Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અસારવા-ખેડબ્રહ્મા વચ્ચે ભાદરવી પૂનમના મેળાને લઈ સ્પેશિયલ ટ્રેન:19 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોમ્બર સુધી સવારે 9.35 વાગ્યે અસારવાથી ઉપડશે

    11 hours ago

    ખેડબ્રહ્મા ખાતે યોજાનાર ભાદરવી પૂનમના મેળા દરમિયાન મુસાફરોની વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ અસારવા અને ખેડબ્રહ્મા વચ્ચે વિશેષ ભાડા સાથે બિન આરક્ષિત વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેન 19 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી રોજ દોડશે. 19 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર દરમિયાન ટ્રેન ચાલશે અસારવા-ખેડબ્રહ્મા સ્પેશિયલ 19 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર દરમિયાન દરરોજ અસારવાથી સવારે 9:35 કલાકે ઉપડશે અને ખેડબ્રહ્મા બપોરે 12:10 કલાકે પહોંચશે. જ્યારે ખેડબ્રહ્મા-અસારવા સ્પેશિયલ ખેડબ્રહ્માથી બપોરે 3.35 કલાકે ઉપડશે અને અસારવા સાંજે 6.10 કલાકે પહોંચશે. આ ટ્રેનો નરોડા, હિંમતનગર અને વડાલી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેન 8-કોચના MEMU રેક સાથે દોડશે અને તેમાં બિન-આરક્ષિત સેકન્ડ-ક્લાસ કોચ હશે. ટ્રેનના સમય અને કોચની રચના અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો રેલવેની સાઇટ પર માહિતી મેળવી શકશે.
    Click here to Read More
    Previous Article
    મંજલ સીમમાં કેબલ ચોરી વેળાએ મારામારીમાં મજૂરનું મોત:કચ્છ પોલીસે માધાપરના બે તસ્કરો અને ચોરીનો માલ ખરીદનારની ધરપકડ કરી
    Next Article
    ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ:ગારીયાધારમાં પોણો અને પાલીતાણામાં અડધો ઈંચ વરસાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment