Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોદીનું સૈનિક સ્કૂલમાં ભણવાનું સ્વપ્ન પૂરું ન થતાં ભત્રીજાને મોકલ્યો:જિતેન્દ્રએ બાલાચડી મૂકવા આવતા ત્યારનો કિસ્સો કહ્યો; નાનપણના મિત્ર બોલ્યા- 'પગરખાંનો પાળિયો'માં બાપુનું પાત્ર ભજવ્યું

    7 hours ago

    એ દિવસો 1980ના દાયકાના હતા. એક સામાન્ય નીચલા મધ્યમ વર્ગનો સૈનિક સ્કૂલ બાલાચડીનો વિદ્યાર્થી જિતેન્દ્ર, પોતાના શાળાજીવનના દિવસો વીતાવી રહ્યો હતો. સૈનિક સ્કૂલના કડક નિયમો વચ્ચે મા-બાપ વર્ષમાં માત્ર બે જ વાર મળવા આવી શકતા. પણ એક વ્યક્તિત્વ એવું હતું, જે પ્રચારકના વ્યસ્ત જીવન અને મર્યાદિત સંસાધનો છતાં પોતાના નાનકડા ભત્રીજાને મળવા માટે અમદાવાદથી જામનગરની એસ.ટી. બસમાં પહોંચી જતું. તેઓ બીજું કોઈ નહીં, પણ નરેન્દ્રભાઈ મોદી હતા. જિતેન્દ્ર માટે એ માત્ર કાકા નહોતા, પણ એક માર્ગદર્શક હતા. બસની મુસાફરી દરમિયાન રિઝર્વ કરેલી સીટ પર કોઈ બીજું બેસી જાય, ત્યારે આ મારો નંબર છે, તમારો નહીં એમ કહીને હક અને શિસ્તનો પાઠ ભણાવનાર પણ એ જ કાકા હતા. જન્મદિવસ આવે ત્યારે ભત્રીજા માટે અહલ્યાબાઈ કે સ્વામી વિવેકાનંદના 20-25 પાનાના નાનકડાં પુસ્તકો મોકલીને સંસ્કારનું સિંચન કરતા. તેઓ હંમેશાં પોતાના ભત્રીજાના કાનમાં એક વાત કહેતા ‘જે તું કાયમ કરી શકે એ જ કરવાનું, ક્યારેય બહુરુપિયા થઈને ન જીવવું’. નરેન્દ્ર મોદીનું સૈનિક સ્કૂલમાં ભણવાનું સ્વપ્ન હતું અને તેમણે ચિઠ્ઠી પણ લખી હતી, પરંતુ એ સ્વપ્ન પૂરું ન થતાં તેમણે પોતાના ભત્રીજા જિતેન્દ્ર મોદીને ત્યાં ભણવા મોકલ્યો હતો. નરેન્દ્ર મોદીના ભત્રીજા જિતેન્દ્રએ તેમની સાથેની નાનપણની વાતો યાદ કરી તો નાનપણના મિત્ર દશરથભાઈ લક્ષ્મણદાસ પટેલ બાળપણના દિવસો યાદ કરતા બોલ્યા કે 'પગરખાંનો પાળિયો' નાટકમાં નરેન્દ્રભાઈએ બાપુનું પાત્ર ભજવ્યું હતું. ‘જન્મદિવસ પર અહલ્યાબાઈ અને સ્વામી વિવેકાનંદના પુસ્તકો મોકલતા’ વડનગર GMERS ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિન નિમિત્તે સેવા કેમ્પમાં નરેન્દ્ર મોદીના મોટાભાઈ સોમાભાઈ અને તેમના પુત્ર અને નરેન્દ્ર મોદીના ભત્રીજા જિતેન્દ્ર મોદીએ કેક કટિંગ કર્યું હતું જિતેન્દ્ર મોદીએ તેમના બાળપણ અને સૈનિક સ્કૂલ બાલાચડીના દિવસો યાદ કરતા ભાવુક પ્રસંગો વાગોળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, 80ના દાયકામાં જ્યારે તેઓ બાલાચડી સૈનિક સ્કૂલમાં અભ્યાસ કરતા હતા ત્યારે નરેન્દ્ર મોદી (જેઓ તે સમયે સંઘના પ્રચારક હતા) તેમને નિયમિત મળવા આવતા હતા. જન્મદિવસ પર તેઓ અહલ્યાબાઈ અને સ્વામી વિવેકાનંદ જેવા મહાનુભાવોના પ્રેરણાદાયી પુસ્તકો મોકલતા હતા. ‘નરેન્દ્રભાઈએ રિઝર્વ સીટ પર બેસેલી વ્યક્તિને શાંતિથી સમજાવીને પોતાની જગ્યા મેળવી’ તેમણે 1985ના વર્ષનો એક કિસ્સો શેર કરતા કહ્યું કે, અમદાવાદથી જામનગર બસમાં મુસાફરી કરતી વખતે વડીલ તરીકે નરેન્દ્રભાઈએ પોતાની રિઝર્વ સીટ પર બેસેલી વ્યક્તિને શાંતિથી સમજાવીને પોતાની જગ્યા મેળવી હતી. ‘સૈનિક સ્કૂલમાં ભણવાનું સ્વપ્ન પૂરું ન થતાં ભત્રીજાને ભણવા મોકલ્યો’ અન્ય એક મહત્વપૂર્ણ કિસ્સો વર્ણવતા તેમણે જણાવ્યું કે, વર્ષ 2002માં જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ સૈનિક સ્કૂલ બાલાચડીના ગોલ્ડન જ્યુબિલી કાર્યક્રમમાં આવ્યા હતા, ત્યારે તેમણે જાહેર મંચ પરથી કહ્યું હતું કે તેમનું પણ આ સૈનિક સ્કૂલમાં ભણવાનું સ્વપ્ન હતું અને તેમણે ચિઠ્ઠી પણ લખી હતી. પરંતુ એ સ્વપ્ન પૂરું ન થતાં તેમણે પોતાના ભત્રીજા (જિતેન્દ્ર મોદી)ને ત્યાં ભણવા મોકલ્યો હતો. ‘જે કાયમ કરી શકો એ જ કરવાનું’ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતાં જિતેન્દ્ર મોદીએ જણાવ્યું કે નરેન્દ્ર મોદી તરફથી તેમને શીખવા મળેલું સૌથી મોટું સૂત્ર છે, ‘જે તું કાયમ કરી શકે એ જ કરવાનું, ક્યારેય બહુરુપિયા થઈને ન જીવવું’ ‘ઓલિમ્પિક્સમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનાર ઈલાવેનિલ સંસ્કારધામની જ પ્રોડક્ટ’ તેમણે વધુમાં ઉમેર્યું કે, સંસ્કારધામમાં તેમના માર્ગદર્શન હેઠળ 12-13 વર્ષ કામ કરવાનો તેમને અવસર મળ્યો હતો. નરેન્દ્ર મોદીની કલ્પના હતી કે ત્યાંથી ઉત્કૃષ્ટ સ્પોર્ટ્સમેન તૈયાર થાય, જેના પરિણામે 2021ની ઓલિમ્પિક્સમાં 10 મીટર રાઈફલ શૂટિંગમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનાર ઈલાવેનિલ વાલારિવાન સંસ્કારધામની જ પ્રોડક્ટ છે. 'વાય વડનગર?' કાર્યક્રમ દરમિયાન વડનગર મેડિકલ કોલેજના પરિણામો અંગે વાત કરતા તેમણે ગૌરવ વ્યક્ત કર્યું હતું કે, શરૂઆતમાં 'વાય વડનગર?' (વડનગરમાં જ મેડિકલ કોલેજ કેમ?) તેવા પ્રશ્નો ઊભા થતા હતા, પરંતુ આજે આખી યુનિવર્સિટીની તમામ કોલેજોમાં વડનગર મેડિકલ કોલેજ પ્રથમ ક્રમનું સર્વશ્રેષ્ઠ પરિણામ લાવે છે. ‘સોમાભાઈ મોદીએ વડનગરમાં હંમેશા એક સાચા અને સજ્જન સલાહકાર તરીકેનું કામ કર્યું’ તેમણે પોતાના પિતા સોમાભાઈ મોદી અને માતાના સંઘર્ષને યાદ કરતા જણાવ્યું કે આશ્રમ અને આ વિસ્તારના વિકાસમાં તેમનો મોટો ફાળો રહ્યો છે. એક પ્રેરણાદાયી વાર્તા દ્વારા તેમણે સંગત અને 'સલાહકાર'નું મહત્વ સમજાવતા કહ્યું કે, યોગ્ય સલાહકાર જ વ્યક્તિ, ગામ કે શહેરનું ભવિષ્ય નક્કી કરે છે અને તેમના પિતા સોમાભાઈ મોદીએ વડનગરમાં હંમેશા એક સાચા અને સજ્જન સલાહકાર તરીકેનું કામ કર્યું છે. નરેન્દ્ર મોદીના બાળપણના મિત્ર દશરથભાઈ પટેલે જૂની યાદો તાજી કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બાળપણના અને કોલેજકાળના ખાસ મિત્ર દશરથભાઈ લક્ષ્મણદાસ પટેલે તેમની સાથે વીતાવેલા સોનેરી દિવસોની યાદો તાજી કરી છે. પહેલા ધોરણથી લઈને FY B.Sc. સુધી નરેન્દ્ર મોદી સાથે અભ્યાસ કરનાર દશરથભાઈએ તેમની મિત્રતા, શાળા-કોલેજના દિવસો અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની પ્રવૃત્તિઓ અંગે મહત્વની વાતો શેર કરી હતી. ‘મધુસૂદનભાઈ શેઠના ઘરે બેઠકો યોજાતી’ દશરથભાઈના જણાવ્યા અનુસાર, ગામઠી શાળા, B.N. હાઈસ્કૂલ અને ત્યારબાદ M.N. કોલેજ સુધી બંને સાથે જ ભણ્યા હતા. ધોરણ 10થી તેમની મિત્રતા વધુ ગાઢ બની હતી, પરંતુ કોલેજ લાઈફ દરમિયાન તેઓ એકબીજાની વધુ નજીક આવ્યા હતા. અભ્યાસની સાથે બંને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) સાથે જોડાયેલા હતા, જ્યાં મધુસૂદનભાઈ શેઠના ઘરે તેમની બેઠકો યોજાતી હતી. 'પગરખાંનો પાળિયો'માં બાપુનું પાત્ર ભજવ્યુ કોલેજકાળના એક રસપ્રદ કિસ્સાને વાગોળતા તેમણે જણાવ્યું કે દશરથભાઈના ઘરે દિવસો સુધી 'પગરખાંનો પાળિયો' નાટકનું રિહર્સલ ચાલતું હતું. આ નાટકમાં નરેન્દ્ર મોદીએ 'બાપુ'નું પાત્ર ભજવ્યું હતું. M.N. કોલેજમાં ભજવાયેલા આ નાટકે સ્પર્ધામાં બીજો નંબર મેળવ્યો હતો. પ્રેક્ષકોની ભારે તાળીઓના ગડગડાટ વચ્ચે 'વન્સ મોર-વન્સ મોર'ના નારા લાગતા અમુક સીન બે-ત્રણ વખત ફરીથી ભજવવા પડ્યા હતા. ‘ભલે રૂબરૂ મળવાનું ઓછું થાય, પણ અમારો સંબંધ જી-જાનથી જોડાયેલો’ નરેન્દ્ર મોદીના જન્મદિવસે અને શાસનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે દશરથભાઈ પટેલે તેમને દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્યની શુભકામનાઓ પાઠવી છે. તેમણે ઉમેર્યું કે, નરેન્દ્રભાઈની મિત્રતા આજે પણ એટલી જ સચવાઈ રહી છે. ભલે રૂબરૂ મળવાનું ઓછું થાય, પણ અમારો સંબંધ જી-જાનથી જોડાયેલો છે. દેશ માટે તેમણે ઘણું કામ કર્યું છે અને આગળ પણ કરતા રહેશે.
    Click here to Read More
    Previous Article
    'ગોડફાધર ઓફ AI' બોલ્યા- માનવજાતને ખતમ કરી દેશે AI:હાલમાં જોખમોનું મૂલ્યાંકન કરવું મુશ્કેલ, 30-50 વર્ષનો ખતરો હવે 10 વર્ષ પર આવ્યો
    Next Article
    બોલેરોની અડફેટે સગીરનું મોઢું છુંદાયું:PM મોદીના જન્મદિવસની ઉજવણીનો વિરોધ, રાજકોટમાં ચાર દિવસમાં બીજી હત્યા, મહુડી મંદિરના કર્મીના પુત્રએ વેપારીને ઠગ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment