Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાહનનો શોરૂમ અને સ્વિમિંગ પુલ સાથેનો રિસોર્ટ તોડાયો:યવતેશ્વર ટ્રસ્ટની 2400 કરોડની જમીન પર બૂલડોઝર,રિસોર્ટ સહિતની ઇમારતો તોડાઈ

    3 days ago

    યવતેશ્વર મહાદેવ મંદિરની જમીન સંદર્ભે હાઈકોર્ટે રાજવી પરિવારનો દાવો ફગાવતાં 35 વર્ષ જૂના કેસનો અંત આવ્યો છે. 2400 કરોડની 41 એકર જમીન પરથી રિસોર્ટ, ગેસ્ટ હાઉસ અને કોમર્શિયલ-રહેણાક બિલ્ડિંગો મળી 100થી વધુ મિલકતોને તોડવા શનિવારે બપોરે 2 કલાકે કલેક્ટર અનિલ ધામેલિયા મશીનરી સાથે પહોંચ્યા હતા. પોલીસ કાફલા સાથે બૂલડોઝર સહિત મશીનો સાથે એક પછી એક કોમર્શિયલ મિલકતો તોડાઈ હતી. કલેક્ટરે કહ્યું કે, 8 મકાનો-12 ઓરડીમાં રહેતા લોકોને ઘર ખાલી કરવા શનિવાર રાત સુધીનો સમય અપાયો હતો. જોકે રવિવારે સવાર સુધી તમામ દબાણો તોડી પડાશે. મિલકત ખાલી નહીં કરાય તો લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાશે. કલેક્ટર કચેરી દ્વારા હાઈકોર્ટના આદેશ બાદ 13 જુલાઈએ નોટિસ ફટકારી મિલકતો ખાલી કરવા આદેશ આપ્યો હતો. જ્યારે 15 જુલાઈએ રાજવી પરિવારે માગેલો સમય પૂરો થતાં રાતે 12 વાગ્યાથી જ વિવાદીત જમીનને ફેન્સિંગ કરવાનું શરૂ કરી દેવાયું હતું. બીજી તરફ વધુ બે દિવસનો સમય આપ્યા બાદ 18મીએ દબાણો હટાવવાનું શરૂ કર્યું હતું.જેમાં 55 દુકાનો, ગેસ્ટ હાઉસ, 8 રહેણાક ઇમારતો અને 12 ઓરડીનો સમાવેશ થાય છે. જ્યારે એડવોકેટ ફિરોઝ પઠાણે કહ્યું કે, આ મામલે અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું. બીજી તરફ રહીશોએ આક્ષેપ કર્યો કે, 60 વર્ષથી અહીં રહીએ છીએ. કલેક્ટર સુપ્રીમમાં જવાની તક નથી. આ 5 મુદ્દામાં સમજો વિવાદીત જમીનનો મામલો 1 એસએસજી હોસ્પિટલ નજીક આવેલા યવતેશ્વર મહાદેવ ટ્રસ્ટના સંચાલક તરીકે કલેક્ટરને 1971માં ચેન્જ રિપોર્ટ દાખલ કરીને સર્વે નંબર-9 અને 10 સહિતની સંબંધિત વિવાદીત જમીન ટ્રસ્ટની માલિકીની હોવાનું જાહેર કરવા માગ કરાઈ હતી. 2 ટ્રસ્ટનો દાવો હતો કે, 1956 સુધી આ જમીન મંદિરના નામે નોંધાયેલી હતી. જોકે સર્વે રેકર્ડમાં વડોદરાના મહારાજાનું નામ દાખલ કરાઈ દેવાયું હતું. 3 1971માં ચેરિટી કમિશનરે યવતેશ્વર મહાદેવ ટ્રસ્ટની જમીન હોવાનું જણાવ્યું હતું. રાજવી પરિવાર-અન્ય અપીલકર્તાએ હાઈકોર્ટમાં પકડાર્યો હતો. 4 અપીલકર્તા તરફથી દલીલ કે, જમીન લક્ષ્મી વિલાસ પેલેસનો ભાગ છે. વિલીનીકરણ કરાર બાદ તે મહારાજાની ખાનગી મિલકત બની હતી. 5 કોર્ટે દલીલો ફગાવી મંદિરના પક્ષમાં નિર્ણય આપતાં જમીન પર ટ્રસ્ટની મહોર લાગી હતી. વાહનનો શોરૂમ અને સ્વિમિંગ પુલ સાથેનો રિસોર્ટ તોડાયો બરોડા ઓટો મોબાઈલ | 80-90ના દાયકામાં આ બિલ્ડિંગ પ્રીમિયમ વાહનો અને અગ્રણી ઓટોમોબાઈલ બ્રાન્ડ્સના શોરૂમ તેમજ સત્તાવાર ડીલરશિપ માટે જાણીતું કેન્દ્ર હતું. જેમાં હિન્દુસ્તાન મોટર્સની એમ્બેસેડર અને પ્રીમિયર પદ્મિની, ત્યારબાદ મારુતિ કારનો પણ શોરૂમ હતો. વડોદરામાં જૂજ કાર શોરૂમ હતાં, ત્યારે આ બિલ્ડિંગ મુખ્ય આકર્ષણ હતી. ભીમનાથ ફુડ કોર્ટ | ભીમનાથ રોડ પર ખાણી-પીણી માટે ફુડ કોર્ટ ઊભું કરાયું હતું. જ્યાં 10 જેટલા ફુડ સ્ટોલ ઊભા કરાયા છે. આ ફુડ કોર્ટ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો. રિસોર્ટ | આ રિસોર્ટમાં 20 રૂમ, 10 ફુડ સ્ટોલ, 1 સ્વિમિંગ પુલ અને 2 બોક્સ ક્રિકેટ પણ બનાવાયા છે. જ્યાં શહેરીજનો શનિ-રવિવારે ક્રિકેટ રમવા તેમજ રિસોર્ટની મઝા માણવા આવતા હતા.
    Click here to Read More
    Previous Article
    સિટી એન્કર:વાઘોડિયા જતી સિટી બસ આમોદર પાસે સ્પીડ બ્રેકર પરથી પસાર થતાં સગર્ભાને પ્રસવ પીડા ઊપડી, બસમાં જ શિશુને જન્મ આપ્યો
    Next Article
    કડકાઈ:100 કિલોથી વધુ કચરો કાઢતાં એકમો માટે વર્ગીકરણ ફરજિયાત, 4 પ્રકારનો કચરો અલગ નહીં કરે તો દંડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment