Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળ રેડ ક્રોસે ઈકો-ફ્રેન્ડલી ગૌમય ગણપતિજીની સ્થાપના કરી:૫૬ ભોગ ધરાવાયા, સપ્તરંગ મ્યુઝિક ગ્રુપે આરાધના કરી; વિસર્જન પાણીની ટાંકીમાં થશે

    8 hours ago

    ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગીર સોમનાથ જિલ્લા શાખાના ચેરમેન અતુલભાઈ કાનાબાર, ચેરમેન એમિરેટ્સ કિરીટભાઈ ઉનડકટ સહિત મેનેજમેન્ટ કમિટી, સભ્યો અને સ્ટાફ પરિવારે આરોગ્ય ભવન, વેરાવળ ખાતે ગણેશ ચતુર્થી નિમિત્તે ઈકો-ફ્રેન્ડલી ગૌમય ગણપતિજીની સ્થાપના કરી છે. ગીર સોમનાથ જિલ્લામાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી આરોગ્ય સેવાઓ સાથે સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ પર્યાવરણનું ધ્યાન રાખે છે. પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓનું દરિયામાં વિસર્જન કરવાથી દરિયાઈ જીવોને નુકસાન થવાની શક્યતા રહે છે. આ સંસ્થા છેલ્લા ચાર વર્ષથી પર્યાવરણને નુકસાન ન થાય તેવી રીતે ગણેશજીની સ્થાપના અને આરાધના કરે છે.રેડ ક્રોસ સંસ્થાના સેક્રેટરી ગીરીશભાઈ ઠક્કરે જણાવ્યું કે, આ ગણપતિજીની મૂર્તિ ગાયના ગોબરમાંથી બનાવવામાં આવી છે અને તેમાં નેચરલ કલરનો ઉપયોગ થયો છે. પર્યાવરણ સંરક્ષણને ધ્યાનમાં રાખીને ગણેશજીનું વિસર્જન પાણીની ટાંકીમાં કરવામાં આવશે. ત્યાર બાદ આ પવિત્ર માટી/ગૌમયને આરોગ્ય ભવનના ફૂલ-છોડમાં ખાતર તરીકે અર્પણ કરાશે. ગણેશજીના વિસર્જન બાદ પણ તે માટીથી આરોગ્ય ભવનમાં વર્ષભર હરિયાળી અને પર્યાવરણ સંરક્ષણ જળવાઈ રહેશે.આ પ્રસંગે સ્ટાફ પરિવાર અને મેનેજમેન્ટના સભ્યોના ઘરોમાંથી લાવવામાં આવેલો પ્રસાદ એક પાત્રમાં ભેગો કરીને ગણેશજીને ૫૬ ભોગ ધરાવવામાં આવ્યા હતા. પૂજા અને મહાઆરતી બાદ સપ્તરંગ મ્યુઝિક ગ્રુપ દ્વારા ગણેશજીની સ્તુતિ અને આરાધના કરવામાં આવી. બહેનોએ રાસ ગરબાનું પણ આયોજન કર્યું હતું. આ આયોજન દ્વારા ભગવાન શ્રી ગણેશજીના એકતા, સમરસતા અને સૌને સાથે લઈને ચાલવાના સંદેશને સમાજ સમક્ષ રજૂ કરાયો છે. પર્યાવરણની રક્ષા, સંસ્કૃતિનું જતન અને સામાજિક સમરસતાનો સંદેશ આ આયોજનનો મુખ્ય હેતુ હતો.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં દેશી તમંચા સાથે એક શખ્સ પકડાયો:એસઓજી ટીમે પીપળીયા ચાર રસ્તા પાસેથી 5 હજારનો તમંચો જપ્ત કર્યો
    Next Article
    વલસાડના ધારાસભ્ય ભરત પટેલના ઘરે ગણપતિ વિસર્જન:અઢી દિવસ બાદ પરિવારજનોએ શ્રદ્ધા અને ભક્તિ સાથે બાપાને વિદાય આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment