Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં ગરબા શીખીને પરત ફરતા ભાઈ-બહેનની એક્ટિવાને ઈક્કોએ ટક્કર મારી:યુવતીને ફ્રેક્ચર થતા ઓપરેશન કરાવવું પડ્યું, ખર્ચ ન મળતા ફરિયાદ નોંધાઈ

    12 hours ago

    પાટણના પદ્મનાભ ચાર રસ્તા પાસે ગરબા ક્લાસમાંથી ઘરે પાછા ફરી રહેલા ભાઈ-બહેનની એક્ટિવાને એક ઈક્કો ગાડીએ ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 22 વર્ષની યુવતીના જમણા પગમાં ફ્રેક્ચર થયું હતું, જેના કારણે તેને ઓપરેશન કરાવવું પડ્યું. આ ઘટના અંગે પાટણ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઈક્કો ગાડીના ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઘટના પદ્મનાભ ચાર રસ્તા પાસે આવેલા સ્વદુરવિલામાં રહેતા મોક્ષકુમાર જોષી (ઉંમર 20) અને તેમની બહેન કૃપાબેન (ઉંમર 22) સાથે બની હતી. તેઓ ટ્રેગ મોલ ખાતેથી ગરબા શીખીને પોતાના એક્ટિવા પર ઘરે પાછા ફરી રહ્યા હતા. બી.કે. પાર્ટી પ્લોટ અને કલાનગર વચ્ચેના રોડ પર સામેથી આવી રહેલી ઈક્કો ગાડીના ડ્રાઈવરે બેદરકારીથી વાહન ચલાવીને એક્ટિવાને ટક્કર મારી હતી. ટક્કર વાગતા ભાઈ-બહેન રોડ પર પડી ગયા હતા. મોક્ષકુમારને બંને હાથમાં સામાન્ય ઈજાઓ થઈ હતી, જ્યારે કૃપાબેનના જમણા પગના ઘૂંટણમાં ગંભીર ફ્રેક્ચર થયું હતું. અકસ્માત કર્યા પછી ઈક્કો ગાડીનો ડ્રાઈવર ત્યાં રોકાયા વગર કે પોલીસને જાણ કર્યા વગર ભાગી ગયો હતો. સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્તોને જનતા હોસ્પિટલ લઈ જવાયા હતા. પછી કૃપાબેનને વધુ સારવાર માટે લક્ષ્મીનગરની નવદીપ ઓર્થોપેડિક હોસ્પિટલમાં ખસેડીને પગનું ઓપરેશન કરાવવામાં આવ્યું. અકસ્માત પછી ઈક્કો ગાડીના ડ્રાઈવરે હોસ્પિટલનો ખર્ચ આપવાની વાત કરીને સમાધાન કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ડ્રાઈવરે સારવારનો ખર્ચ ન આપતા સમાધાન થઈ શક્યું નહીં. આથી, મોક્ષકુમાર જોષીએ પાટણ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે ઈક્કો ગાડીના ડ્રાઈવર વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ 281, 125(a), 125(b) અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 134 હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    નગીનભાઈ પોષણ દ્વારા પર્યુષણ પર્વે ભવ્ય રથયાત્રાનું આયોજન:જૈન ધર્મના પવિત્ર મહાપર્વ ભાદરવા સાતમે વરસાદ વચ્ચે પણ શ્રદ્ધાળુઓનો અદભુત ઉત્સાહ જોવા મળ્યો
    Next Article
    ઉધનાના રિલાયન્સ મોલમાં લિફ્ટ ખોટકાઈ:મિર્ઝાપુર મૂવી જોઈને નીકળેલા 13 યુવાનો બેઝમેન્ટમાં ફસાયા, સફોકેશનને કારણે શ્વાસ રુંધાવા લાગ્યો; ફાયર ટીમે બહાર કાઢ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment