Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં હિટ એન્ડ રનનો ભેદ ઉકેલાયો, 24 વર્ષીય કારચાલક ઝડપાયો:છાણી પોલીસે CCTV અને ટેકનિકલ એનાલિસિસથી ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો, અકસ્માતમાં ઇજાગ્રસ્ત બાઈકચાલકનું મોત થયું હતું

    11 hours ago

    વડોદરા શહેરના છાણી વિસ્તારમાં સત્યમ હોસ્પિટલ નજીક બાઈકચાલકને ટક્કર મારી ફરાર થયેલા કારચાલકને છાણી પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યો છે. 13 સપ્ટેમ્બરે અમરસિંહ રામસિંહ પરમાર (ઉં.50) પોતાની સ્પ્લેન્ડર પ્રો બાઈક લઈને છાણીથી રામાકાકા ડેરી તરફ જતા હતા, ત્યારે અજાણ્યા વાહને ટક્કર મારી હતી. ગંભીર ઈજાગ્રસ્ત અમરસિંહનું તા.15 સપ્ટેમ્બરે સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. અકસ્મત સ્થળે CCTV ન હોવાથી પોલીસે આસપાસના કેમેરાના ફૂટેજ, વાહનોના સમય અને ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ શરૂ કરી હતી. જેમાં GJ-23-CB-1056 નંબરની TATA Tigor શંકાસ્પદ જણાઈ હતી. જેથી પોલીસે આ દિશામાં વધુ તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં કાર મળી આવતા તેના ડાબા ભાગે અકસ્માતને અનુરૂપ તાજા ઘસરકા અને ગોબાના નિશાન મળ્યા હતા. પોલીસ પૂછપરછમાં કારચાલકે અકસ્માત થયો હોવાનું કબૂલ્યું હતું. પોલીસે મજીત ઉર્ફે મિહીર ઉસ્માનખાન (ઉં.24), રણોલીની સામે ગુનો દાખલ કર્યો છે અને આરોપીની ધરપકડ કરી છે એને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    રાજ્યમાં 6 કલાકમાં 209 તાલુકામાં વરસાદ, બહુચરાજીમાં ગરનાળામાં ઈકો ફસાઈ:અમરેલી-ગીર સોમનાથ-છોટા ઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ, 7 દિવસમાં મેઘરાજાની બીજી તોફાની બેટિંગ
    Next Article
    મંજલ સીમમાં કેબલ ચોરી વેળાએ મારામારીમાં મજૂરનું મોત:કચ્છ પોલીસે માધાપરના બે તસ્કરો અને ચોરીનો માલ ખરીદનારની ધરપકડ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment