Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરસ્વતીના વાગડોદ પાસે સ્કોર્પિયોની ટક્કરે બાઇક ચાલકનું મોત:કાર ચાલક ગાડી મૂકી ફરાર, પોલીસે ગુનો નોંધ્યો

    6 hours ago

    સરસ્વતી તાલુકાના મોરપા ગામના 40 વર્ષીય નવઘણભાઈ ઈશ્વરભાઈ રબાનું વાગડોદ પાસે અકસ્માતમાં મોત થયું છે. તેઓ બપોરના સમયે પોતાનું મોટરસાયકલ લઈને ભીલવણથી પાટણ તરફ આવી રહ્યા હતા. વાગડોદ અને ભીલવણ વચ્ચે આવેલા પુલિયા પર પહોંચતા સામેથી વાગડોદ તરફથી આવતી એક સ્કોર્પિયો ગાડીના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને બેદરકારીથી ચલાવી બાઇક સાથે જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં નવઘણભાઈને માથાના તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માત સર્જી સ્કોર્પિયો ગાડીનો ચાલક પોતાની ગાડી સ્થળ પર જ મૂકીને ભાગી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ મૃતકના કાકાના દીકરા રામજીભાઈ રાણાભાઈ રબારી (ઉં.વ. 55, રહે. મોરપા) તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. વાગડોદ CHC ખાતેથી હોસ્પિટલમાંથી જાણ થતાં જ વાગડોદ પોલીસ સ્ટેશનના સ્ટાફે સ્થળ પર પહોંચી કાર્યવાહી શરૂ કરી હતી. મૃતકના ભાઈ રામજીભાઈ રબારીની ફરિયાદના આધારે વાગડોદ પોલીસે અજાણ્યા સ્કોર્પિયો ચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    સોશિયલ મીડિયા ઈન્ફયુલન્સર યુવતીના ફ્લેટ-ગાડી પર પથ્થરમારો:ચાર યુવતી સામે ફરિયાદ, પોસ્ટ અને પેઈડ પ્રમોશનની અદાવત કારણભૂત
    Next Article
    માણેકલાલ રોડ પર ગણેશ ઉત્સવની ધૂમ:સાંઢકુવા, રિલાયન્સ મોલ સામે અને જગમોહનની ચાલમાં ભક્તો કરી રહ્યા દર્શન-આરતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment