Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લઠ્ઠાકાંડમાં આજે વધુ બેના મોત, મૃત્યુઆંક 13:મૂળ મહીસાગરના યુવકે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં અને એકે ખાનગી હોસ્પિટલમાં દમ તોડ્યો, બે દિવસમાં પાંચના મૃત્યુ

    13 hours ago

    ભાવનગરના લઠ્ઠાકાંડમાં વધુ બે લોકોના આજે 23 ઓગસ્ટે મોત નિપજ્યા છે. ત્યારે આ લઠ્ઠાકાંડે અત્યાર સુધીમાં 13ના જીવ લીધા છે. છેલ્લા કેટલાક દિવસથી મૂળ મહીસાગરનો મુકેશ ડામોર ભાવનગરની સરટી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. જો કે ગંભીર સ્થિતિ હોવાથી તેને ICUમાં રાખવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન આજે યુવકે જીવ ગૂમાવ્યો છે. તો કાળિયાબીડના સાગવાડીમાં રહેતા અને ખાનગી બેંકમાં નોકરી કરતા ભાર્ગવભાઈ ઉપાધ્યાય નામના વ્યક્તિનું પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. હજુ પણ ભાવનગરની સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં 3 દર્દીઓ સારવાર હેઠળ છે. ભાવનગરમાં કંપનીમાં કામ કરતો હતો યુવક મૂળ સંતરામપુર તાલુકાના બુગડ ગામના વતની 35 વર્ષીય મુકેશ ડામોર છેલ્લા કેટલાક વર્ષથી ભાવનગરની કંપની હિટાચી મશીન ઓપરેટરનું કામ કરતા હતા. તેમના પરિવારમાં એક છ મહિનાનો પુત્ર અને બે વર્ષની પુત્રી પણ છે. 18 ઓગસ્ટ પહેલા મુકેશ ડામોરે તેના મિત્ર સાથે દારુનું સેવન કર્યું હતું. જે બાદ તેની તબિયત લથડતા તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મિત્રોએ વીડિયો કોલ કરી મુકેશ હોસ્પિટલમાં હોવાનું બતાવ્યું મૃતકના કાકા લક્ષ્મણભાઈ ડામોરનું કહેવું છે કે, મારા ભત્રીજાની તબિયત ખરાબ હોવાના સમાચાર મને 18 ઑગસ્ટે મળ્યા હતા. તેના મિત્રોએ વીડિયો કોલ કરીને બતાવ્યું હતું કે, મુકેશ હોસ્પિટલમાં છે અને ઓક્સિજન પર રાખવામાં આવ્યો છે. આ સમાચાર મળતા જ અમે લોકો મહીસાગરથી ખાનગી વાહન કરીને ભાવનગર દોડી આવ્યા હતા. 'સરકારે લઠ્ઠાકાંડમાં ગંભીરતા રાખવી જોઈએ' જો કે મુકેશની ગંભીર હાલત હતી એટલે ટ્રાન્સફર કરીને બીજી હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાં બે દિવસ હોસ્પિટલમાં દાખલ રહ્યા હતા. જો કે ત્યાં પણ સ્થિતિ ન સુધરતા સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સરકાર આ લઠ્ઠાકાંડને ગંભીરતાથી લેવું જોઈએ. અધિકારીઓ સરકારનું નથી માનતા એવું મને લાગી રહ્યું છે. ભાવનગર લઠ્ઠાકાંડના અન્ય સમાચાર વાંચો: સંજયને સુરત જતા સમયે પહેલા પેગમાં જ અજુગતુ લાગ્યું શું નકલી દારૂનું ઝેર ઉતારવા ઇથેનોલનો ઉપયોગ થાય છે?
    Click here to Read More
    Previous Article
    સાવરકુંડલા નાગરિક બેંક ચૂંટણી માટે મતદાન શરૂ:71 વર્ષ જૂની બેંકમાં ભાજપ-કોંગ્રેસ પ્રેરિત 27 ઉમેદવાર મેદાનમાં
    Next Article
    ફરિયાદ નોંધાઈ:અવાણિયાના શખ્સે આધેડને ધમકી આપી કારના કાચ ફોડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment