Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેજલપુરમાં ‘વિકાસ’ના દાવા પાણીમાં:સામાન્ય વરસાદમાં કમરસમા પાણી, શ્રી નંદનગરમાં ઘરોમાં ઘૂસ્યાં; બાળકોને ઘરે લઈ જવા વાલીઓએ ખભા પર બેસાડ્યા

    6 hours ago

    અમદાવાદ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રિ મોન્સુન કામગીરીની પોલ છતી થઈ હોય તેવી સ્થિતિ ફરી સર્જાઈ છે. શહેરમાં અનેક વિસ્તારમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ હતી. વેજલપુર વિસ્તારમાં તો કમરસમા પાણી ભરાઈ ગયા હતા. મુખ્ય રસ્તાઓ પર પણ ઘૂંટણ સુધીના પાણી ભરાઈ જવાથી વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. સવારે નોકરીએ જતા લોકોના પણ વાહન બંધ થઈ જવાથી અધવચ્ચે વાહન મૂકીને ચાલીને જવા મજબૂર બન્યા હતા. કોઈ ધારાસભ્ય કે કોઈ અધિકારી સ્થિતિ જોવા માટે પણ ન આવતા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. સામાન્ય વરસાદમાં જ કેડસમા પાણી ભરાયા પહેલા વરસાદમાં જ્યારે અનેક વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય ત્યારે એક સાથે 15 થી 20 ઇંચ વરસાદ પડ્યો હોવાથી પાણી ભરાયા હોવાનો દાવો કરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પોતાનો બચાવ કર્યો હતો. પરંતુ જ્યારે આજે વહેલી સવારથી અનેક વિસ્તારમાં સામાન્ય વરસાદ પડ્યો તે બાદ જ રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા હતા. પ્રહલાદનગર, જોધપુર, વેજલપુર, મકરબા સહિતના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પરથી નદીની જેમ પાણી વહેતા થવા લાગ્યા હતા. જેથી વાહન ચાલકો નોકરીએ જવા માટે પાણીમાંથી વાહન પસાર કરી રહ્યા તો તેમના વાહનો બંધ પડી ગયા હતા. જેથી પાણીમાંથી ધક્કા મારીને વાહન બહાર કાઢી નોકરીએ ચાલતા જવા મજબૂર બન્યા હતા. ભાજપના ગઢ ગણાતા વોર્ડમાં જળબંબાકારની સ્થિતિ વેજલપુર વિસ્તાર જે વર્ષોથી ભાજપનો ગઢ ગણવામાં આવે છે. જ્યાં ધારાસભ્ય અને કોર્પોરેટર તમામ લોકો ભાજપના હોવા છતાં દર વર્ષની જે આ વર્ષે સામાન્ય વરસાદમાં આખો વિસ્તાર જળબંબાકાર થઈ ગયો હતો. વેજલપુર વિસ્તારમાં તમામ રસ્તાઓ પણ નદીની જેમ પાણી વહેલા થઈ ગયા હતા. તેમજ વેજલપુર વિસ્તારમાં આવેલા શ્રી નંદનગરમાં કમર સુધીમાં પાણી ભરાઈ જતા આખો વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો હતો. શ્રી નંદનગર સોસાયટીમાં રહેતા અનેક લોકોના ઘરમાં પણ ઘૂસી ગયા હતા. સામાન્ય વરસાદમાં પાણી ભરાતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. મુખ્ય રસ્તાઓ પર અડધા વાહનો ડૂબી જાય એટલું પાણી મુખ્ય રસ્તાઓ પર અડધી ગાડી ડૂબી જાય તે પ્રકારના પાણી ભરાઈ જવાથી જે પણ લોકો નોકરીએ જવા નીકળી રહ્યા હતા તે તમામ લોકોને ચાલતા જ જવું પડ્યું હતું. તો ST બસ પણ પાણીમાંથી પસાર થવા જતા તે પણ બંધ પડી ગઈ હતી. જેથી મુસાફરોને અધવચ્ચે ઉતરીને ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવું પડ્યું હતું. શાળા શરૂ થયા બાદ ભારે વરસાદ પડતા જ વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી. પરંતુ પાણી ભરાયેલા હોવાથી કેટલાક વાલીઓ બાળકોને ખભા પર બેસાડીને તો કેટલાક વાલીઓ ઘૂંટણ સમા પાણીમાંથી બાળકને ચાલતા લઈ જવા મજબૂર બન્યા હતા. વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોવા છતાં કોઈ નિકાલ ન આવતો હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. વાલીઓએ બાળકોને ઘરે લઈ જતી સમયે ખભે બેસાડવા પડ્યા બાળકને શાળાએથી ઘરે લઈને જતા વાલીએ જણાવ્યું હતું કે, શાળા દ્વારા વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી. પરંતુ પાણી ભરવાના કારણે વાહન બહાર નીકળી શકે તેમ ન હોવાથી ચાલતા જવું પડ્યું છે. સવારથી જ પાણી ભરાઈ ગયા છે જેથી ખૂબ હાલાકી પડી રહી છે. સવારે બાળકો બસમાં ગયા હતા જ્યારે અત્યારે ચાલતા લેવા જવું પડી રહ્યું છે. કોઈપણ અધિકારીઓ જોવા માટે પણ આવ્યા નથી. શ્રી નંદનગરમાં રહેતા ધવલભાઇએ જણાવ્યું હતું કે, સામાન્ય વરસાદમાં જ કેડ સમા પાણી સોસાયટીમાં ભરાઈ ગયા છે. આ એક વખતની સમસ્યા નથી પરંતુ જ્યારે જ્યારે વરસાદ પડે ત્યારે આ પ્રકારની જ સ્થિતિ સર્જાતી હોવાથી ખૂબ જ હાલાકી પડી રહી છે. ગયા વર્ષે તો પરિસ્થિતિ સારી હતી પરંતુ આ વર્ષે તો કોઈ સ્થિતિ પણ જોવા આવતું નથી. દીકરીને શાળાએથી લેવા માટે જઈ રહ્યો છું ત્યારબાદ નોકરીએ પણ જવાનું છે. પરંતુ સોસાયટીમાં જ પાણી ભરાઈ જ ગયા હોવાથી વાહન પણ બહાર નીકળી શકે તેમ નથી. થોડા સમય પહેલા વરસાદ પડે ત્યારે પણ વાહન બંધ થઈ જવાથી તેનું રીપેરીંગ કરાવ્યું હતું. કોઈ અધિકારી તો દૂર પરંતુ વિસ્તારના ધારાસભ્ય પણ સ્થિતિ જોવા માટે આવતા નથી.
    Click here to Read More
    Previous Article
    માણેકલાલ રોડ પર ગણેશ ઉત્સવની ધૂમ:સાંઢકુવા, રિલાયન્સ મોલ સામે અને જગમોહનની ચાલમાં ભક્તો કરી રહ્યા દર્શન-આરતી
    Next Article
    મહીસાગરમાં વહેલી સવારથી વરસાદ, ખાનપુરમાં 49mm વરસ્યો:વાતાવરણમાં ઠંડક પ્રસરી, ખેડૂતોને પાકને નવજીવન મળવાની આશા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment