Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ:ગારીયાધારમાં પોણો અને પાલીતાણામાં અડધો ઈંચ વરસાદ

    10 hours ago

    હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે ભાવનગર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે જેમાં ગારીયાધારમાં પોણો અને પાલીતાણામાં અડધો ઈંચ વરસાદ ખાબક્યો હતો જયારે અન્ય બે તાલુકામાં ઝરમર વરસાદ વરસ્યો હતો, 6 તાલુકા વરસાદ થી વંચિત રહ્યો હતો, જિલ્લાભરમાં વરસાદી માહોલ છવાવાની સાથે જ ઠંડા બોળ પવન ફૂંકાતા વાતાવરણ માં ઠંડક પ્રસરી જવા પામી હતી, સવારના 6 થી બપોરના 12 વાગ્યા સુધીના છ કલાકના સમયગાળા દરમિયાન જિલ્લાના 10 માંથી 4 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જ્યારે 6 તાલુકા કોરા રહ્યા હતા. સૌથી વધુ વરસાદ ગારીયાધાર તાલુકામાં 19 મિમી (પોણો ઈંચ) અને પાલીતાણામાં 13 મિમી (અડધો ઈંચ) ખાબક્યો હતો. આ સિવાય જેસર તાલુકામાં 9 મિમી અને સિહોરમાં 3 મિમી વરસાદ નોંધાયો હતો બીજી તરફ, વલ્લભીપુર, ઉમરાળા, ભાવનગર શહેર, ઘોઘા, તળાજા અને મહુવા તાલુકાઓ વરસાદ થી વંચિત રહ્યા હતા, ભાવનગર જિલ્લામાં સવારના 6 થી બપોરના 12 વાગ્યાથી સુધીમાં વરસાદના આંકડા વલ્લભીપુરમાં - 0 મિમી, ઉમરાળામાં -0 મિમી, ભાવનગરમાં - 0 મિમી, ઘોઘામાં - 0 મિમી, સિહોરમાં - 3 મિમી, ગારીયાધારમાં - 19 મિમી, પાલીતાણામાં - 13 મિમી, તળાજામાં - 0 મિમી, મહુવામાં - 0 મિમી તથા જેસરમાં - 9 મિમી વરસાદ વરસ્યો હતો, આમ, ભાવનગર જિલ્લાના 10 તાલુકા માંથી 4 તાલુકામાં વરસાદ નોંધાયો હતો જ્યારે 6 તાલુકા માં વરસાદ થી વંચિત રહ્યો હતો... છેલ્લા 5 દિવસનું તાપમાન નો પારો તા.14 સપ્ટેમ્બર ને સોમવાર ના રોજ મહત્તમ તાપમાન 26.9 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 98 ટકા અને પવનની ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.15 સપ્ટેમ્બર ને મંગળવાર ના રોજ મહત્તમ તાપમાન 31.8 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 23.8 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 70 ટકા અને પવનની ઝડપ 22 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.16 સપ્ટેમ્બર ને બુધવારના રોજ મહત્તમ તાપમાન 33.9 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 23.7 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 70 ટકા અને પવનની ઝડપ 18 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.17 સપ્ટેમ્બર ને ગુરુવાર ના રોજ મહત્તમ તાપમાન 34.7 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 24.2 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 63 ટકા અને પવનની ઝડપ 16 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.18 સપ્ટેમ્બર ને શુક્રવારના રોજ લઘુત્તમ તાપમાન 24.6 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 93 ટકા અને પવનની ઝડપ 12 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી.
    Click here to Read More
    Previous Article
    અસારવા-ખેડબ્રહ્મા વચ્ચે ભાદરવી પૂનમના મેળાને લઈ સ્પેશિયલ ટ્રેન:19 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોમ્બર સુધી સવારે 9.35 વાગ્યે અસારવાથી ઉપડશે
    Next Article
    મહાનગરપાલિકા તંત્રને વ્યાજમાફી ફળી:રાજકોટમાં છેલ્લા દોઢ મહિનામાં 3,931 કરદાતાઓએ રૂ. 7.22 કરોડ ઠાલવ્યા, પાણીનાં 69 ડમી કનેક્શન લીંકઅપ થયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment