Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'હું અહીંનો ડોન છું' કહી યુવક સાથે છરીની અણીએ લૂંટ:આખલોલ જકાતનાકા પાસે રિલ્સ જોઈ રહેલા શ્રમિક પાસેથી સ્વિફ્ટ કારમાં આવેલા બે શખસે ફડાકા મારી મોબાઇલ-પૈસા ઝૂંટવી લીધા

    6 hours ago

    ભાવનગરના આખલોલ જકાતનાકા વિસ્તારમાં ગત રાત્રે સ્વિફ્ટ કારમાં આવેલા બે શખસે પોતે અહીંના 'ડોન' હોવાનો રોફ જમાવી એક શ્રમિક યુવક અને તેના મિત્રને છરી બતાવી લૂંટ ચલાવી હોવાનો બનાવ બન્યો છે. આ અંગે શ્રમિક યુવકે બોરતળાવ પોલીસ મથકમાં બે શખસ સામે નામજોગ ફરિયાદ નોંધાવી છે. રિલ્સ જોઈ રહેલા શ્રમિકોને છરી બતાવી રોફ જમાવ્યો મૂળ મધ્યપ્રદેશના અને ભાવનગરના આખલોલ જકાતનાકા પાસે રહી મજૂરી કામ કરતા નિલેશ મનોહરી ઉઈકે (ઉં.વ.19) અને તેનો મિત્ર ગત રાત્રે ઘર નજીક મામાના ઓટલે મોબાઈલમાં રિલ્સ જોઈ રહ્યા હતા. તે સમયે સ્વિફ્ટ કાર (GJ 04 FA 3014)માં નાનું ચુડાસમા અને તેનો એક અજાણ્યો સાગરીત આવ્યા હતા. કારમાંથી ઉતરીને નાનું ચુડાસમાએ શ્રમિકનો કોલર પકડી ગાળો આપી મોબાઈલ આંચકી લીધો હતો. ત્યારબાદ "મને ઓળખે છે? હું નાનું ચુડાસમા અહીંનો ડોન છું" તેમ કહી છરી બતાવી ધમકી આપી હતી. જીવતા રહેવું હોય તો પૈસા આપી દેવાનું કહી શ્રમિકના ખિસ્સામાંથી રૂ.2,350 કાઢી લીધા હતા. તેના મિત્ર પાસે પૈસા ન મળતાં તેને પણ બે લાફા મારી "અહીં રહેવું હોય તો નાનું ચુડાસમા ડોનનો હુકમ માનવો પડશે" તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી બીજો શખસ મોબાઈલ પાછો આપી દેવા અને નહીંતર પકડાઈ જવાની વાત કરતા બંને આરોપીઓ મોબાઈલ આપીને કારમાં ફરાર થઈ ગયા હતા. ઘટના અંગે નિલેશ ઉઈકેની ફરિયાદના આધારે બોરતળાવ પોલીસે નાનું ચુડાસમા અને અજાણ્યા શખસ સામે BNS એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    પોસાલિયાની શાળાઓમાં 2400 બાળકોને બાબાનો પ્રસાદ અપાયો:ગુજરાતી રામદેવ ભંડારના સૌજન્યથી દર વર્ષની જેમ શુદ્ધ દેશી ઘીના મીઠાઈના પેકેટ વહેંચાયા
    Next Article
    પાટણમાં વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે રક્તદાન કેમ્પ શરૂ:નરેન્દ્ર મોદીના જન્મદિવસને 'સેવા દિવસ' તરીકે ઉજવી, જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment