‘વધુ પાણી ભરાય છે તે વિસ્તારોમાં જવું નહીં, વૃદ્ધો-બાળકોએ ઘરમાં રહેવું’ શહેરમાં 235 જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે જેમાં 150થી વધુ જગ્યાઓ પરથી પાણીનો નિકાલ થઈ ચૂક્યો છે. જ્યારે બાકીની જગ્યાઓ પર અત્યારે પાણીના નિકાલની કામગીરી કરવામાં આવી રહી છે. જો વરસાદ નહીં આવે તો બપોર સુધીમાં તમામ જગ્યાઓ પરથી વરસાદી પાણીનો નિકાલ થઈ જશે. બપોરે 2 વાગ્યા બાદ ભારે વરસાદની આગાહી છે જેથી તમામ નાગરિકોને અપીલ છે કે જ્યાં વધુ પાણી ભરાય છે એવા વિસ્તારોમાં લોકોએ જવું નહીં. વૃદ્ધો અને બાળકોએ ઘરમાં જ રહેવું. વધારે લેવલનું પાણી હોવાથી જલ્દી પાણીનો નિકાલ થયો નહી સાબરમતી નદીનું લેવલ ચોમાસાની સિઝનમાં 128થી 130 ફૂટ હોય છે, પરંતુ 136 ફૂટનું લેવલ હતું જેથી પાણી ઘટાડવા માટે દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા. અગાઉથી 128 ફૂટ હોવું જોઈએ તેની જગ્યાએ ખૂબ વધારે લેવલનું પાણી હોવાના પગલે જલ્દી પાણીનો નિકાલ થયો ન હતો. જોકે તાત્કાલિક ધોરણે આ પાણીનો નિકાલ કરવા સિંચાઈ વિભાગ અને કોર્પોરેશન દ્વારા સંકલન કરવામાં આવ્યું હતું. અમદાવાદનો વરસાદ, 7 તસવીરમાં જુઓ દિવસભરની અપડેટ્સ માટે નીચેના બ્લોગમાંથી પસાર થઈ જાવ
    Click here to Read More
    Previous Article
    PM Modi deserves some credit for birthday restraint. At least he didn’t rename a month after himself
    Next Article
    PM મોદીના 76મા જન્મદિવસે સોમનાથ યુનિવર્સિટીમાં 612 દીવડા પ્રગટાવ્યા:દીર્ઘાયુષ્ય અને રાષ્ટ્રસેવા માટે મંગલકામના કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment