Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળ રેલવે સ્ટેશન પર ટ્રેન અકસ્માત અને આગની મોકડ્રીલ:NDRF, ફાયર વિભાગ અને પોલીસ સહિતના તંત્રએ બચાવ કામગીરીનું નિદર્શન કર્યું

    6 hours ago

    વેરાવળ રેલવે સ્ટેશન પર આપત્તિ વ્યવસ્થાપન અને કટોકટીની પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે રેલવે વિભાગ અને NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) દ્વારા સંયુક્ત મોકડ્રીલનું આયોજન કરાયું હતું. આ મોકડ્રીલમાં સ્થાનિક વહીવટી તંત્ર, વેરાવળ સિટી પોલીસ, ફાયર બ્રિગેડ અને વહીવટી તંત્રની વિવિધ ટીમોએ ભાગ લીધો હતો. આ મોકડ્રીલ દરમિયાન રેલવેનો એક કોચ પાટા પરથી નીચે ઉતરી જતાં અકસ્માત સર્જાયો હોવાનું દ્રશ્ય ઉભું કરવામાં આવ્યું હતું. આ દુર્ઘટનામાં ઘણા મુસાફરો ઘાયલ થયા હતા અને રેલવે કોચમાં આગ પણ લાગી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને NDRFની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. તેમણે રેલવે કોચમાં લાગેલી આગને ફાયર એક્સટિંગ્યુશર વડે કાબૂમાં લીધી હતી. રેલવે કોચને કાપીને અંદર ફસાયેલા અને ઘાયલ થયેલા મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વેરાવળ ગીર સોમનાથના સ્ટેશન ફાયર ઓફિસર જયરાજસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, આવી કોઈ અચાનક દુર્ઘટના બને ત્યારે આજુબાજુના લોકોએ ગભરાયા વગર ધીરજ રાખવી જોઈએ. તેમણે ઈજાગ્રસ્તોને મદદ કરવા, તેમની ઈજાની ગંભીરતા સમજી ત્વરિત સ્થાનિક મદદ અને તંત્રને જાણ કરવા પર ભાર મૂક્યો હતો. આ મોકડ્રીલનો મુખ્ય હેતુ વિવિધ વિભાગો વચ્ચેનું સંકલન ચકાસવાનો અને કોઈપણ આપત્તિ સમયે ઓછામાં ઓછા સમયમાં રાહત-બચાવ કામગીરી પાર પાડવાનો હતો. મોકડ્રીલમાં જુના રેલવેના ડબ્બામાં પેસેન્જરને બેસાડવામાં આવ્યા હતા અને દુર્ઘટના તેમજ આગ બંનેના દ્રશ્યો સર્જાયા હતા. ઈજાગ્રસ્ત પેસેન્જરોને ડબ્બામાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી પ્રાથમિક સારવાર સહિતની કામગીરીનું પણ નિદર્શન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર મોકડ્રીલમાં રેલવે વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે NDRF, SDRF, પોલીસ વિભાગ અને ફાયર વિભાગના જવાનો જોડાયા હતા. ભાવનગરના આસિસ્ટન્ટ ડિવિઝન મેનેજર ઋતિકુમાર, NDRF કમાન્ડર વિક્રમ ચૌધરી, ફાયર અધિકારી રવિરાજ ચાવડા અને રેલવેના એડિશનલ ટેક્નિકલ વિભાગના અક્ષય દેસાઈ, સહિત રેલવે સ્ટેશન માસ્તર રાજીવકુમાર મિશ્રા, ડી આર યુ સી ભાવનગર અનિસ રાચ્છ મુકેશ ચોલેરા લેરા સહિતના આ મોકડ્રીલમાં હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મોંઘવારીના લીધે ખાનગીમાંથી સરકારી શાળા તરફ વળતા બાળકો.:​મોંઘી ફી અને દુષ્કાળ જેવા માહોલથી પાયમાલ થયેલા વાલીઓ મજબૂર: દેડકીયાળીમાં ખાનગી શાળાઓ છોડી બાળકો સરકારી શાળામાં દાખલ થયા.
    Next Article
    મોરબીની અવની સોસાયટીમાં 68 લાખના રોડનું ખાતમુહૂર્ત:રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે વિકાસકાર્ય શરૂ, 550 મીટર લાંબો રોડ બનશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment