Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંજલ સીમમાં કેબલ ચોરી વેળાએ મારામારીમાં મજૂરનું મોત:કચ્છ પોલીસે માધાપરના બે તસ્કરો અને ચોરીનો માલ ખરીદનારની ધરપકડ કરી

    11 hours ago

    નખત્રાણા તાલુકાના મંજલ ગામની સીમમાં કેબલ વાયરની ચોરી કરવા ઘૂસેલા શખ્સોએ મજૂર દંપતી પર જાનલેવા હુમલો કર્યો હતો, જેમાં ગંભીર ઈજાઓ થતાં મજૂર કિરણ નાયકનું મોત નિપજ્યું હતું. નખત્રાણા પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી ટેકનિકલ સર્વેલન્સ અને નેત્રમ કમાન્ડ કંટ્રોલ સિસ્ટમની મદદથી હત્યા અને ચોરીનો આ ભેદ ઉકેલી કાઢ્યો છે. વાડીમાં જાગી ગયેલા દંપતી પર કુહાડી વડે હુમલો ગત 11 સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે વાડીમાં ચોરીના ઈરાદે ઘૂસેલા શખ્સોને મજૂર દંપતી જાગી જતાં ચોરોએ તેમના પર હુમલો કર્યો હતો. આરોપીઓએ કિરણભાઈને કુહાડીના ઉંધા ભાગથી ગંભીર ઈજા પહોંચાડી હતી. હુમલા બાદ ભાગવા જતાં કિરણભાઈ રસ્તામાં ઢળી પડ્યા હતા અને તેમનું નિધન થયું હતું, જેના આધારે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો હતો. કચ્છ પોલીસે માધાપરના બે તસ્કરો અને ચોરીનો માલ ખરીદનારની ધરપકડ કરી ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે તપાસ હાથ ધરી માધાપર ખાતે રહેતા હાસમ ઓસમાણ વાંઢા અને સાએબ આમદ વાંઢાને ઝડપી પાડ્યા છે. આ ઉપરાંત, ચોરીનો માલ ખરીદનાર ભુજના ભક્તિનગરના જુબેર રજાક કુંભારનું નામ પણ સામે આવતાં પોલીસે ત્રણેય સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓએ કચ્છના અનેક વાડી વિસ્તારોમાંથી કેબલ ચોરીની કબૂલાત કરી મુખ્ય આરોપી હાસમ વાંઢા અગાઉ પણ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો છે. પૂછપરછ દરમિયાન આરોપીઓએ રૂદ્રાણી ડેમ, કોડકી, કારીમોરી, ગઢશીશા, મેઘપર અને સામત્રા ટોલ પ્લાઝા નજીકની વાડીઓમાંથી બોરના કેબલ વાયર ચોરી કર્યાની કબૂલાત કરી છે. પોલીસે અન્ય ગુનાઓમાં તેમની સંડોવણી અંગે આગળની તપાસ ચાલુ રાખી છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં હિટ એન્ડ રનનો ભેદ ઉકેલાયો, 24 વર્ષીય કારચાલક ઝડપાયો:છાણી પોલીસે CCTV અને ટેકનિકલ એનાલિસિસથી ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો, અકસ્માતમાં ઇજાગ્રસ્ત બાઈકચાલકનું મોત થયું હતું
    Next Article
    અસારવા-ખેડબ્રહ્મા વચ્ચે ભાદરવી પૂનમના મેળાને લઈ સ્પેશિયલ ટ્રેન:19 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોમ્બર સુધી સવારે 9.35 વાગ્યે અસારવાથી ઉપડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment