Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શાહઆલમમાં સગીરા સાથે લગ્નની લાલચ આપી દુષ્કર્મ:આરોપી સગીરાના મામાને ત્યાં આવતો અને એક વર્ષથી દુષ્કર્મ આચરતો, ઈમ્તિયાઝ શેખની ધરપકડ

    6 hours ago

    અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં 16 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપીને છેલ્લા એક વર્ષથી અવારનવાર દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં ઈસનપુર પોલીસે આરોપી ઈમ્તિયાઝ શેખ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરતો આરોપી ઈમ્તિયાઝ છેલ્લા એક વર્ષથી શાહઆલમ વિસ્તારમાં રહેતી 16 વર્ષીય સગીરાના પાડોશમાં રહેતા તેના મામાના ઘરે આવતો-જતો હતો. આ દરમિયાન સગીરાને બોલાવીને લગ્નની લાલચ આપી તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચરતો હતો. કંટાળીને સગીરાએ 16 સપ્ટેમ્બરના રોજ પોતાની માતાને સમગ્ર હકીકત જણાવી હતી. આરોપી ઈમ્તિયાઝ શેખની ધરપકડ સગીરાની માતાએ ઈમ્તિયાઝના પરિવારજનોને જાણ કરી હતી, પરંતુ તેઓ માનવા તૈયાર ન હોવાથી આખરે ઈસનપુર પોલીસ સ્ટેશન ખાતે ઈમ્તિયાઝ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ઈસનપુર પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપી ઈમ્તિયાઝ શેખની ધરપકડ કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    બોલેરોની અડફેટે સગીરનું મોઢું છુંદાયું:PM મોદીના જન્મદિવસની ઉજવણીનો વિરોધ, રાજકોટમાં ચાર દિવસમાં બીજી હત્યા, મહુડી મંદિરના કર્મીના પુત્રએ વેપારીને ઠગ્યો
    Next Article
    હળવદથી ગોરખપુર મોકલાયેલા 6 લાખના દાડમનો જથ્થો ગાયબ:ટ્રાન્સપોર્ટર અને ડ્રાઇવર સામે વિશ્વાસઘાત-છેતરપિંડીની ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment