Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોશિયલ મીડિયા ઈન્ફયુલન્સર યુવતીના ફ્લેટ-ગાડી પર પથ્થરમારો:ચાર યુવતી સામે ફરિયાદ, પોસ્ટ અને પેઈડ પ્રમોશનની અદાવત કારણભૂત

    6 hours ago

    ભાવનગરના મહિલા કોલેજ રોડ પર આવેલ એક ફ્લેટમાં રહેતી યુવતી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર હોય જે વીડિયો, કોમેડી બ્લોગ બનાવતા હોય તેમજ પેઈડ પ્રમોશન કરતા હોય જે વાતની દાઝ રાખી ચાર યુવતીઓએ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર યુવતીના ફ્લેટ પર અને ગાડી પર પથ્થર મારી નુકસાન કરી જાન થી મારી નાખવાની ધમકી આપતા યુવતીએ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ચાર યુવતી સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના મહિલા કોલેજ રોડ પર સિદી ફ્લેટમાં રહેતા સોશિયલ મીડિયા ઈન્ફયુલન્સર નજમાબાનું અલ્તાફભાઈ હબીબાણીએ ઘોઘારોડ પોલીસ મથકમાં સલીના હબીબાણી, ફાતીમા ચૌહાણ, શાહુ પઠાણ, રૂકસાર આરબ સામે ફરીયાદ નોધાવી હતી કે, તેઓ સોશિયલ મીડિયામાં વીડિયો, કોમેડી બ્લોગ, બનાવતા હોય તેમજ પેઈડ પ્રમોશન કરતા હોય જેના તેઓને પૈસા મળતા હોય જેથી યુવતીઓને ગમતી વાત ન હોય જેની દાઝ રાખી તેની સાથે અવાર નવાર માથાકુટ કરી હતી. બાદ ગત તા.15.09.2026ના મોડી રાત્રીના તેના ઘર નિચે આવી તેના ફ્લેટ ઉપર તેમજ તેની એક્સેસ પર પથ્થર ફેંકી નુકસાન પહોંચાડી જાનથી મારી નખવાની ધમકી આપી હતી. બનાવના પગલે પોલીસે ચારેય યુવતીઓ સામે BNS એક્ટ 125(2),324(2),351(3),54 મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    રાજ્યમાં 6 કલાકમાં 209 તાલુકામાં વરસાદ, મેઘરજમાં 3 ઈંચ:અમરેલી-ગીર સોમનાથ-છોટા ઉદેપુર અને ગાંધીનગરમાં જિલ્લામાં ધોધમાર વરસાદ, 7 દિવસમાં મેઘરાજાની બીજી તોફાની બેટિંગ
    Next Article
    સરસ્વતીના વાગડોદ પાસે સ્કોર્પિયોની ટક્કરે બાઇક ચાલકનું મોત:કાર ચાલક ગાડી મૂકી ફરાર, પોલીસે ગુનો નોંધ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment