Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહાનગરપાલિકા તંત્રને વ્યાજમાફી ફળી:રાજકોટમાં છેલ્લા દોઢ મહિનામાં 3,931 કરદાતાઓએ રૂ. 7.22 કરોડ ઠાલવ્યા, પાણીનાં 69 ડમી કનેક્શન લીંકઅપ થયા

    10 hours ago

    રાજકોટ મહાનગરપાલિકા તંત્રને ઓગસ્ટ માસથી શરૂ કરવામાં આવેલી મિલકત વેરા અને પાણીવેરાની ચડત રકમ પર રૂ.10 હજાર સુધીની વ્યાજ માફી યોજના ફળી છે. આ યોજનાને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હોય તેમ આજ સુધીમાં કુલ 3931 કરદાતાઓએ રૂ. 7.22 કરોડ મનપાની તિજોરીમાં ઠાલવ્યા છે. જેમાં માત્ર પાણીવેરા પેટે મહાનગરપાલિકાને રૂ. 14,32,189 કરોડ મળ્યા છે. એટલું જ નહીં શહેરના તમામ 18 વોર્ડમાં અત્યાર સુધી પાણી લઈને વેરો નહીં ભરનારા કુલ 69 અનલીંક વોટર કનેક્શન પણ લીંકઅપ થયા છે. જોકે મહાપાલિકાએ આ માટે રૂ. 99.50 લાખની વ્યાજ પણ માફી આપી છે. વેરા વિભાગના મેનેજર વત્સલ પટેલે જણાવ્યું હતું કે, મેયર ડો. નેહલ શુકલે પદભાર સંભાળ્યા બાદ કરકસરના પગલાંની સાથે જ મનપાની તિજોરી છલકાવા માટે મિલકતવેરામાં 5 હજાર અને પાણીવેરામાં પણ 5 હજાર મળીને કુલ રૂ. 10 હજારની વ્યાજમાફી યોજના ઓગસ્ટ અને સપ્ટેમ્બર એમ બે મહિના માટે જાહેર કરી છે. અને ડિફોલ્ટરોને બાકી વેરો ભરપાઇ કરીને વ્યાજ માફી યોજનાનો લાભ લેવાની અપીલ કરી હતી. આ યોજના હેઠળ દોઢ માસ દરમિયાન રેસિડેન્સિયલ અને નોન રેસિડેન્સિયલ મિલકતો ધરાવતા કુલ 3931 કરદાતાઓએ રૂ. 7,22,57,825નો મિલકતવેરો અને પાણીવેરો ભરપાઇ ર્ક્યો હતો. જેમાં મહાનગરપાલિકાએ કુલ રૂ. 9950819ની વ્યાજ માફી આપી છેે. વ્યાજમાફી યોજનાની અસર થઇ હોય તેમ છેલ્લા દોઢ માસમાં 18 વોર્ડમાં અત્યાર સુધી પાણી મળવા છતાં પણ વેરો નહીં ભરનારાનાં 69 વોટર કનેક્શન લીંકઅપ થયા છે. જેની લાંબા સમયયથી બાકી પાણીવેરાની રૂ. 14,32,189ની રકમ પણ મહાનગરપાલિકાને મળી છે. જેમાં મનપાએ કુલ રૂ. 2,22,279ની વ્યાજ માફી આપી છે. અનલિંક વોટર કનેક્શનની વાત કરીએ તો રાજકોટ શહેરના તમામ 18 વોર્ડ મુજબ વોર્ડ નં.1માં 5, વોર્ડ નં.2માં 3, વોર્ડ નં.3માં 4, વોર્ડ નં.5માં 4, વોર્ડ નં.6માં 1, વોર્ડ નં. 7માં સૌથી વધુ 21, વોર્ડ નં.8માં 1,વોર્ડ નં.9માં 2, વોર્ડ નં.10માં 3,વોર્ડ નં.11માં 1, વોર્ડ નં.12માં 2, વોર્ડ નં.13માં 1, વોર્ડ નં.14માં 10, વોર્ડ નં.16માં 2, વોર્ડ નં.17માં 6, અને વોર્ડ નં.18માં 3 અનલીંક વોટર કનેક્શન લીંકઅપ કરવામાં આવ્યા છે. જોકે વોર્ડ નં. 15માં એક પણ વોટર કનેક્શન લીંકઅપ થયા નથી.
    Click here to Read More
    Previous Article
    ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ:ગારીયાધારમાં પોણો અને પાલીતાણામાં અડધો ઈંચ વરસાદ
    Next Article
    વડોદરામાં ડ્રગ્સના વેચાણના એડ્રેસ આપનાર તમન્ના સામે વધુ એક ફરિયાદ:છાણી વિસ્તારમાં ઇન્ટીરીયરનું કામ કરાવી 4.50 લાખ રૂપિયા ન ચૂકવ્યા, પતિ પત્ની સામે છેતરપિંડીની ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment